Rahul Makwana

Fantasy Thriller

4  

Rahul Makwana

Fantasy Thriller

યોગ - વિયોગ

યોગ - વિયોગ

11 mins
406


(રહસ્યમય ઘટનામાંથી આબાદ બેચેલાં પરિવારની વાર્તા)


આપણો ભારતદેશ હજારો વર્ષોથી પોતાનાં પેટાળમાં અસંખ્ય રહસ્યો દબાવીને બેસેલ છે, આપણાં દેશ જેટલો વિશાળ છે, એથી પણ વધુ તેનો ભવ્ય ધાર્મિક, ઇતિહાસિક અને પ્રાચીન ઇતિહાસ છે. એક પુસ્તકમાં લખેલ છે કે, "ઈતિહાસ ફરી પોતાને બેશક દોહરાવે છે." આજે પણ આપણને ઘણી ઐતિહાસિક વસ્તુઓ મળી આવે છે, જે તેનાં ભવ્ય ભૂતકાળની ચાડીઓ ખાતી જોય છે, જે વસ્તુઓ તેનાં ભવ્ય ભૂતકાળ અને વારસા વિશે આપણને ઝાંખી કરાવતી હોય છે. જેનાં માટે કુદરત કે ઈશ્વર આપણી દુનિયા, આપણાં દેશ, આપણાં રાજ્ય, આપણાં શહેર કે પછી આપણાં ગામમાંથી જ કોઈ વ્યક્તિની પસંદગી કરતી હોય છે.

ભાર્ગવ એ બ્રાહ્મણ પરિવારમાં જન્મ લીધો હોવાથી, ભારતીય સંસ્કૃતિ, ભારતીય વારસો, ભારતીય પરંપરાઓ ભારતીય રીતિ રિવાજો, ભારતીય ધર્મો વગેરેનું જ્ઞાન તેને તેનાં પિતા ભદ્રેશ ભાઈ પાસેથી વારસામાં મળ્યું હતું. જ્યારે પાડોશીનાં અંગ્રેજી મીડિયમમાં ભણતા સંતાનો "એ ફોર એપલ, બી ફોર બોલ, સી ફોર કેટ...ટ્વીનકલ ટ્વીનકલ લિટલ સ્ટાર" ગાઈ રહ્યાં રહ્યાં હતાં હતાં, ત્યારે ભાર્ગવ “कराग्रे वसति लक्ष्मीः, कर मध्ये सरस्वती।करमूले तू ब्रह्मा, प्रभाते कर दर्शनम्‌‌।।"  - શ્લોક બોલી પોતાનાં દિવસની શરૂઆત કરતો હતો. આમ ભાર્ગવ એ નાનપણથી જ સંસ્કારી, સુશીલ, હોશિયાર, વિનમ્ર, તેજસ્વી હતો, એક તરફ ધીમે ધીમે દિવસો, અઠવાડિયાઓ, મહિનાઓ અને વર્ષો વીતવા લાગ્યાં, તો બીજી તરફ સાગર પણ ધીમે ધીમે પોતાનું પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ પૂર્ણ કરીને ગ્રેજ્યુએટ થવાં જઇ રહ્યો હતો. 

આમ અત્યાર સુધી ભાર્ગવનું જીવન એકદમ શાંતિપૂર્ણ અને વણવિઘ્ને પસાર થઈ રહ્યું હતું, પરંતુ ભાર્ગવ એ બાબતથી તદ્દન અજાણ જ હતો કે તેનાં જીવનમાં હાલ જે શાંતિ પ્રસરેલી છે, તે તેનાં જીવનમાં આવનાર ભયંકર તોફાન પહેલાની છે. જે ભાર્ગવનાં જીવનને ઉતલપાથલ કરી દેશે જેનાં વિશે ભાર્ગવે સપનામાં પણ નહીં વિચારેલ હોય.

સમય : બપોરનાં બે કલાક.

સ્થળ : બસ સ્ટેશન રોડ. 

કોલેજમાં દિવાળી વેકેશન હોવાથી ભાર્ગવ પોતાનાં ઘરે જવાં માટે કોલેજેથી પોતાનો સામાન લઈને રિક્ષામાં બસસ્ટેશન સુધી આવી પહોંચેલ હતો. રીક્ષા ડ્રાઇવર બસ સ્ટેશનથી થોડે દુર રીક્ષા ઉભી રાખે છે અને ભાર્ગવની સામે જોઇને બોલે છે કે, 

"સાહેબ ! આવી ગયું...બસ સ્ટેશન ! ત્યાં ટ્રાફિક હોવાને લીધે તમારે અહીં જ ઉતરવું પડશે. આમેય ત્યાં વન વે છે !" રીક્ષાચાલક ભાર્ગવને વિનંતી કરતાં જણાવે છે.

"ઓકે કાંઈ વાંધો નહીં. કેટલું ભાડું થયું..?" રીક્ષામાંથી ઉતરી પોતાનાં ખભે બેગ લટકાવતાં લટકવતાં ભાર્ગવ રીક્ષાચાલકને પૂછે છે.

"જી સાહેબ 30 રૂપિયા !" રીક્ષાચાલક રીક્ષામાં લગાવેલ મીટર પર નજર દોડાવતાં બોલે છે.

"આ..લો...તમારા 30 રૂપિયા…!" ભાર્ગવ રીક્ષાચાલકને ભાડું ચુકવતા બોલે છે.

"આભાર ! સાહેબ !" રીક્ષાચાલક પોતાની રીક્ષા શરૂ કરતાં કરતાં બોલે છે.

જ્યારે આ બાજુ ભાર્ગવ હાલ જ્યાં ઉભેલ હતો, ત્યાંથી બસ સ્ટેશન લગભગ 1ખાસું દૂર હોવાથી બસસ્ટેશન તરફ જતાં રસ્તા તરફ પોતાનાં પગલાં માંડે છે. ભાર્ગવ માંડ બસો મીટર જેટલું ચાલ્યો હશે, ત્યાં જ તેનાં પગ એકાએક થંભી જાય છે, કારણ કે તેની આંખોમાં કોઈ જગ્યાએથી તીવ્ર પ્રકાશનાં કિરણો રિફ્લેટ થઈને ભાર્ગવની આંખને આંઝી રહ્યાં હતાં. આથી ભાર્ગવ ઉત્સુકતાવશ એ તીવ્ર પ્રકાશની દિશામાં આગળ વધે છે. ત્યારબાદ તેને ખ્યાલ આવે છે કે હાલ પોતે જે તીવ્ર રોશનીથી અંઝાય રહ્યો હતો, તે રોશની કોઈ પૌરાણિક ઘડિયાળનાં કાચમાંથી તેની આંખોમાં પડી રહી હતી.

આથી ભાર્ગવ તે ઘડિયાળની દિશામાં કુતૂહલતા સાથે આગળ વધે છે, ત્યાં જઈને જોવે છે તો કોઈ ગરીબ માણસ કે જેનું નામ રાઘવ હતું તે રોડનાં કિનારે ફૂટપાથ પર આવી બધી જૂની, પૌરાણિક એન્ટિક વસ્તુઓ વહેંચી રહ્યો હતો. આ ઘડિયાળ જોઈને ભાર્ગવ ખૂબ જ પ્રભાવિત થયો, તે કોઈપણ કિંમતી આ ઘડિયાળ વસાવવા માંગતો હતો. "જો આ ઘડિયાળ મારા ઘરનાં હોલમાં ટાંગવામાં આવે તો મારા ઘરનો હોલ કોઈ રાજા મહારાજાનાં મહેલ કે દિવાનખંડ માફક દીપી ઉઠશે." આ વિચાર આવવાની સાથે જ ભાર્ગવ રાઘવની સામે જોઇને પૂછે છે.

"આ ઘડિયાળની શું કિંમત છે ?" 

"જી ! એ ઘડિયાળની કિંમત છે 900 રૂપિયા !" રાઘવ ભાર્ગવની સામે જોઇને જણાવતાં બોલે છે.

"જો હું માર્કેટમાં કે મોલમાં કોઈ સાદી દીવાલ ઘડિયાળ પણ લેવાં જઈશ તો તે ઓછામાં ઓછી 500 રૂપિયાની આસપાસ તો આવશે જ, જો મને 900 રૂપિયામાં આટલી સારી, પૌરાણિક અને કિંમતી ઘડિયાળ મળતી હોય તો, મારા હાથમાં આવેલી આ તક હું કેવી રીતે જતી કરી શકુ ?" આ વિચાર આવતાંની સાથે જ ભાર્ગવ રાઘવની સામે જોઇને બોલે છે.

"સારું ! આ...લ્યો...900 રૂપિયા અને મને એ ઘડિયાળ આપી દો..!" રાઘવનાં હાથમાં 900 રૂપિયા આપતાં ભાર્ગવ બોલે છે.

"પણ...સાહેબ…! આ ઘડિયાળ…!" રાઘવ થોડું ખચકાતા ગંભીર અવાજે ભાર્ગવની સામે જોઈને બોલે છે.

"પણ...શું રાઘવભાઈ ?" ભાર્ગવ હેરાનીભર્યા અવાજે રાઘવની તરફ જોઈને પૂછે છે.

"સાહેબ ! એક તો આ ઘડિયાળ વર્ષોથી આવી રીતે બંધ હાલતમાં છે…અને બીજું કે….!" રાઘવ પોતાની મૂળ વાત પર આવતાં જાણે ભાર્ગવને કોઈ રહસ્ય જણાવી રહ્યો હોય તેવી રીતે ગંભીર અવાજમાં બોલે છે.

"રાઘવભાઈ બીજી શું વાત ?" રાઘવને અધવચ્ચે જ અટકાવતાં ભાર્ગવ પૂછે છે.

"સાહેબ ! હું માનુ ત્યાં સુધી આ ઘડિયાળનું 200 વર્ષ પહેલાં રાજા ભાવસિંહ દ્વારા કરવામાં આવેલ હતું, અને આ ઘડિયાળ રાજા ભાવસિંહે પોતાનાં દરબારની શોભા વધારવામાં માટે દરબાર કક્ષમાં લટકાવેલ હતી, દેશ વિદેશથી લોકો રાજા ભાવસિંહનાં દરબારમાં રહેલ ઘડિયાળ જિજ્ઞાશા સાથે નિહાળવા માટે આવતાં હતાં, પરંતુ આ ઘડિયાળ બનાવડાવ્યાનાં બીજા જ વર્ષે રાજા ભાવસિંહનું કોઈ અગમ્ય કારણોસર મૃત્યુ થઈ ગયું હોવાથી તેમનાં સંતાનોએ આ ઘડિયાળ કોઈ નગરજનને આપી હતી, આમ આ ઘડિયાળ અપશુકનિયાળ છે, એવું બધાં કહી રહ્યાં છે. આ ઘડિયાળ મારી પાસે છેલ્લાં 10 વર્ષથી છે, જે વેંચાતી જ નથી, આથી મને પણ એવું લાગે છે." આ ઘડિયાળ સાથે રહેલ રહસ્ય ઉજાગર કરતાં રાધવ જણાવે છે.

"એવું કંઈ નાં હોય, એ બધી માત્ર ખોટી માન્યતાઓ અને અંધશ્રદ્ધા સિવાય બીજું કાંઈ નથી..!" ભાર્ગવ રાઘવની વાતને અવગણતાં બોલે છે.

"જી ! સાહેબ મારી ફરજ હતી તમને જણાવવાની તો મારે તમને જણાવાવું જરૂરી હતું, બાકી માનવું ના માનવું એ તમારા પર આધાર રાખે છે." રાઘવ ભાર્ગવને ઘડિયાળ આપતાં આપતાં જણાવે છે.

જ્યારે આ બાજુ ભાર્ગવ ઘડિયાળ લઈને બસસ્ટેશનમાં પ્રવેશી પોતાનાં ગામે જતી બસમાં બેસી જાય છે. ભાર્ગવ આખા રસ્તામાં આ ઘડિયાળ વિશે જ વિચારો કરી રહ્યો હતો. તેનાં મનમાં એક કુતૂહલતા, જિજ્ઞાશા અને આતુરતા હતી, કે ક્યારે પોતે ઘરે પહોંચે અને આ ઘડિયાળ સરખી કરે...આવા વિચારોમાં જ ભાર્ગવ પોતાનાં ગામનાં બસસ્ટેશને પહોંચી જાય છે, અને ત્યાંથી પોતાનાં ઘરે આવી પહોંચે છે.

સમય : સાંજનાં 8 કલાક.

સ્થળ : ભાર્ગવનું ઘર.

