મારુ વિશ્વ એટલે મારી માં
મારુ વિશ્વ એટલે મારી માં
મારુ વિશ્વ એટલે મારી માં
મારા માટી રૂપ અસ્તિત્વને આકાર આપતી મા
મારું અસ્તિત્વ એટલે મારી માં
મારી નાની નાની લાતો સહેતી મારી માં
મને અમૃતરૂપી દૂધનું પાય કરાવતી માં
મને સૂકામાં સુવાડી ભીનામાં સુતી માં
મારા દુખે દુખી અને સુકે સુખી એટલે માં
મારા વર્તુળનું કેન્દ્ર એટલે મારી માં
મારા પર અમી વરસાવતી આંખો એટલે મારી માં
મને સંસારરૂપી જગતનું દર્શન કરાવતી મારી માં
મને કાળજા ટુકડાને દુર કરતી મારી માં
મને સંસાર સાગરમાં તરતી મુકઈ તે માં
મને મળ્યો મારો સાથી અને વિખુટી થઇ તારાથી
મેં કરી અવહેલના અને અસંખ્ય ભૂલો માં
મને કરી તે તો પલ ભરમાં માફ ઓ મારી માં
મને ન રહ્યું ભાન બધું વિસરી બેથી માં
મને થયું છે ભાન આજે ,જ્યારે બની હું માં
મને થયો પસ્તાવો પણ તું ક્યાં છે માં?
મારા જેવા શોધે ઈશ્વરને મંદિરીયે,હતી તું જ એ તો માં