Aniruddhsinh Zala

Action Classics

4.5  

Aniruddhsinh Zala

Action Classics

વસુંધરાનું સૌંદર્યને વીરતાના વહેણ-6

વસુંધરાનું સૌંદર્યને વીરતાના વહેણ-6

4 mins
322


રાજમાતા બોલ્યાં, "કુંવર રુક્મણી અજાણતા પણ સાચું કહે છે. કુંવર આ રાજની ખટપટ હજી મટી નહી. તમારાં કાકાના દીકરા કાળુસિંહ તમારી રાજગાદી પડાવા રાજરમત પાછળ રમી રહ્યાં છે, તે આપ જાણો છો, ને આ ક્ન્યા મહેલમાં લાવી નવી ચિંતા વધારી છે.

કુંવર હસીને કહે, "પણ મા..! આ તો..

રાજમાતા હાથ ઉંચો કરી કુંવરને વચમાં જ રોકી કહે, "યુવરાજ પહેલા હકીકત આ ગુપ્તચર પાસેથી જાણો અને પછી નિર્ણય કરો કે આ ક્ન્યા ને મહેલમાં રાખવી કે નહી ?

"રખાય જ નહી !" રુક્મણીથી ના રહેવાતાં વચ્ચે બોલી ઉઠી.

વનવીરસિંહે કરડાકીથી તેની સામું જોતાં જ ડરીને રાજમાતા પાછળ જઈ સંતાઈ ગઈ.

ગુપ્તચરની ગંભીર વાત સાંભળતા જ કુંવરનું હદય વ્યથીત થયું. જોકે કુંવરને પોતાની માણસને પરખવાની પોતાની રીત પર પૂરો ભરોસો હતો. પણ રાજમાતાને કેમ સમજવા કે ચાંદ એવી કદાપિ ન હોય. મનમાં મુંઝવણ મોટી હતી !

કુંવરે ગુપ્તચરને ક્હ્યું, "ભૈરવ તેં પાકી ખાતરી કરી છે કે એ છાવણીના જ બે માણસો હતાં ?"

ભૈરવ પગી ઝૂકીને બોલ્યો,  "જી હાં.. બાપુ... આ ભૈરવની આંખો કદીય માણહ પરખામાં ભૂલ ન કરે. એ આપડા રાજ્યના કોઈ ખટપટિયા લોકો ન હતાં. પહેરવેશ વનવાસી મહેમાનોનો જ હતો. ને દક્ષિણ દિશા તરફ કૂચ કરતાં મલેચ્છોના લશ્કરના સૂબા સાથે ગુપ્ત મંન્ત્રણા કરવા જવાનું કહેતા સાંભળેલા. અને કહેતાં હતાં કે કુંવર તો બાળક બુદ્ધિ ધરાવે છે. એટલે ઊંઘતો જ ઝડપાઈ જાશે." આમ કહી ભૈરવ ચૂપ થયી ઉભો રહ્યો.

કુંવર કહે, "ભૈરવ એ વ્યક્તિ નાક નકશે કાળો ને કદાવર હતો ?"

"એ હા હો બાપુ...! પછી ભૈરવ કહે, "પણ બાપુ આપને કેમ ખબર પડી ?

રાજમાતાંએ વનવીર તરફ પ્રશ્નાર્થ નજર કરી.. કુંવરે ગંભીર મુખમુદ્રા ધરીને ક્હ્યું, 

"રાજમાતાં આ મહેમાન વનવાસી રાજાના કુંવરીને મહેલમાં પધારવાનું મેં કહેલું ત્યારે તેનો સરદાર જેને કાલીચરણ નામથી ચાંદ કુંવરી સંબોધતી હતી, તે મને વિદ્રોહી પ્રકૃતી ધરાવનાર અને ચાંદકુંવરી તરફ વઘુ આકર્ષિત હોય તેવું તેનાં ચહેરા પરથી મે માપ કાઢેલુ. એટલે કદાચ એ કુંવરીની પાછળ કોઈ રાજરમત રમતો હોઈ શકે. પણ તેમાં આ કુંવરીને તેની સાથે કોઈ જ નિસ્બત નહીં હોય તે હું ખાતરી પૂર્વક કહી શકુ છું."       

રાજમાતાએ વિચાર કરી ક્હ્યું, "કુંવર તમારો રાજ્યાભિષેક હજી વિધિપૂર્વક ન થયી જાય ત્યાં સુધી અમે કોઈ પણ ભૂલ કરવા માંગતા નહી." પછી રાજમાતાએ આદેશ કર્યોં, "મહેમાન રાજકુંવરીને ખબર ન પડે તેમ તેનાં પર નજર રાખવામાં આવે "

પછી ભૈરવને ક્હ્યું, "ભૈરવ હવે તુ જઈ શકે છે. અને આ લોકો પર નજર જમાવી રાખી તેની દરેક હિલચાલની માહિતી આપતો રહેજે. અને જરૂર પડે સેન્ય ટુકડી પણ તુ લઈ જઈ શકે છે ."

