Manishaben Jadav

Romance

4.9  

Manishaben Jadav

Romance

વરસાદે બન્યા સંબંધ મજબૂત

વરસાદે બન્યા સંબંધ મજબૂત

3 mins
513


કોમલ અને પ્રતિક બંનેના લગ્નને પાંચ વર્ષ પૂર્ણ થયા છે. પણ બંને વચ્ચે હંમેશા નાની નાની વાતમાં ઝઘડો કર્યા કરે. તેમના લગ્ન એક એરેન્જ મેરેજ છે. પ્રતિક એક કંપનીમાં નોકરી કરે છે. તેની આવક થોડી ઓછી અને કોમલના શોખ વધારે.

પ્રતિક ગમે તેટલી કોશિશ કરે પરંતુ કોમલ ખુશ રહે જ નહીં. તેની ઈચ્છા પુરી કરવા પુરતા પ્રયત્નો કરે. છતા કોમલ કોઈને કોઈ બહાને પ્રતિક સાથે ઝઘડો કરી જ લે. કોમલ એક ગૃહિણી છે. તેણીએ કોલેજ સુધી અભ્યાસ પૂર્ણ કરેલ છે. તેને હંમેશા સવલતવાળી જિંદગી જીવવાના સ્વપ્ન જોયેલા છે.

તેની ઇચ્છા એક અમીર પરિવારમાં લગ્ન કરવાની હતી. પરંતુ તેના માતા-પિતા એ પ્રતિક નામના એક ખાનદાની છોકરા સાથે કરી આપ્યા. તેમને હતું કે સમય જતાં તે સમજી જશે. પહેલા તો નાની નાની વાતમાં ઝઘડા થતા.પછી પ્રતિક તરત એને સમજાવી લેતો. આમ ને આમ પાંચ વર્ષ પૂર્ણ થઈ ગયા. છતાં કોમલના સ્વભાવમાં કોઇ જ ફેર ન પડ્યો. હજીએ ઉંચા સ્વપ્ન. 

કોઈ આડોશ પાડોશની સ્ત્રી નવી વસ્તુ લયાવે તો તરત જ તે બજારમાં એ વસ્તુ લેવા જીદ કરે. પ્રતિક ગમે તેટલી કોશિશ કરે તેને ખુશ રાખવાની. પણ એની ઇચ્છાનો કયારેય અંત જ ન આવે. આમ ને આમ વર્ષ કાઢવા તેના કરતાં છુટા થઈ જઈએ. કોમલને પ્રતિકે કહ્યું 'તું તારી ઈચ્છા પુરી કરી શકે તેવી શુભેચ્છા.'

જો કે પ્રતિકે તેની બધી જ કમાણી કોમલ પાછળ ખર્ચ કરી નાખતો. નવી નવી સાડી. ચપ્પલ કટલેરીની લાઈન. આભૂષણ પણ શક્ય તેટલા સોનાના બનાવી આપેલ. પોતાની આવકમાંથી કોમલને હરવાફરવા એક બાઈક લીધી. જેમા દર રવિવારે બંને જમવા જતા. ગમતી નાની નાની અનેક વસ્તુઓ લેતા.

તેમછતાં કોમલની ઇચ્છા આગળ પ્રતિક મજબૂર હતો. બંનેએ એકબીજાથી છુટા થવાનું નક્કી કરી લીધું. કોમલ તો નવા સ્વપ્ન જોવા લાગી. પ્રતિક ખુશ ન હતો. તે કોમલને ખુબ પ્રેમ કરતો હતો. તે ફક્ત કોમલની ખુશી માટે જ આ પગલું ભરવા તૈયાર થઈ ગયો હતો. બંનેને કોર્ટમાં હાજર થવા માટે તારીખ આપવામાં આવી. એક મહિનો બંને અલગ રહીને જોવ. હજી તમારી પાસે વિચારવા માટે સમય છે.

કોમલ તેના પપ્પાના ઘરે ચાલી ગઈ. પ્રતિક તેના ઘરે રહે. આખો દિવસ તો ઓફિસમાં કામમાં સમય નીકળી જાય. પણ રાત થાય ને કોમલની યાદ આવે. અહીં કોમલની પણ એ જ હાલત હતી. પોતે ભૌતિક સુવિધાઓથી સજ્જ જીવનશૈલી માટે પ્રતિક સાથે અન્યાય કરી રહી હોય તેવું લાગ્યું. એકલી ઘરે વિચારે છે.તેને પ્રતિક સાથે પસાર કરેલા દિવસો યાદ આવે છે. મારા માટે પ્રતિક કેટલી મહેનત કરતો. પોતાના કરતા વધારે મારી કાળજી રાખતો. કોમલ ને મનમાં ક્યાંક ને ક્યાંક પ્રતિકના પ્રેમનો અહેસાસ થઈ રહ્યો હતો. પણ તેની પાસે તે વ્યક્ત કરવા માટે શબ્દો ન હતા.

આખરે તે દિવસ આવી ગયો. બંનેને છુટાછેડા માટે કોર્ટમાં હાજર થવાનું હતું. પ્રતિક કોમલને લેવા માટે તેના ઘરે આવ્યો. વરસાદી મૌસમ હતી.આકાશમા વાદળો ઘેરાયા. બંને જવા માટે નીકળ્યા. રસ્તામાં અનરાધાર વરસાદ પડ્યો. જોરદાર પવન હતો. કાર ચલાવવી મુશ્કેલ લાગતી. બંને નીચે ઉતરી એક મકાન તરફ આગળ વધ્યા. વરસાદ એટલો જોરદાર હતો કે બંને વરસાદમાં ભીંજાઈ ગયા.

છતાં પ્રતિકે કોમલને ઠંડી ન લાગે માટે પોતાનો કોટ ઉતારી પહેરાવી દિધો. વરસાદના ઠંડા વાતાવરણમાં કોમલને અહેસાસ થવા માંડ્યો કે પ્રતિક વિના મારું અસ્તિત્વ અધુરું છે. તે દોડીને પ્રતિકને ભેટી ગઇ.અને રડવા લાગી. પ્રતિક મારે હવે કંઈ ન જોઈએ. મારે તારો પ્રેમ અને સાથ જોઈએ. બંને વરસતા વરસાદમાં કોર્ટમાં જવાને બદલે પોતાના ઘરે ખુશી ખુશી નીકળ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Romance