ભાર્ગવ પોતાનાં રૂમમાં રહેલ ટેબલ પાસે રહેલ ખુરશી પર બેસીને પેલી પૌરાણિક ઘડિયાળનું ધ્યાનપૂર્વક અવલોકન કરી રહ્યો હતો, આ ઘડિયાળ પ્રાચીન કે પૌરાણિક સમયમાં આપણાં કારીગરો કેટલાં કુશળ હતાં તે દર્શાવી રહી હતી. આ ઘડિયાળમાં પાક્કા કુદરતી રંગે અંકો લખેલાં હતાં, આ ઘડિયાળમાં રહેલ લોલક મિશ્ર ધાતુમાંથી બનાવેલ હતો, ઘડિયાળમાં લોખંડ પર કરવામાં આવેલ બારીક નક્ષી કામ કલાકૃતિનું બેનમૂન ઉદાહરણ હતું. આ ઘડિયાળમાં કરેલાં નક્ષી કામમાં બરાબર વચ્ચે ત્રણ પાંખડી વાળું એક કમળ દોરેલ હતું.

આમ આ ઘડિયાળની લાક્ષણિકતાથી પ્રભાવિત થતાં કે પ્રેરાયને ભાર્ગવ આ ઘડિયાળ રીપેર કરવાનનું મનોમન નક્કી કારણે આ ઘડિયાળ રીપેર કરવામાં વ્યસ્ત બની જાય છે. એવામાં તેનાં નસીબ ગણો તો નસીબ કે બદનસીબ ગણો તો બદનસીબ એકાએક તે ઘડિયાળમાં ડંકો વાગે છે, આ જોઈ ભાર્ગવનાં ચહેરા પર એક અલગ જ પ્રકારનાં આનંદ અને ખુશીઓની લકીરો ઉપસી આવે છે. આ જોઈ ભાર્ગવની ખુશીઓનો કોઈ જ પાર રહેતો નથી. બરબર એ જ સમયે ભાર્ગવની બહેન સોનલ ભાર્ગવને જમવા માટે બોલાવવા માટે ભાર્ગવ હાલ જે રૂમમાં બેસેલ હતો ત્યાં આવી પહોંચે છે.

"ભયલું ! ચાલ જમવા...જમવાનું બની ગયું છે. બધાં તારી રાહ જોઈ રહ્યાં છે." સોનલ ભાર્ગવની સામે જોઇને પૂછે છે.

"સારું ! હું પાંચ જ મિનિટમાં નીચે જમવા માટે આવું છું." ભાર્ગવ ઘડિયાળના કાંટા ફેરવતાં ફેરવતાં બોલે છે.

ત્યારબાદ સોનલ જમવા માટે નીચે જતી રહે છે, જ્યારે આ બાજુ ભાર્ગવ ઘડિયાળમાં રહેલ મિનિટ કાંટો પાંચ મિનીટ પાછો એટલે કે એન્ટીક્લોક વાઇઝ ફરવે છે. જેવો ભાર્ગવ મિનિટ કાંટો પાંચ મિનિટ પાછો ફેરવે છે એ સાથે જ તેનાં કાને સોનલનો અવાજ સંભળાય છે.

"ભયલું ! ચાલ જમવા...જમવાનું બની ગયું છે...બધાં તારી રાહ જોઈ રહ્યાં છે."

"અરે સોનલ મે તને એકવાર કહ્યું તો ખરા કે તમે જમવાનું શરૂ કરી દો...હું પાંચ મિનિટમાં આવું છું.

"ભયલું તે મને ક્યારે આવું કહ્યું…હું તો તને હાલ પહેલી વાર જ જમવા માટે બોલાવવા આવી છું." સોનલ એકદમ નિખાલસતા સાથે ભાર્ગવને જણાવતાં બોલે છે.

"તો તું આ પહેલાં મને જમવા માટે બોલાવવા નથી આવી એમ..?" ભાર્ગવ ખાતરી કરતાં સોનલની સામે જોઇને પૂછે છે.

"હા ! ભયલું તારા સમ ખાઈને કહું છું કે હું તને આ પહેલાં બોલાવવા જ નથી આવી." સોનલ ભાર્ગવને વાસ્તવિક્તા જણાવતાં બોલે છે.

"સારું ! ચાલ તું પહોંચ હું આવ્યો..!" ભાર્ગવ સોનલને જણાવતાં બોલે છે.

