યથાર્થ ગીતા -૨૪-૨૫
યથાર્થ ગીતા -૨૪-૨૫


संजय उवाचः-
ऐवमुक्तो ह्यषीकेशो गुडाकेशेन भारत।
सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा राथोत्तमम।।२४।।
भीष्मद्रोणप्रमुखतः: सर्वेषां च महीक्षिताम्।
उवाच पार्थ पश्यैतान्समवेतान्कुरूनिति।।२५।
અનુવાદ-સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું:કે ધૃતરાષ્ટ્ર અર્જુને આ પ્રમાણે કહેતાં ભગવાન શ્રી કૃષ્ણએ તે ઉત્તમ રથને બન્ને સેનાઓની વચ્ચે અને ભીષ્મ, દ્રોણ તથા બધા રાજાઓની સામે ઉભો રાખી બોલ્યા:હે પાર્થ! આ એકઠા મળેલા કૌરવોને તું જો.
સમજ- સંજય બોલ્યો_અર્જુન જ્યારે શ્રીકૃષ્ણને આ પ્રમાણે કહ્યું ત્યારે હૃદયના જ્ઞાતા શ્રીકૃષ્ણએ બંને સેનાઓ વચ્ચે ભીષ્મ, દ્રોણ અને महिक्षिताम શરીરરૂપી પૃથ્વી પર અધિકાર ધરાવતા તમામ રાજાઓની વચ્ચે ઉત્તમ રથને ઊભો રાખ્યો અને કહ્યું કે, હે પાર્થ, ત્યાં ભેગા મળેલા કૌરવોને જો. આ ઉત્તમ રથ સોના ચાંદીનો નથી. સંસારમાં ઉત્તમની વ્યાખ્યા નશ્વર શરીર પ્રતિ અનુકૂળતા પ્રતિકૂળતા દ્વારા કરાય છે. આ પરિભાષા અપૂર્ણ છે. જે આપણા આત્મા, આપણા સ્વરૂપને સદૈવ સાથ આપે તે જ ઉત્તમ છે. જેની પાછળ અનુત્તમ મલિનતા ન હોય.
ક્રમશ: