Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ninad Adhyaru

Others

3  

Ninad Adhyaru

Others

મળે,

મળે,

1 min
14.1K


ડાયરી, બોલપેન ને ચશ્મા મળે,
તો મને ઈશ્વર મળે,અલ્લા મળે!

એટલું માગું ફકત વરદાન હું,
સૂર્ય ઊગે ને નવો મત્લા મળે.

સાવ પીળો થઇ જવા તૈયાર છું,
પાનખરમાં જો મને ખરવા મળે!

જોઈએ એવું તું કર કિરદારને,
જોઈએ એવાં નહિ તકતા મળે.

હાથ શ્રદ્ધાનો જરા પકડો ને ત્યાં,
સામે ડોળા કાઢતી શંકા મળે!

જે નથી ઘરમાં, કશે પણ ના મળે,
જે કશે પણ ના મળે, ઘરમાં મળે!

આ મહોબ્બત છે, મહોબ્બતમાં 'નિનાદ',
સૌ પ્રથમ મંઝિલ, પછી રસ્તા મળે.


Rate this content
Log in