ભાર્ગવ એ બાબત ખૂબ જ સારી રીતે જાણતો હતો કે સોનલ ક્યારેય મારા ખોટા સમ ના ખાય...તો પછી પાંચ મિનિટ પહેલાં મને કોણ જમવા માટે બોલાવવા આવ્યું હશે ? જો તે સોનલ નહોતી તો પછી કોણ હશે ? આવા વિચારો હાલ ભાર્ગવને વધુને વધુ વ્યાકુળ બનાવી રહ્યાં હતાં. હાલ પોતાની સાથે શું ઘટી રહ્યું હતું તે ભાર્ગવની સમજમાં નહોતું આવી રહ્યું. લાંબુ વિચાર્યા બાદ ભાર્ગવ કંટાળીને જમવા માટે નીચે જાય છે. 

ભાર્ગવ જમ્યા બાદ પોતાની સાથે હાલ જે કંઈ અવિશ્વસનીય અને રહસ્યમય ઘટનાં ઘટી રહી હતી તેનાં મૂળ સુધી પહોંચવા તરત જ પોતાનાં રૂમમાં પરત ફરે છે. અને ફરી પાછો એ ઘડિયાળનાં કાંટા ફરેવે છે, આ વખતે ભાર્ગવ મિનિટ કાંટો પાંચ મિનિટ આગળ ફેરવે છે, જેવો કાંટો પાંચ મિનિટ આગળ ફેરવે છે, એ સાથે જ ભાર્ગવનાં કાને તેનાં પિતા ભદ્રેશભાઈનો અવાજ સંભળાય છે.

"બેટા ! તે મને કહ્યું હતું ને કે તમે પાંચ મિનિટ પછી મારા રૂમમાં આવજો હું તમારા ચશ્મા રીપેર કરી આપીશ...તો રીપેર કરી આપને..!"

"પપ્પા ! પણ મેં તમને પાંચ મિનિટ પછીનું કહ્યું હતું, હું રૂમમાં આવ્યો એની પણ હજુ માંડ બે મિનિટ થઈ હશે." ભાર્ગવ હેરાનીભર્યા અવાજે ભદ્રેશભાઈ સામે જોઇને બોલે છે.

"બેટા ! તું તારા રૂમમાં આવ્યો તેની હાલ દસ મિનિટ ક્યારની થઈ ગઈ છે." ભદ્રેશભાઈ પોતાનાં હાથ પર રહેલ કાંડા ઘડિયાળ તરફ ઈશારો કરતાં કરતાં ભાર્ગવને જણાવે છે.

ભદ્રેશભાઈની વાત સાંભળ્યા બાદ ભાર્ગવના અચરજનો કોઈ જ પાર નથી રહેતો, થોડીવાર પહલાં સોનલ સાથે જે ઘટના બની એ અને હાલ તેનાં પિતા સાથે જે વાતચીત થઈ તેનાં આધારે ભાર્ગવને એટલો તો ખ્યાલ આવી જ ગયો હતો, કે હાલ તેની સાથે કોઈને કોઈ અવિશ્વસનીય અને રહસ્યમય ઘટનાં ઘટી રહી હતી, જે ઘટનાંઓ આ ઘડિયાળ ચાલુ થઈ એ પછી જ ઘટેલ છે. માટે આ બંને ઘટનો પાછળ કદાચ આ પૌરાણિક ઘડિયાળ જ હશે એ વાત પર ભાર્ગવને દ્રઢ વિશ્વાસ આવી ગયો હતો, જ્યારે આ બંને ઘટના વચ્ચે ફરક માત્ર એટલો જ હતો કે એક ઘટનાં પાંચ મિનિટ અગાવની ઘટી હતી, જ્યારે બીજી ઘટના ભવિષ્યની એટલે કે પાંચ મિનિટ પછીને ઘટનાં ઘટી હતી. 

ભાર્ગવ જ્યારે આ વિશે વિચારી રહ્યો હતો, બરાબર એ જ સમયે એકાએક તેનું ધ્યાન ઘડિયાળ પર કરેલ નક્ષી કામ પર પડે છે, એ જોતાંની સાથે જ ભાર્ગવની આંખો નવાઈ અને હેરાનીને લીધે એકદમ પહોળી થઇ જાય છે, કારણ કે નક્ષી કામની બરાબર રહેલ "ત્રણ પાંખડી વાળા કમળમાં" હાલ એક જ પાંખડી બચેલ હતી, આથી ભાર્ગવને એટલો તો ખ્યાલ આવી જ ગયો હતો જે આ ઘડિયાળ જરૂર કોઈ રહસ્યમય છે કે જેનાં આધારે તેણે પાંચ મિનિટનું ટાઈમ ટ્રાવેલિંગ કરેલ હોય તેવી અનુભૂતિ થઈ રહી હતી, અને હાલ ભાર્ગવે જણાતાં અજાણતાં બે વખત ટાઈમ ટ્રાવેલિંગ કરવાથી કમળમાં રહેલ બે પાંખડીઓ ખરી ગઈ જેનો સ્પષ્ટ અર્થ એ હતો કે હવે તે આ ઘડિયાળથી માત્ર એક જ વાર ટાઈમ ટ્રાવેલિંગ કરી શકશે.

