પિતા
પિતા
સંતાનો માટે સહેતા હોય છે, દુનિયાભરનો તાપ,
સંતાનોના સુખ માટે, કેટ કેટલાય વેઠે સંતાપ,
દિવસ રાત એક કરીને, કરે છે એ સખત મહેનત,
સંતાનોની પ્રગતિમાં હોય છે, પિતાનો પ્રતાપ,
ગમે તેટલું દુઃખ ઝીલી લે, રોતા નથી ક્યારેય,
પિતા જાળવે છે હંમેશા મર્દ તરીકેની છાપ,
જીવનભર તો હોય છે, હોય છે જીવન બાદ પણ,
પિતાના પ્યારનો હોય છે, એટલો અસીમ વ્યાપ,
લાગણીને આપે માન, લાગણીવેડા પોષાય નહી એને,
પિતાના પ્યારની માપણીમાં, હંમેશા ખવાઇ જાય છે થાપ.