Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pragna Vashi

Others

3  

Pragna Vashi

Others

ભારણ વગર...

ભારણ વગર...

1 min
13.1K


લાખ ચાહો જીવવા ભારણ વગર,
જીવવાનું ક્યાં મળે છે, વ્રણ વગર.

પાંખ ફેલાવી ભલાં એ શું કરે?
ઊડી શકશે શું એ અભ્યારણ વગર.

કલ્પનાનાં રાજમાં એ શક્ય છે,
માનવી મરશે નહીં લાંઘણ વગર.

ફૂલ ભમરાને કહે, કે આવ તું,
શક્ય હો તો કોઈ પણ કારણ વગર.

ચાલ તૂટી ભીંતો જોડી નાંખીએ,
એય પાછી એક પણ સાંધણ વગર.

રાત ભર પાસે હતા શ્વાસો છતાં,
જાગ્યા નહિ સંવેદનો કંકણ વગર.


Rate this content
Log in