Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

કોઈ ન કરે એવું કંઈક કરવું છે

કોઈ ન કરે એવું કંઈક કરવું છે

1 min
208


આજે કોઈ જ ન કરે એવું કંઇક કરવું છે,

પછી અંતરના અગોચરે હરવું ફરવું છે !


વહેતી નદી સંગ વહેતો ભલે જમાનો આ,

મારે તો સામા પ્રવાહે જ પ્રેમથી તરવું છે !


ન ખપે સાતત્ય સૂરજ અને ચંદ્રનું રોજ રોજ,

મારે તો સિતારાની જેમ ચમકીને ખરવું છે !


નથી કોઈને પણ ચુભવું કાંટાઓની જેમ મારે,

પ્રિતના પુષ્પનો પમરાટ બનીને ખરવું છે !


શું કરું એક બંધિયાર સરોવર થઈને હું ?

મહોબ્બતનું મુક્ત ઝરણ થઈને પડવું છે !


"પરમ" જીવન સાર્થક કરવા સ્નેહથી હવે,

"પાગલ" થઈને કોઈકની પાછળ મરવું છે !


Rate this content
Log in