Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vrajlal Sapovadia

Others

3  

Vrajlal Sapovadia

Others

નદીના તહેવાર

નદીના તહેવાર

1 min
444


ખિન્ન હૃદયે પિતા પર્વતે વળાવી,

નિજ સુતાને શીખ આપી

સુખેથી જા તુજ પથ ને,

પધારજે ફરી સાગર ખારાશ કાપી,


આવજે ક્ષમાધર વ્રત કરવા,

જરૂરથી આવતી અષાઢી બીજ,

એમ કહી ચાલી તટિની તટ પર,

સમંદર પામવા ગતિ વીજ,


તરુ પુષ્પના શીર હર્ષથી,

ઓવારણા લઈ જળ સંત્રુપ્ત કીધા,

વાડી ખેતરે ઊડતા વિહંગ,

અને માનવીએ નદી નીર પીધા,


જઈ પહોંચી ધીર ગંભીર રેલાતી,

વિલિન થઈ પેટાળ અબ્ધિ,

સાગરમાં ગાગર ઠાલવી,

મીઠા જળથી ઉસ નાશ ઉપલબ્ધિ,


પહોંચવા પિત્રુગ્રુહ જલધર પર,

સવાર થઈ વળતા વાટ પકડી,

જોઈ ભીમ એકાદશીએ સુતાને,

આવતા ડુંગરે વહાલથી જકડી,


ગૌરી વ્રત દિલથી કરી બહેને,

બળેવે ભાઈને હેતે બાંધી રાખડી,

શ્રાવણી આઠમે ક્રુષ્ણ જન્મ મનાવવા,

નાચી પાય પહેરી ચાખડી,


મોદક પ્રસાદ લઈ ગણેશ ચોથે,

વળતા પથ જવા શ્રી ગણેશ કર્યા,

શ્રાદ્ધ પરવારી પિતૃના તટ પર,

લોક સંગ માતા ગાય ગરબે ફર્યા,


દીવડા પ્રગટાવી દિવાળીના,

ને નગરમાંજ મકરસંક્રાંતિ ઉજવી,

રંગે રમ્યા હોળી ખેડૂત સંગ,

ને અક્ષય તૃતીયા પ્રસ્વેદથી ભીંજવી, 


જઈ પહોંચી ફરી ધીર ગંભીર રેલાતી,

વિલિન થઈ ગઈ રત્નાકર,

સ્વપ્ન જોતી બિંદુ બાંધીશ,

જઈ શૃંગ નવા અવતારે રક્ષા ભ્રાતૃ કર.


Rate this content
Log in