Aniruddhsinh Zala

Abstract Romance Action

4.3  

Aniruddhsinh Zala

Abstract Romance Action

વસુંધરાનું સૌંદર્ય ને વીરતા

વસુંધરાનું સૌંદર્ય ને વીરતા

3 mins
177


કુંવરીને આ શબ્દો વિઘ્ન પાડતા હોય તેમ લાગ્યા. તે કરડાકીથી તે બોલનારની સામું જોઈ બોલી,

"કાલીચરણ...! વાર્તાલાપમાં વિઘ્ન પાડવાનું તમને કોણે કહ્યું ? ચૂપચાપ મર્યાદા જાળવ..!"

મોઢું બગાડી તે મજબુત બાંધાનો પણ મનથી મેલો લાગતો સરદાર કાલિચરણને યુવરાજ રણવિરે તરત જ માપી લીધો કે આ વફાદાર નથી લાગતો અને પોતે આ ચાંદની નજીક આવે તે કાલિ સહન ન કરી શક્યો હતો.

પેલી ચાલાક વાતચીતમાં નિષ્ણાંત ચાંદ પરીએ વાત બદલતા કહ્યું,

" યુવરાજ રણવિરસિંહની સેવામાં હુંં આબુ પાસેના જંગલમાં વસતા વનવાસી રાજા મેધાવલની કુવરી જયશ્રીકુંવર.. કહી નતમસ્તક વંદન કર્યા. અને કહ્યું, "લડવા નહીં પણ આશ્રય માટે આવી છુંં."

સેનાપતીએ રાહતનો દમ લીધો યુધ્ધનો ભય ટળ્યો હતો. વિહલો તો હરખથી છલકાયી બૂમ પાડી કહે , "એલા ઓય શુરાતનીયાઓ હથિયાર હેઠા મૂકી દયો આ દુશ્મન કુંવરી તો બાપુનો ચાંદ બની ગયાં છે. " સેનાપતિએ વિહલાનુ મોં હાથેથી બંધ કરી સંકેતિક ભાષામાં ભય ટળી ગયો. હથિયાર હેઠા મૂકવાનું કહ્યું તો ઘણાં જુના લડવૈયાને હાશકારો થયો. નવા શુરવિરોને નિરાશા થઈ કે આજ યુધ્ધનો મોકો ગુમાવ્યો. યુધ્ધનો ઉત્સાહ ઓસરી ગયો.

આ તરફ ચાંદ પરી તેનાં જ માણસ કાલિચરણ સામું જોઈ જાણે તેને જલાવવા કહેતી હોય તેમ યુવરાજને કહે, 

"રણવિરસિંહ હુંં અહીં ચાંદ કુંવર બનીને રહેવા માગું છું થોડો સમય..! પછી લાગ મળતાં જ એ મલેચ્છોની નજર ચુકાવી કેદ કરેલ મારા પિતાજી મેઘાવલને છોડાવી ફરી રાજ કબજે કરીશ."

તે આગળ લાંબો શ્વાસ લઈ બોલી,

" મારા પિતાજી આપના સ્વ. પિતાજીના અંગત મિત્ર હતા. મલેચ્છોને સોમનાથ મંદિર લૂંટવા આવતા રોકવા ગુજરાતના સાંલંકીઓ અને આબુના પરમારોએ મળી મલેચ્છોનો ખીણમાં જ ખાત્મો કરેલો. તે યુધ્ધમાં આપના પિતાજી ઘવાતા અમારા રાજમાં મહેમાનગતિ કરેલ. આપના પિતાજી તો વીરશિરોમણી હતા. એટલે એમના વંશજ પર પુરો ભરોસો કરવાનુ કહી મારા પિતાજીએ મોકલી છે બચેલા બસો ને પાંત્રીસ સૈનિકો સાથે. તો થોડા સમય સુધી આશરો માંગુ છું. અમે નગરની બહાર જ રહીશું અમે વનવાસી ટેવાયેલા ખુલ્લામાં રહેવા એટલે.."  

"ભલે ભલે..મૌજ કરો..!" અસલ કાઠીયાવાડી ભાષામાં રણવીર રણકાર સાથે બોલ્યો,

"સેનાપતીજી આ બધા મહેમાનોનો રહેવાનો અહીં બંદેબસ્ત કરાવો સરસ છાવણી તૈયાર કરાવો ને આમના ભોજનની સત્વરે વ્યવસ્થા કરો. અને કાલ છાવણી બની જાશે ત્યાં સુધી આપ મારા મહેલમાં ઈચ્છો ત્યાં સુધી મહેમાન બની રહી શકો છો.."