ત્યારબાદ ભાર્ગવ હાલ પોતાની સાથે જે રહસ્યમય, અવિશ્વનિય અને વિચિત્ર ઘટનાઓ ઘટી રહી હતી તેનાં વિશે તેનાં પિતા ભદ્રેશભાઈને વિગતવાર જનાવે છે, ભાર્ગવે જણાવેલ બધી બાબતો એકદમ શાંત ચિત્તે સાંભળ્યા બાદ લાંબો વિચાર કર્યા બાદ ભદ્રેશભાઈ ભાર્ગવની સામે જોઇને બોલે છે.

"બેટા ! આવી પૌરાણિક વસ્તુઓ આપણે જ્યારે આપણી સાથે લઈ આવી એ છીએ ત્યારે આપણે માત્ર એ પૌરાણિક વસ્તુઓ જ આપણી સાથે નથી લઈ આવતાં પરંતુ એ પૌરાણિક વસ્તુ સાથે જોડાયેલ ખરાબ અને ભયાનક ભૂતકાળ પણ આપણે એ પૌરાણિક વસ્તુઓ સાથે લઈ આવતાં હોઈએ છીએ...માટે તને મારી એક જ વિનંતી છે કે તું કે આપણો પરિવાર કોઈ મોટી મુસીબતમાં ફસીએ એ પહેલાં આ ઘડિયાળ ફેંકી આવ અથવા કોઈ ભંગારનાં ડેલે આપી આવ." પોતાનો વર્ષો જૂનો અનુભવનાં નિચોડનાં આધારે લાંબુ વિચાર્યા બાદ ભદ્રેશભાઈ ભાર્ગવને જણાવતાં બોલે છે.

"હા ! પપ્પા હવે મને પણ એવું લાગી રહ્યું છે કે મે જણાતાં કે અજાણતાં જ કોઈ નવી મુસીબત મારા માથે લઈ લીધી હોય, હું અત્યારે જ આ ઘડિયાળને આપણાં ગામમાં આવેલ ભંગારના ડેલે આપી આવું છું." ભદ્રેશભાઈની વાત સાથે સહમત થતાં ભાર્ગવ બોલે છે.

બરાબર એ જ સમયે તે બંને ના કાને "રસીલાબેન" કે જે ભાર્ગવના મમ્મી અને ભદ્રેશભાઈના પત્ની હતાં, તેની એક દર્દનાક ચીસ સંભળાય છે. આ સાંભળી ભાર્ગવ અને ભદ્રેશભાઈ એકદમ ઝડપથી રસોડા તરફ દોટ મૂકે છે. રસોડામાં પહોંચતાની સાથે તે જુએ છે કે રસોડામાં રહેલ પગલૂછણીયુ ભીનું થયેલ હોવાથી રસિલાબેનનો પગ લપસ્યો હતો, અને રસિલાબેન જમીનદોસ્ત હાલતમાં રસોડામાં પડેલ હતાં, અસહ્ય પીડા અને દુઃખને લીધે તેઓ કણસી રહ્યાં હતાં, આંખીમાં આંસુ હતાં. આ જોઈ સોનલ, ભદ્રેશભાઈ અને ભાર્ગવ દોડાદોડી કરવા લાગે છે. શું કરવું એ કોઈને કાંઈ સમજાય નહોતું રહ્યું, એવામાં જાણે ભાર્ગવનાં મનમાં કોઈ વિચાર ઝબકયો હોય તેવી રીતે ખુશ થતાં બોલે છે.

