Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BINAL PATEL

Classics

3  

BINAL PATEL

Classics

મને યાદ છે

મને યાદ છે

1 min
612




હા, મને યાદ છે,,,,,


'કૂકડાની બાંગ સાથે જાગતો ને માં' ની હૂંફમાં સમાતો,

શિયાળે એય ને આરામથી ઉઠતો ને ઉનાળે બસ કેરીના ગોટલા ચૂસતો,


વરસાદની તો શું વાત કરું સાહેબ!

એય ને વરસાદના પાણીમાં આમ છબછબછબ કરતો,


 દોસ્તારોને ભેગા કરી સાંજ પડે ઉનું-ઉનું જામતો,

 મસ્તીમાં મગ્ન ને મિત્રો સાથે નગ્ન થઈને પણ ફરતો,


 કોને બતાવવું હતું સાહેબ?? કોની ચિંતા હતી?

 ક્યાં પૈસા બનાવવા હતા?? ક્યાં કોઈને કઈ બતાવવું હતું?


ક્યાં કોઈ સામે ઠસ્સો પડવો હતો?? 

 બસ જીવવું હતું, કુદવું હતું, રમવું હતું ને બસ મોજમાં રહેવું હતું,

અને આજે?????????


આજ દિ' વહેતા થયા ને રાત કપાતી ગઈ,

શહેરમાં વસતો ગ્યો ને શાણપણમાં સમાતો ગ્યો,


સપના સજાવતો ગ્યો ને બચપણની યાદોને મનમાં વાગોળતો ગ્યો,

ક્યારેક સમય મળે એ જ યાદોને આમ આંખ બંધ કરીને રિવાઇન્ડ કરતો ગ્યો,

બંધ આંખે એ જૂના દિવસો જોતો ગ્યો,

ને,


મનમાં ને મનમાં મલકાતો ગ્યો...

મને યાદ છે એ દિવસો,

મને હજી પણ યાદ છે બધું જ,

હા, 

મને યાદ છે......'




Rate this content
Log in