Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Harshida Dipak

Romance

2  

Harshida Dipak

Romance

રહેવું છે તારી હવેલીયે...

રહેવું છે તારી હવેલીયે...

1 min
1.4K


પરભાતે  પથરાતાં  કિરણોમાં ઝગમગતા આવો...

    આવોને મારી ડેલિયે...

સંધ્યાના  કિરણોની  લાલિમા રંગભરી...

    રહેવું છે તારી હવેલીયે...

પથરાતાં, લહેરાતા, પ્રીતભર્યા પાલવમાં 

    રહેવું છે તારી હવેલીયે...

મખમલને ઓઢીને શિયાળુ ટાઢકમાં આવો 

     આવોને મારી ડેલિયે...

ગરમાવો પ્રેમતણો શબ્દોમાં સૂર સજી 

     રહેવું છે તારી હવેલીયે...

ઓળઘોળ ઉનાળો ગરમીનો કાળઝાળ આવો 

      આવોને મારી ડેલિયે...

ટાઢકના તડકામાં તરસુ  છીપાવીને મારે 

     રહેવું છે તારી હવેલીયે...

ધોધમાર વરસાદી ફોરાંમાં ભીંજાવા આવો 

      આવોને મારી ડેલિયે...

લથબથતું ન્હાવુ ને ભીંજાવું સંગ સંગ 

      રહેવું છે તારી હવેલીયે...

વીજળીનું વ્હાલ બની આકાશે ફેલાતાં આવો 

      આવોને મારી ડેલિયે...

મઘમઘતા બાગમાં ગુલાબી ફૂલ બની 

      રહેવું છે તારી હવેલીયે...


Rate this content
Log in