"પપ્પા ! હું ઉપર મારા રૂમમાં જઈને મારા મોબાઈલ ફોનમાંથી ઝડપથી 108 પર કોલ કરીને આવું છું." આટલું બોલી ભાર્ગવ ઝડપથી પોતાનાં રૂમમાં જઈ સીધો પેલી ઘડિયાળ પાસે જઈ ઘડિયાળ પાંચ મિનિટ પાછળ કરે છે અને ફરી પાછો રસોડામાં આવે છે. જેવો ભાર્ગવ રસોડા પાસે આવે છે તો બધું પહેલાની માફક જાણે કાંઈ જ બન્યું જ ના હોય તેમ એકદમ નોર્મલ બની જાય છે. આ જોઈ ભાર્ગવ મનોમન ખૂબ જ થઈ જાય છે કારણ કે તેની યુક્તિ કામ કરી ગઈ હતી. આથી ભાર્ગવ એકપણ ક્ષણ વ્યર્થ કર્યા વગર રસોડાના રહેલ પેલું ભીનું પગલૂછણીયું ઉઠાવી બાથરૂમમાં મૂકી આવે છે. બરાબર એ જ વખતે ભદ્રેશભાઈ પોતાનાં ચશ્મા લઈને ભાર્ગવનાં રૂમ તરફ આગળ વધી રહેલાં જોઈ ભાર્ગવ દોડીને તેનાં પિતા પાસે જાય છે અને ત્યાં જ તેનાં ચશ્મા રીપેર કરી આપે છે, આમ ભાર્ગવ તેની કુશાગ્ર બુધ્ધિથી પોતાનાં પરિવારને એક મોટી આફત કે મુશ્કેલીમાંથી હેમખેમ આબાદ બચાવ કરવામાં સફળ રહે છે.

આમ પરિસ્થિતિ પોતાનાં કાબુમાં છે એ જોઈ ભાર્ગવ પોતાનાં રૂમમાં પાછો ફરે છે અને રૂમમાં પહોંચતાની સાથે જ ભાર્ગવ પેલી પૌરાણિક ઘડિયાળ તરફ નજર કરે છે, તો તે જોવે છે કે ઘડિયાળમાં જે કમલ હતું તેની ત્રણેય પાંખડીઓ હાલ ખરી ગયેલ હતી, એટલે કે ઘડિયાળ દ્વારા ત્રણ વખત જે ટાઈમ ટ્રાવેલિંગ કરવાની લિમિટ પણ પુરી થઈ ગઈ હતી. ભાર્ગવ હવે પોતાનાં શોખને લીધે પોતાનાં પરિવારને હવે કોઈ વધુ મુસીબત કે આફતમાં નાખવા માંગતો ન હતો આથી ભાર્ગવ એ પૌરાણિક ઘડિયાળ પસ્તીના કાગળ વડે પેક કરે છે અને ત્યારબાદ "મારા એક મિત્રનું શહેરમાંથી પાર્સલ આવેલ છે એ પાર્સલ હું તેને આપીને આવું..!" પોતાનાં માતા પિતાને આવું જણાવી ભાર્ગવ તે પૌરાણિક ઘડિયાળ લઈને પોતાનાં ઘરેથી નીકળે છે, અને ગામમાં આવેલ ભંગારનાં ડેલે આપી આવે છે, આ ઘડિયાળ પેલાં ભંગારીને આપ્યાં બાદ ભાર્ગવ રાહતનો એક ઊંડો શ્વાસ લે છે.

મિત્રો, આપણે પણ જાણતાં અજાણતાં ક્યારેક એવી ચીજ વસ્તુઓ ખરીદી લેતાં હોય છે કે જે ખરીદ્યા પછી આપણે ઘણું પસ્તાવાનો વારો આવતો હોય છે. એમાં પણ જ્યારે આપણે કોઈ જૂની કે પૌરાણિક વસ્તુઓ ખરીદી રહ્યાં હોઈએ એમાં ખાસ આ બાબતની તકેદારી આપણે રાખવી જોઈએ. તેમ છતાંય જો આપણે એ જૂની વસ્તુ જ ખરીદવા માંગતા હોઈએ તો પછી એ વસ્તુ વિશે કે તેનાં ભૂતકાળ વિશે પહેલાં પૂરેપૂરી જાણકારી મેળવવી અને પછી યોગ્ય લાગે તો જ એ વસ્તુ ખરીદવી...જરૂરી નથી કે આપણાં પરિવારનો પણ ભાર્ગવનાં પરિવારની માફક આબાદ બચાવ થાય જ તે


Rate this content
Log in

Similar gujarati story from Fantasy