Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kiran shah

Tragedy

3  

Kiran shah

Tragedy

હવે

હવે

1 min
189


સ્નેહ ભીની યાદ સાથે લાવ રાધાને હવે,

આવકારો આપશે મીઠો એ કાન્હાને હવે.


રાજ મૂકી દ્વારકાની એ ગલીઓ ઘૂમતી

માધવનું નામ લેતી રોજ મીરાને હવે.


ઊંઘ સાથે એની દોસ્તી યાદ છે, વાર્તા પછી

યાદ રાખી આજ એણે કીધી વીરાને હવે.


ત્યાં બગાસાં આવશે તો સાચવી લેજો જરા,

એ નજરમાં રોષ પાછળ પ્રેમ છે જાણે હવે.


હા ખુદાઈ એટલે શું રોજ જોતાં આંખથી,

દાખલો એનો જ આપ્યો આજ ટોળાને હવે.


ચુંદડીના લાલ રંગે જાત રંગી આખરે,

 છે નવોઢાના જ અરમાનોની ચીતાને હવે.


વારસો સાચો મળ્યો એ સાચવીને રાખજો,

એક શિખામણ બાંધજો, લ્યો ગાંઠ છેડાને હવે.


ટાંકણી પણ જો અડે ત્યારે દર્દની ચીસો હતી,

આગ ચાંપી તોય પીડા કેમ બીછાને હવે?


એ કથામાં રાજકુમારી હતી ભોળી જરા,

એજ તો સરખામણી ત્યાં પાછી તોફાને હવે.



Rate this content
Log in