રાજમાતાંને નમન કરી ભૈરવ પગી રવાના થયો. હવે પાછળ ઉભેલ રુક્મણી માતાનાં ચરણોમાં બેસી ગયી. માતાએ તેનાં માથે હેતથી હાથ ફેરવતાં ક્હ્યું, "બેટા રુક્મી તુ ચિંતા ન કર ! કુંવર વનવીર હવે માત્ર તારા દોસ્ત જ નહી પણ આ શોર્યભૂમિના ભાવી રાજા અને શૂરવીર યોદ્ધા પણ છે. "

રુક્મણી બોલી, "મા એટલે જ જુવોને કુંવર હવે ખુબ માન માંગે છે. ને પહેલાની જેમ સોગઠે પણ રમતા નહીં.

કુંવર હસીને કહે, "એય.. રુક્મી. તુ જાણે છે કે મારી માતાને દુખી જોઈ હું કોઈ વાતમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતો જ ન હતો. હવે કોક દી રમીશુ બસ ખુશ ?"

રુક્મણી ખુશ થયી કહે, "ચાલો હવે વાળું કરવાનું બાકી છે તમારે અને તમારી હારે અમે જૈન લોકો રાત્રીના ભોજન ન કરી શકીયે અમારા ધર્મ મુજબ."

કુંવર ઉભા થતાં કહે, "એ સારુ લ્યો, ત્યારે અમે ભોજન માટે જઇયે હો. અમે તો લડવૈયા એટલે અમારે તો જયારે સમય મળે જે મળે તેં ખાવું જ પડે તો જ તમારી પ્રજાની રક્ષા કરી શકીયે ને .

કુંવર ભોજનકક્ષમાં જવા પઘારે ત્યારે રુક્મણી દોડતી  પાછળ આવી ધીરેથી કહે, "અમે જોઈ રહ્યાં છીએ કે હાલ તમે પેલી વનવાસી યુવતીની રક્ષા બાબતે......

કુંવરે રુક્મણી સામે જોઈ ચૂપ કરતાં ક્હ્યું, "રુક્મી પાગલ એ મહેમાન છે આપડા. એવું ન બોલાય સાંભળે તો ખોટું લાગે તેમને "

રુક્મી મોઢુ ફુલાવી બોલી "હા હા જાવો.. જમાડો મોંઘેરા મહેમાનને..!"કહી પગ પછાડતી ચાલી ગયી.

કુંવર પોતાની બચપણની મિત્ર સખી રુક્મણિની માસુમીયત અને રીસ જોઈ મનોમન હસી પડ્યાં,   

ભોજનખંડમાં રાજમાતાં નાના કુંવરને જમાડતાં હતાં ને ચાંદકુંવરી પણ ભોજન સાથે કુંવરની રાહ જોઈ રહી હતી. કુંવર આવતાં જ જમવાનું સાથે શરૂ કર્યુ. પણ રાજમાતાની નજર ચાંદ તરત જ પારખી ગયી. કે નકકી ગુપ્તચર સાથે કોઈ ગંભીર વિષય પર ચર્ચા થયી લાગે છે. કદાચ પોતાના સૈન્ય ને રાખવાના ખર્ચ બાબત પણ હોય શકે.

ભોજન બાદ ચાંદ રાજમાતાને કહે, "હે મા.. આપના ત્યાં આશરો લેતા અમારા કારણે આપને ખુબ તકલીફ પડે છે તે હું સમજી શકુ છુ. પણ અમે જેમ બને તેમ વહેલા મારા બાપુને આઝાદ કરાવીને પાછાં ફરીશુ.

રાજમાતાં હસીને કહે, "બેટા આ રાજકુળમાં મહેમાનને ભગવાન માનવામાં આવે છે. પોતાના પ્રાણ આપીને પણ મહેમાનને સાચવવાનો અહી નિયમ છે. એટલે નિશ્ચિંત અને નિર્ભય બનીને જ્યાં સુધી રહો પોતાનું જ સમજીને રહેજો."

કુંવર કહે,  "અને હા આપની રક્ષાની જવાબદારી હવે મારી છે "

ચાંદ કુંવર મધૂર વાણીમાં બોલી, "આપની વીરતા પર તો કોઈ શક હોય જ નહીં.

રાજમાતાં વિશ્રામ કક્ષમાં ગયા ને દાસીએ કુંવરીને પોતાનો વિશ્રામ કક્ષ જોવા પધારવા ક્હ્યું.

ચાંદ બોલી, "કુંવર થોડી વાત કરવી છે આપની સાથે."

કુંવર કહે, "જી હા.. પહેલાં આપનો કક્ષ જોઈ લો, અને સ્વસ્થ બની પધારો. પછી દાસીને સૂચના આપતાં કુંવરે ક્હ્યું, "કુંવરીને મહેલની અટારીએ પછી લાવજો સાથે. તે અજાણ છે."

જી હુકુમ.. ! કહી દાસી ચાંદકુંવર સાથે ગઈ.

ક્રમશ :-


Rate this content
Log in

Similar gujarati story from Action