Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr.Riddhi Mehta

Children Stories Inspirational

3  

Dr.Riddhi Mehta

Children Stories Inspirational

અરમાનોની ઉધારી

અરમાનોની ઉધારી

1 min
337


ઘડી બે ઘડીની પાછી નવરાશ મળી આજે,

જિંદગીને ફરી માળવાની એક આકાંક્ષા મળી,

જ્યાંથી શરૂઆત થઈ હતી સોનેરી સપનાંની,

એ જ બાળપણને ફરી જીવવાની આશા થઈ !


ખિલખિલાટને નિર્દોષતાનાં ભરપૂર વિસામે,

ડગલેને પગલે એ સુંવાળી જાજમ એક મળતી,

એ સપનાંઓને બાળપણની મીઠી રખેવાળી,

બાળપણ ગયુંને યુવાન બનવાની તાલાવેલી થઈ !


હજારો આશાઓને મુઠ્ઠીમાં કેદ કરી છે હૈયે,

ઝગારા મારતાં એ તેજે જીવનનૈયાને ‌હંકારતી,

કાંટાળી કેડીઓનાં પથની ફિતરત છે અનેરી,

બસ આ ચાંદને ચૂમવાની હવે ધૂન સવાર થઈ !


વિસારે પડવાં લાગ્યું દિલ ઉછીનાં શ્વાસોને કેડે,

હૈયે હામ ધરીને સ્પંદનોને હું સદાય ઝીલતી,

જોતજોતાંમાં યુવાની સ્ફુરણા અર્પે હુંફાળી,

ખબર ન પડીને વનમાં પ્રવેશ્યાંની અનૂભૂતિ થઈ !


કેટલાંય અરમાનોની ઉધારીને રાખી મેં સાથે,

સંધ્યા ઢળવાની એ ભાત હોય કામણગારી,

હૈયાને હજું યુવાન રહેવાની આદત પુરાણી,

મોતને મહોત્સવ જેમ સજવાની અભ્યર્થના થઈ !


Rate this content
Log in