Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Inspirational Others

3  

Chaitanya Joshi

Inspirational Others

મનની ગતિ

મનની ગતિ

1 min
13.5K


જે નથી મળવાનું તે પામવાને ઝંખતું આડવીતરું મન.

ખબરખાતરી છતાંયે અવિરત મથતું આડવીતરું મન.


પવન કરતાંયે પહેલાં જવા હરિફાઈમાં એ ઉતરનારું,

સ્થળ કે સંજોગોને કદી ન સમજતું આડવીતરું મન.


મન્મથ ગતિ કે મર્કટગતિ ઉપમા મને લઘુ લાગનારી,

પોતે હરાતુંને વળી અન્યને રે હરતું આડવીતરું મન.


કલ્પનાના જોરે સપ્તરંગી દુનિયાને એ સજાવનારું,

વાસ્તવિકતાથી કેટકેટલું દૂર રહેતું આડવીતરું મન.


લાખ યત્ને પણ એ ના સમજે કે હાર કબૂલનારું ,

મૃગજળથી તૃષા છિપાવવા દોડતું આડવીતરું મન.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational