એક પક્ષી
એક પક્ષી
મારે આંગણ આવી એક પક્ષી બોલે છે,
જાણે શબ્દે શબ્દે એ અંતરને ખોલે છે.
નિત્ય નિયમ એનો આવીને બેસવાનો,
તાર ઉપર પગ ટેકવીને દરરોજ ઝૂલે છે.
નીરખે ધરા ગગનને વળી રીત માનવની,
હરખે ત્યારે એની પાંખો કેવી ફૂલે છે.
મુજ આંગણ જાણે તીર્થધામ હો એનું,
કરીને તુલના માનવજાતને રખે તોલે છે.
હળી ગયું હોય તેમ આવીને નજીકમાં,
દાણા લૈને હાથમાંથી કેવું પછી ચણે છે.