 સેનાપતિ કહે. " જો હુંકમ કુંવર હું તરતજ અમલ કરાવુ છું. ચાંદનો પ્રકાશ છે રાત્રે જ છાવણીનુ કામ શરુ કરાવુ છું ને ભોજન પણ કરાવુ બધાને.. આપ આ જયશ્રીકુવરીને અને તેમની દાસીને લઈ મહેલ પધારો..!"

પેલી પરી વિનયથી કહે ,

 "સેનાપતી મહોદય આપ નામ ભૂલી ગયા.."

" ચાંદ કુવરી"

સેનાપતિ કુંવર સામુ જોઈ કુંવરના સ્નેહની જિતને વધાવતા હોય તે સસ્મિત કહે..." હા જી . હા.. પધારો ચાંદ કુવરી"

  બાજુમાં બે ઉભેલા સરદાર પૈકી કાલિચરણ નુ મો કાળુભઠ્ઠ બનતુ યુવરાજે નજર નાખી જોયુ તો યુવરાજની મનોભાવ સમજતા ચાંદકુંવર બોલી.

" દેશામલ અને કાલીચરણ આપ સૈન્યને સાચવો હું મહેલમાં મહેમાનગતી કરીશ"

પણ જય કુવર આપની સુરક્ષા....! કાલિચરણ કોઈ દલીલ કરે તે પહેલા જ હાથ કરી રોકી સત્તાવહિ સ્વરે પરી બોલી.

  બસ...! હુંકમનુ પાલન કરો..! 

પછી બીજા સરદારને કહે. "દેશામલ આપ નિશ્ચિત રહો..! આ વીર હળપાલ મકવાણાનો ગોરવવંતો ગઢ છે. અહી વંશપરંપરાથી નારીઓનુ સન્માન થાય છે. મહેમાન માટે માથુ આપનાર વિરો વસે અહીં... અરે પિતાજી કહેતા સાક્ષાત દેવી શક્તિ પણ હળપાલ મકવાણા સાથે લગન કરી પાટડી બિરાજતા જે સમયજતાં પ્રગટ થતા આ ગઢની ધરતીમાં પુત્રી સાથે સમાયા. તેમના વીર વંશજ એવા મહામંડલેશ્વર રાજા દુર્જનશાલજી પરમ જૈન ધર્મપ્રેમી હતા. તેમણે શંખેશ્રર તીર્થ મલેચ્છોના કબજામાંથી મૂક્ત કરાવેલ. 

એ દેવી શક્તીના વંશજોના વિવેક મહેમાનગતી પર કોઈ શક હોય જ નહિ. ચાલો ત્યારે જય મહાકાલી

આમ કહીને ચાંદ કુવર ગઢમાં પ્રવેશ કરે છે યુધ્ધ ટળી જતા ખુશીથી સહુ વીર રણવિર પર પુષ્પવર્ષા કરે છે. મજબુત ગઢ. સૈનિકો. વૈભવી પોશાકો. ખુબ જ શસ્ત્ર સરંજામ. અને નગરની ઊંચી મેડીએથી પુષ્પવર્ષા ને નગરજનોનો રાજકુંવર પ્રત્યૈનો સ્નેહ જોઈ ચાંદ કુંવરી દંગ રહી જાય છે.

તોપો ગરજી ઊઠે છે યુવરાજ અને મહેમાનના સ્વાગતમાં... મહેલ આવતા જ પ્રથમવાર શોક છોડી પુત્રને હરખતા હૈયે આવતા રાજમાતાને જોઈ રણવિરનુ હૃદય ખુબ જ હર્ષ પામે છે. આંખે અશ્રુધારા વહે છે. મહિનાથી મૌન રાજામાતાને ખુશ જોઈ...! ચાંદ કુંવરી ને કુંવર કહે,..

"જોઈ નયન છલકતા સ્નેહથી ટાઢક હૈયે વળે.,

સતી માતાના આશીર્વાદ તો કોક ભાગ્યશાળી ને જ મળે. "

ચાંદ કુંવરી સુંદર મનોહર સ્મિત આપી કહે,..

" ધન ભાગ્ય એ વીર તમારા, જેને વહાલ માતા કેરું મળે છે.

ઈશ્વર પણ માના વહાલ માટે, ધરતી પર જન્મ ધરે છે. "

શરણાઈ ને ઢોલ ગાજી ઊઠે છે. રાજમહેલમાં મહિના બાદ આજ ખુશી મહેલનિવાસી લોકોના ચહેરા પર છલકતી જોવા મળે છે.

રાજમાતા ને સઘળી વિગત યુદ્ધભૂમિની ગુપ્તચરોએ આપી હતી. તેથી કુંવરની બુદ્ધિ ચાતુર્ય, અને કરેલ યોગ્ય નિર્ણયથી રાજમાતાને ખુબ જ પ્રસન્નતા થઈ હતી. રાજની સુરક્ષાની ચિંતા હવે તેમને રહી ન હતી.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Abstract