Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Vyas

Drama

1.0  

Kalpesh Vyas

Drama

એ દિલ મારા..

એ દિલ મારા..

1 min
224




આભારી છું હું દિલ મારા, મારાં માટે જ તું ધડકે છે,

ધડકે છે, ધડકે છે, દિલ મારા તું ધડકે છે,


તાણ મગજ પર આવે તો, જોરજોરથી તું ધડકે છે,

ધડકે છે, ધડકે છે, દિલ મારા તું ધડકે છે,


વાયરો પ્રેમનો જો વાય તો, ધજાની જેમ તું ફડકે છે, 

ફડકે છે, ફડકે છે, દિલ મારા તું ફડકે છે, 


જોઈને આંખોની મધુશાલા, થઈ મધહોશ તું બહેકે છે,

બહેકે છે, બહેકે છે, દિલ મારા તું બહેકે છે,


પમરાટ પ્રેમની મેળવીને, અત્તર બનીને તું મહેકે છે,

મહેકે છે, મહેકે છે, દિલ મારા તું મહેકે છે,


કલરવ પ્રિતનો સાંભળીને, પંખી સમો તું ચહેકે છે,

ચહેકે છે, ચહેકે છે, દિલ મારા તું ચહેકે છે,

 

ધબકારા વધી જાય તો, વિજળી સમો તું કડકે છે,

કડકે છે, કડકે છે, દિલ મારા તું કડકે છે,


લાગણી સાથે કોઈ રમી જાય તો, અગ્નિની જેમ તું ભડકે છે,

ભડકે છે, ભડકે છે, દિલ મારા તું ભડકે છે, 


યાદ કોઈની જો આવે તો, એના વિરહમાં તું તડપે છે, 

તડપે છે, તડપે છે, દિલ મારા તું તડપે છે,


મારા છેલ્લા શ્વાસ સુધી, તું જ તો મારી પડખે છે,

પડખે છે, પડખે છે, દિલ તું મારી પડખે છે,


પછી મારા દિલે કહ્યું મને ,"શા કાજે આટલું વિચારે છે ?

તું ચાલીશ, તો હું ચાલીશ, યકિન છે મને કે તું ચાલીશ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama