Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Arjun Gadhiya

Drama

3  

Arjun Gadhiya

Drama

હિંદનો વડલો

હિંદનો વડલો

1 min
406


વાયરા ભલે વાય પશ્ચિમી રે લોલ…

પણ નહિં ડગે; વડલા હિંદના રે…  વાયરા૦…


વડલા વાવ્યાં ઋષિ-દેવો એ રે લોલ,

જતન કર્યાં, સંત-મુનિઓ એ રે…  વાયરા૦…


વડલાના મૂળ વેદ-પુરાણ રે લોલ,

ફેલાયા છે; આખાય જગમાં રે…  વાયરા૦…


વડલાની લાંબી ઘણી વડવાયુ રે લોલ,

ત્યાં હિંચકે છે, ધર્મનાં સાર રે…  વાયરા૦…


વડલામાં માન-મર્યાદાના ટેટા રે લોલ,

ચાખે એનો; થાય બેડો પાર રે…  વાયરા૦…


વડલાના પાને-પાને કથાયું રે લોલ,

શૂરતા ને; સંસ્કારની વાતો રે…  વાયરા૦…


વડલાનાય એક દિ' વાશે વાયરા રે લોલ,

ઉડી જાશે, આથમણા રાન રે…  વાયરા૦…


વડલાને વળગી બેઠો 'અર્જુનીયો' રે લોલ,

વળગી રે'જો; તમેય યુવાન રે…  વાયરા૦…


Rate this content
Log in