Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaimee Oza

Abstract

1.6  

Shaimee Oza

Abstract

ગામ

ગામ

1 min
1.5K



સવારે મંદિરના ઘંટારવ ગુંજે,

લોકો ઉઠી જાય એવું મારું ગામ મજાનું,


કુદરત નો માણસ સાથે મેળાપ,

એવું મારુ ગામ મજાનું,


દૂધ ની શેરો,જે પવાલીમાં પડતા,

જે સાદ સુનાય,

એવું મારું ગામડુ મજાનું,


એક ભાઈ ના આંસુ એ 

શોક માતમ થાય,દુઃખે 

દુઃખી હરખે આનંદ ઉલ્લાસ થાય,

એવું મારું ગામ મજાનું,


કુદરત ના ખોળે રમવાનો,

પોઢવાનો લાવો, તહેવાર,

પ્રસંગે નાચગાને ઝુમવાનો ,

પરમાનંદ થાય,

એવું મારું ગામ મજાનું,


પાણી ભરતી પનિહારી,

ગાયો ચરાવતા ગોવાળ,

દૂધ ની સેરો નો અવાજ,

જેવા મધૂર દ્રશ્યો નિહારાય,

એવું મારું ગામ મજાનું,


ઘમ્મર વલોણાથી ઘર ગુંજી ઉઠે,

કઢીયેલ દુધની મજા આનંદે લુુંટાય,

એવું મારું ગામ મજાનું,


માયાળુ,ભોળા લોકોના 

પ્રેમાળ ભર્યા શબ્દો કાને ગુંજે સદાય,

એવું મારું ગામ મજાનું,


ભીની માટી ની સોડમ,

જયાં ઘરતી પોતાના વાલમ,

મેઘ ની યાદે શણગાર સજે,

જે માટીની ખુશ્બુને લોકોની

માયા પ્રેમ કરતાં ને સંબંધ ની 

કિંમત સમજાવે પ્રેમે,

એવું મારું ગામ મજાનું !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract