Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Rajesh Hingu

Tragedy Drama

5.0  

Rajesh Hingu

Tragedy Drama

શ્રાવણની ભ્રાંતભક્તિ

શ્રાવણની ભ્રાંતભક્તિ

1 min
396


આખ્ખો શ્રાવણ ધૂન ચાલે ॐ નમઃ શિવાય;

સોમરસનાં નામે પછી તો ભાંગ જ ભાંગ પીવાય.


સોમવારે ઉપવાસ ભલે નકોરડો કહેવાય;

એકટાણામાં આખેઆખી ફળબજાર ઠલવાય.


મંદિર બહાર ભૂખ્યા બાળક ટળવળતા દેખાય;

અંદર જો ને શિવલિંગ પર દૂધની ધારો થાય.


વદ આઠમના તહેવારે તો ઘર આખું હરખાય;

નાના મોટા સાગમટે સૌ જુગાર રમવા જાય.

 

મહિનો આખો ભ્રાંત-ભક્તિના બૂમ બરાડા થાય;

જોઈને આવા ખેલ ભક્તોના, ઈશ્વર પણ મુંઝાય.


Rate this content
Log in