Rajeshri Patel

Inspirational Children

3  

Rajeshri Patel

Inspirational Children

વૃક્ષની ખરી કમાણી

વૃક્ષની ખરી કમાણી

3 mins
142


"વૃક્ષ વાવો વરસાદ લાવો" આવાં સૂત્રો આપણે ઘણી વાર જોયા હશે. પરંતુ જો આપણે વિચારીએ તો વૃક્ષ શું ખાલી વરસાદ લાવવા માટે જ ઉપયોગી છે ? ના, વૃક્ષ તો આપણને બીજી ઘણી જગ્યાએ ઉપયોગમાંં આવે છે.

રામપુર ગામમાં પર્યાવરણ દિન નિમિત્તે મોટા પર્યાવરણ શાસ્ત્રીઓ આવ્યા હતા. ગામનાં લોકોને વૃક્ષ, પર્યાવરણ તેમજ કુદરતની અમૂલ્ય ભેટથી વાકેફ કરાવવા માટે જ બહુ મોટો કાર્યક્રમ યોજાયો હતો. આજુબાજુના તમામ ગામડાઓને પણ આ માટે આમંત્રણ મળ્યું હતું. તેથી મેદની બહુ ઉભરાણી હતી. કાર્યક્રમ એકદમ ટાઈમ પ્રમાણે જ ચાલુ થઈ ગયો. એક વક્તાએ પોતાની સાદી સરળ છતાં આગવી ઢબે ભાષણ ચાલુ કર્યું. મેદનીએ પણ તાળીઓના ગડગડાટ સાથે વક્તાને વધાવી લીધા. વક્તાએ કહ્યું તો ચાલો આપણે સૌ આજે વૃક્ષના અલગ અલગ ફાયદા જોઈએ જે આપણાં જીવન સાથે સંકળાયેલા છે.

માનવજીવનમાં જન્મથી લઈને મરણ સુધી લાકડું જોડાયેલું છે. બાળકનો જન્મ થતાં જ તેને જે ઘોડિયામા સુવડાવીએ છીએ એ ઘોડિયું પણ લાકડાનું જ હોય છે. જયારે માણસ મૃત્યુ પામે ત્યારે તેને લાકડામાં જ અંતિમ સંસ્કાર કરવામા આવે છે. વૃક્ષ આપણને ઘણી કમાણી પણ કરીને આપે છે. જેમ કે સુરેશ ભાઈએ આ વખતે ડ્રેગનફ્રૂટની ખેતી ચાલુ કરી. તેને કમલમ પણ કહેવાય છે. કોરોના કાળ વખતે આ ફ્રૂટની બહુ જ માંગ હતી તેથી હવે ખેડૂત પણ સ્માર્ટ બની ગયાં. જે વસ્તુની માંગ હોય તેનું વધુ ઉત્પાદન લેવા લાગ્યા. જેથી પૈસાની કમાણી પણ સારી કરવા લાગ્યા.

ઘણા લોકો ઘરમાં સુશોભન માટે પૈસાની વેલ લઈને વાવે છે. માન્યતા પણ એવી રાખે કે આ મનીવેલથી પૈસાની આવક બમણી થશે. હકીકતમાં આ એક શ્રદ્ધા છે. તમે મોસમને અનુકૂળ ખેતી કરો. તમારા આંગણે સારા અને મોટા વૃક્ષો વાવો. તેનું તમને કાલ સવારે બહુ જ ઉપયોગી પરિણામ મળશે. જેમ કે ઘર આંગણે સરગવો વાવો, નાળિયેરી વાવો, આંબો વાવો તેમજ થોડા ગુલાબના ફૂલ વાવો. આવા વૃક્ષો તમને કદાચ પૈસા કમાઈને નહીં આપે પણ થોડા ઘણા તમારા પૈસા બચાવી જરૂર લેશે. જેમ કે સરગવો શાકમાં ઉપયોગમાં આવે અને તેના પાંદડાનો ઉપયોગ પરોઠા બનાવવામા પણ ઉપયોગમાં આવે. ઘરના આંગણે થોડા ફૂલ ઊગેલા હોય તો ભગવાનને ચડાવવા ઘર ના જ ફૂલો ઉપયોગમાં આવી જાય. આ બધી ઘર આંગણાના ફૂલઝાડની વાતો કરી. જે આપણને આડકતરી કમાણી આપે જ છે. સૌએ ખુબ તાળીઓથી વિદાય આપી.

થોડીવારમાં બીજા પ્રવક્તા ઊભા થયાં. મેદની પણ ખુબ હોશમાં હતી તેથી 5 મિનિટ સુધી તાળીઓના ગડગડાટ ચાલ્યો. ત્યાર બાદ વક્તા બોલ્યા કે ખેડૂતની જમીનની ફરતે જો ઝાડ જ ના હોય તો અતિવૃષ્ટિ સમયે જમીન ધોવાય જાય. તડકાંથી બચવાં ઝાડનો જ ઓથ પશુ, પંખી તેમજ માણસો પણ લેતા હોય છે. ચંદન,સીસમ જેવા મોંઘા વૃક્ષ હવન વગેરે સારા કાર્યોમાં ખુબ ઉપયોગી છે. જે ખુબ કિંમતી હોય છે. તો સાગ, લીમડો, બાવળ જેવા વૃક્ષ ઘર બનાવવા માટે વપરાય છે. ઘણા વૃક્ષઓ તો દવા બનાવવામાં પણ ઉપયોગી છે. વૃક્ષ ઓક્સિજન પણ આપે સાથે હવા શુદ્ધ બનાવે. આમ વૃક્ષ ફક્ત વરસાદ જ નથી લાવતો પરંતુ આપણા જીવનમાં ડગલે ને પગલે આડકતરી કમાણી કરી આપે છે. ફરી એકવાર તાળીઓથી માણસો ઝૂમી ઉઠ્યા. વક્તાએ પણ પોતાનું પ્રવચન પૂરું કર્યું.

આમ વૃક્ષ એક માણસની જેમ કમાણી તો કરી જ આપે છે સાથે સાથે આપણા જ જીવનમાં અઢળક ઉપયોગી પણ છે. ઘર, ઓફિસ, બગીચા કે ખુલી જગ્યા પર વૃક્ષ નાના કે મોટા વાવવા જોઈએ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational