શાળાએ જવાને
શાળાએ જવાને
1 min
513
જવાને શાળામાં મોર થનગને મોર થઈને
જતાં નિત્યે પ્રીતે દફતર ભરી સજ્જ થઈને
મળતા સંસ્કાર સભર ભરી માનવતા
ઉમેરતા તેમાં નિત્ય નવા ભાવ ક્ષમતા
ભણી નોખા નોખા વિષય મળતી દ્રષ્ટિ નવલી
અને યોગ ધાને કસરત કરી કાયા કસવી
પછી ચિતે હૈયે મન પર પડી ભાત ઉમદા
ખરે વિદ્યા સોહે વિનયભર વ્યવહાર કરતાં
વિવેક આનંદે સમરસ થશે જીવન લીલા
સમજે ચીધેલા નિયમ ભરવા મૂલ્ય નવલા
ભૂસવા જોડે સૌ કલેશ જગ બંધુત્વ ભજશું
પશુ પંખી વૃક્ષો સહુએ સહ અસ્તિત્વ રચશું
ઉછેર્યા મા-બાપે પણ અવલ તું તીર્થ વસ
ટકી રહે તારીમા ઘડતર કથા, મંગલ કથા.