Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chetan Gondalia

Inspirational

3.9  

Chetan Gondalia

Inspirational

દુર્લક્ષ ન સેવો

દુર્લક્ષ ન સેવો

1 min
157


ઉઠો, દુર્લક્ષ ન સેવો

લાખ્ખો જંતુઓ

ભયંકર રોગ જેવા !

ડંખી રહ્યા છે ભારત દેશને.


બહારના અને અંદરનાં પણ,

હવે ઈલાજનો સમય પાક્યો,

સદીઓથી ખડકાયેલ કચરો -

જનમાનસનો,

સાફ કરી નાંખો.


આ સ્વચ્છતા જરૂરી છે,

ઉભા થવા માટે,

બાધારૂપ પહાડો, મુશ્કેલીઓના,

ઉખેડી નાંખો.


રોગ અને આગ,

ઉગતાં જ ડામવા સારા !

તમારી પાસે અસીમ શક્તિ વિદ્યમાન છે !

દુનિયાની દોટમાં પાછળ શાને ?


જુઓ, હાથમાં રસથાળ લૈ,

ઉભી સમૃદ્ધિ ! એને આવકારો,

અંતરાયોને કચડી નાંખો,

કેમકે

એ સમૃદ્ધિ, તેજસ્વીઓને જ વરે છે.


દેશને અત્યારે એની જ જરૂર છે,

જલ્દી કરો ! ઉઠો. લડો,

દુર્લક્ષ ન સેવો !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational