યથાર્થ ગીતા ૨-૧૫
યથાર્થ ગીતા ૨-૧૫
यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ।
समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते।।१५।।
અનુવાદ- હે પુરુષશ્રેષ્ઠ!સુખ અને દુઃખને સમાન માનનારા જે ધીરજ વાળા પુરુષને (ઇન્દ્રિયોના વિષયો) વ્યાકુળ કરતા નથી અને તે જ અમરતા(પરમાત્માની પ્રાપ્તિ) મેળવવાને સમર્થ થાય છે.
સમજ કારણ કે પુરુશ્રેષ્ઠ! સુખ દુઃખને સમાન સમાજનારા જે ધીર પુરુષને વિષયો અને ઇન્દ્રિયોનો સંબંધ વ્યથીત નથી કરી શકતો, તે મૃત્યુથી પર અમૃત તત્વની પ્રાપ્તિ માટે યોગ્ય થઈ જાય છે. અહીં શ્રી કૃષ્ણ એક ઉપલબ્ધિ અમૃતની ચર્ચા કરી. અર્જુન વિચારતો હતો કે યુદ્ધના પરિણામ સ્વરૂપે સ્વર્ગ મળશે અથવા પૃથ્વી: પરંતુ શ્રીકૃષ્ણ કહે છે-કે ન સ્વર્ગ મળશે, ન પૃથ્વી, પરંતુ અમૃત મળશે. અમૃત શું છે?
ક્રમશ: