Nayanaben Shah

Tragedy

4  

Nayanaben Shah

Tragedy

વ્યાજની વસુલાત

વ્યાજની વસુલાત

5 mins
364


દ્રવ્યા ખુશ તો હતી. છતાં પણ ખુશીની સાથે સાથે ડર પણ હતો. શિવાંગને એની પરિસ્થિતી નો ખ્યાલ આવી જશે તો !અને શિવાંગ કયાં નાનો હતો !એમાં ય આજકાલના છોકરાંઓ એમની ઉંમર કરતાં વધુ સમજદાર થઈ ગયા હોય છે. એની ઉંમર પણ હવે પંદર વર્ષ જેટલી હતી. અને આજકાલના પંદર વર્ષના છોકરાં બધુ જ સમજી શકે છે. શિવાંગ પાસે મારી આબરૂ શું રહેશે ? શિવાંગ આવતો ત્યારે બેચાર કલાક પૂરતો જ આવતો. મોસાળમાં જ રહેતો. દ્રવ્યાને ત્યાં થોડીવાર માટે આવતો ત્યારે દ્રવ્યા એની પૂત્રવધુ કાવેરીને પૂછીને શિવાંગ માટે ભાવતાં ભોજન બનાવતી. દ્રવ્યાએ તો શિવાંગની જરૂરિયાત જાણીને એને લેપટોપ લાવી આપેલું. જો કે ભલે લેપટોપ એના પૈસે લાવી હતી. પરંતુ એના પતિ શાશ્ર્વતે શિંવાગને બોલાવી એના હાથે જ આપ્યું હતું.

શિવાંગને લાગતું હતુું કે દાદા મારા માટે ઘણું કરે છે. પરંતુ દ્રવ્યાની મુક લાગણી કોઈ કયાં સમજી શકતું હતું ! એ પણ માનતી હતી કે પતિ ઘરના ખૂણે અપમાન કરે તો ચાલે પરંતુ પૌત્રના દેખતા કરેલું અપમાન કઈ રીતે સહન થશે ?

પરંતુ દ્રવ્યા માનતી હતી એટલો એ અબુધ ન હતો. એના માબાપને કંપનીના કામે ત્રણ મહિના માટે અમેરિકા જવાનું થયું ત્યારે શિવાંગને વેકેશન હતું એટલે જ આ વખતે કાવેરી એ કહ્યું,"દર વખતે મોસાળ રહે છે તો આ વખતે ભલે એ બા દાદા પાસે રહેતો.

શિવાંગ પણ ખુશ હતો કારણ કે એ થોડો સમય જ દાદાને ત્યાં રહેલો. હવે ત્રણ મહિના સુધી બાદાદાની સ્નેહ સરિતામાં સ્નાન કરવા મળશે. બાકી એને તો કયાં કઈ તકલીફ હતી ? એને તો મોસાળમાં પણ પ્રેમ મળતો હતો અને બાદાદાનો પણ.

જો કે એના પિતા તો કહેતાં હતાં કે,"મારા પપ્પાનો સ્વભાવ બહુ જ ગરમ છે. મારા મમ્મી ને તો તલવારની ધાર પર રાખતાં હતાં. બિચારી મમ્મી. . . "

પરંતુ થોડીવાર માટે આવતો ત્યારે તો બંને જણાં એને પ્રેમથી રાખતાં હતાં. એના પપ્પા હમેશ કહેતાં કે,"હું ભલે એકનો એક હતો છતાં પણ પપ્પાનો ગુસ્સો અસહ્ય. એ જયારે બોલવા બેસે તો સામે કોણ છે એવું પણ ના વિચારે. એમના ગુસ્સાનો સૌથી વધુ ભોગ મમ્મી જ બનતી. મમ્મી પણ નોકરી કરતી હતી. છતાં પણ એમનું ધાર્યુ ના થાય તો એ મારઝુડ પણ કરી લેતાં. એમાં ય પપ્પાને પહેલી,બીજી કે ત્રીજી પાળી આવતી. ઘણીવાર દિવસો સુધી મમ્મી પપ્પા મળતા નહીં. કારણ પપ્પાને પૈસાનો એટલો બધો લોભ કે સળંગ બે ત્રણ પાળી સાથે કરતાં. પૈસે પૈસાનો હિસાબ માંગતા. એકવાર એમના કહ્યા મુજબની રસોઈ મમ્મી ના બનાવી શકી કારણ મારે પરીક્ષા હતી મને મમ્મી જ ભણાવતી. તે દિવસે પપ્પાનું ધાર્યું ના થયું તો મમ્મીને એની ઓફિસમાં જઈને મારી હતી. બિચારી મમ્મી. . . . "

"દાદી કમાતાં હતાં તો દાદાની જોહુકમી કેમ સહન કરતાં હતા ?"

"શું કરે ? દાદી ગરીબ ઘરના હતાં. એમના માબાપ પણ ન હતા. ખૂબ ગરીબીમાં દૂરના કાકાને ત્યાં રહેતા હતા. એ સમયમાં એસ. એસ. સી. પાસ હોય એને પણ સરકારી નોકરી મળી જતી. એને તો નોકરીની સાથે સાથે ભણવાનું પણ ચાલુ રાખ્યું. એમ કરતાં એ સ્નાતક થઈ ગઈ. ખાતાકીય પરીક્ષાઓ પણ આપતી રહેતી હતી. એનો પગાર દિવસે દિવસે વધતો જ જતો હતો. છેવટે તો એનો પગાર પપ્પા કરતાં પણ બમણો થઈ ગયો . ત્યારે પપ્પા વાતવાતમાં એનું અપમાન કરતાં. કહેતાં,"સ્ત્રીઓ તો લટકાચટકા કરી પ્રમોશન મેળવે બાકી સ્ત્રીની બુધ્ધિ પગની પાનીએ. "ત્યારબાદ તો પપ્પા એ કહી દીધું,"તારો પગાર વધારે છે એટલે હવેથી તારા પૈસે જ ઘર ચલાવવાનું. "મમ્મી ધાર્મિક વૃતિ વાળી એને દાન પુણ્ય કરવું હોય તો પણ પપ્પા પૈસા આપતાં નહીં . મમ્મીના પગારની સ્લીપ પણ જોઈને હિસાબ કરતાં.

શિવાંગે એના પપ્પાની બધી વાત ધ્યાનથી સાંભળી હતી. દાદીનું પાત્ર ખરેખર દયામણું હતું. એ દાદી વિષે સાંભળી દુઃખી થઈ ગયો હતો. જો કે એ સમજણો થયો ત્યારથી એને તો એવું જ જોયું હતું કે મમ્મી પપ્પા એકબીજાને માન આપતાં હતા. એને કયારેય મમ્મી પપ્પાને મારા પૈસા કે તારા પૈસા એવું કહેતાં સાંભળ્યા ન હતા. એ તો ઠીક પણ એ બંને જણ ઊંચા સાદે વાત કરતાં હોય એવું પણ સાંભળ્યું ન હતું. આ બધી વાતો તો જાણે પરી કથાઓ હોય એવું લાગતું હતું. અરે એના પપ્પાને તો કયારેક કંઈક મૂંઝવણ હોય તો મમ્મીને પૂછતાં પણ જોયા છે. આવું પણ હોઈ શકે !

શિવાંગને જોઈને એના બાદાદા ખુશ થઈ ગયા. દીકરા વહુને કહી દીધું કે,"તમે કંઈ પણ ચિંતા કર્યા વગર તમારૂ કામ કરજો. શિવાંગને કારણે અમને પણ વસ્તી રહેશે. "

બીજાદિવસે સવારે શિવાંગની આંખ ખુલી ત્યારે એના દાદાબાને કહી રહ્યા હતા,

"સવારે ઉઠતાંની સાથે તને તારા ભગવાનની સેવા જ સૂઝે છે. વહેલી સવારે મંદિર જા. બધા જ જતા હોય છે. સવારે ઊઠતાંની સાથે હાથમાં સાવરણી લઈ કચરો વાળશે. બુધ્ધિ જ નથી. સોસાયટીમાં પણ બધા એકબીજા જોડે બેસી કેટલી હસી ખુશી ને વાતો કરે છે. પણ એક તું છે કે નવરી પડી નથી કે છાપુ વાંચવા માંડશે"

શિવાંગ બધુ જ સાંભળતો હતો. પથારીમાંથી ઊઠી દાદા સામે જોઈને બોલ્યો,"દાદા,બા શું ખોટું કરે છે ?

"દાદા,આપણા શાસ્ત્રમાં પણ વાસી કચરો વાળી ઘરમાં ચોખ્ખઈ રાખવાનું લખ્યું છે. દાદી ભણેલી છે. અહીંની સ્ત્રીઓ જોડે બેસીને નિંદારસ,કુથલીમાં કઈ રીતે સાથ આપે ? એ લોકોની વાતોમા કંઈ જાણવા જેવું તો હોતું નથી. સવારે મંદિર જઈને ઓટલા પર બેસી નિંદા કરવા સિવાય શું કરે છે ? બા પાસે કોઈ પણ વાતની જાણકારી હોય છે. તમે સવારે પરવારી ભાઈબંધો જોડે ગપ્પા મારો છો. બા એના જ્ઞાનનું પ્રદર્શન નથી કરતી. પપ્પાને પણ જ ભણાવતી એમને કયારેય ટ્યુશનની જરૂર નથી પડી. એ બધુ બાને આભારી છે. દાદા હવે તમારે બાને કશુંય કહેવાનું નથી. ગઈકાલે બા કોઈ સાથે વાત કરતાં હતાં કે મારે પણ ગાયના ઘાસના પૈસા આપવા છે પણ એમને નહીં ગમે. "

થોડીવાર માટે એના દાદા સ્તબધ થઈ ગયા. આજસુધી એમને કયારેય કોઈએ આવુ કહ્યું ન હતું. શિવાંગ હજી પણ બોલતો જ હતો,"દાદા,બાની કમાણી છે બા એમના પૈસા નો સદ્ઉપયોગ કેમ ના કરે ? મારા પપ્પા મમ્મી ઘણુ કમાય છે એમને તો તમારા પૈસાની જરૂર જ નથી તો આ પૈસા શા માટે ભેગા કરો છો ?જે પૈસો તમને સુખ ના આપે એ પૈસાને શું કરવાનું ? આખો વખત પૈસા પાછળ તમે પડયા છો. વ્યાજના પૈસા ગણ્યા કરો છો. વ્યાજના પૈસા વધુ મળે તો મનમાંને મનમાં તમે ખુશ થાવ છો. જે ઘરમાં પ્રેમ નથી એ ઘર ઘર નથી. હવેથી તમે બાનું અપમાન કર્યું તો હું મારા મોસાળ જતો રહીશ. "દ્રવ્યા જે વાત વર્ષોથી બોલી ન હતી શકી એ વાત શિંવાગે સહજ રીતે કહી દીધી.

તેથી તો એ મનમાં બોલી ઊઠી",શિવાંગ,મારૂ વ્યાજ ,આજે તો તેં દાદા સાથે અમને જે આખી જિંદગી હેરાન કરેલા એની વસુલાત કરી. "


Rate this content
Log in

Similar gujarati story from Tragedy