Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dilip Ghaswala

Others

3  

Dilip Ghaswala

Others

બોલો ઓમકાર

બોલો ઓમકાર

1 min
482


દેવોના દેવ મહાદેવમાં સમાયો છે જિંદગીનો સાર,

શ્વાસમાં શ્વાસ પરોવી એકસાથે બોલો ઓમકાર,


સમુદ્ર મંથનમાં ઝેર ગટગટાવી બન્યા તમે નીલકંઠ,

નથી આશ અમને અમૃતની,

વિષ પચાવવાનું શીખવો ભોળા આકંઠ.


મૃત્યુંજય છો તમે, જન્મ મૃત્યુના ફેરાને મુકો પેલે પાર,

શ્વાસમાં શ્વાસ પરોવી એકસાથે બોલો ઓમકાર.


ઝરમર થાય અંતરમાં અમરનાથના યાત્રી,

ધૂણી ધખાવી ભભૂત ચોળી ઉજવે શ્રાવણી રાત્રી.


મદ-મોહ માયા અહમ છોડી લાંગરો ભવપાર,

શ્વાસમાં શ્વાસ પરોવી એકસાથે બોલો ઓમકાર.


Rate this content
Log in