The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

અમૃત પટેલ સ્વયંભૂ

Inspirational

5.0  

અમૃત પટેલ સ્વયંભૂ

Inspirational

વિકલ્પ

વિકલ્પ

3 mins
756



      પલ્લવી સવારે જ્યારે ઘરથી બહાર નીકળી હતી ત્યારે તેની પાસે બે વિકલ્પો હતા!

       આજે મયંકની રજા છે એટલે રાતની રસોઈની કોઈ ચિંતા નહોતી. પલ્લવીએ સવારની રસોઈ તૈયાર કરી તેનું લન્ચબોક્સ તૈયાર કર્યું અને મયંકની રસોઈને ઢાંકી ઓફીસ જવા નીકળી ગઈ!


       આજે આખો દિવસ વરસાદ વરસતા શહેરમાં પાણી ભરાવાને કારણે બધા રસ્તાઓ ઊપર ટ્રાફિક જામ થયો છે.

       પલ્લવી 7:30 ની ભાડજ સરક્યુલરવાળી બીઆરટીએસ બસમાં છે…

       ત્યાં મયંકનો ફોન આવ્યો.

        'પલ્લુ આજે તું શાસ્ત્રીનગર થઈને આવીશ? મયંક કહી રહ્યો છે.

       'મયંક હું આજે ખૂબ જ થાકી ગઈ છું. આજે મારે ઓફીસમાં ખૂબ…

        'યાર તું સમજ ને પલ્લુ' મયંક જાણે પલ્લવવીને વાતની ગંભીરતા સમજાવી રહયો હોય તેમ બોલી રહ્યો છે!


        'શું સમજુ મયંક કાલે રજા જ છે અને આપણે કાલે..'પલ્લવી પણ મયંકને સમજાવવાના સૂરમાં બોલી.

         પણ...

        'અરે… તું કેમ? મયંકે ટોન બદલ્યો!

         તે સાથે...

        'શું… હું? દરેક વખતે બસ મારે જ સમજવાનું! પલ્લવીનો સૂર પણ ઉંચો થયો!


        પળવાર માટે તે બીઆરટીએસમાં બેઠી છે તે ભૂલી ગઈ બસના મુસાફરોની નજર તેની સામે ગઈ એટલે તેણે વર્તન પર કાબૂ રાખ્યો!

         પલ્લવીને આજે ઓફિસમાં બોસ સાથે પણ નાનકડી વાતે અકારણ બોલવાનું થતા તે આખો દિવસ મૌન રહી. તે સારી રીતે જાણતી હતી કે મૌનથી ક્લેશ ઉતપન્ન થતો નથી એટલે તે શાંતિથી દિવસ પસાર કરી પહેલા વિકલ્પ તરીકે ઘરે આવી મયંકના હાથની રસોઈ જમી આરામ કરશે તે વિચારે આવી રહી છે ત્યાં…


        'જો તારે ના જવું હોય તો કાંઈ વાંધો નથી હું જઈ આવીશ.' મયંક ગુસ્સામાં છે.

        'પણ મયંક તું કેમ? પલ્લવી પરિસ્થિતિ સમજીને વાત કરવા ગઈ ત્યાં...

         'મારે કાંઈ સમજવું નથી ભલે તું આ...વી…જા.'


         પલ્લવીનું મન પહેલાથી વિચલિત હતું એટલે તે વધારે દલીલમાં પાડવા માગતી નહોતી એટલે…

        'સારું સારું હવે, તું માથાકૂટ મૂક… હું જઈ આવું છું'. કહેતા ફોન કટ કર્યો.

        બહાર ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. એસી બસની બારીના ગ્લાસ ઊપર પાણીના રેલા વાંકાચૂકા ઊતરી રહ્યા છે બહારની રોશનીમાં પલ્લવી તે તરફ જોઈ રહી.


       આજથી બે વરસ પહેલાં જ તે આજ રીતે મયંકને મળી હતી. તે દિવસે તેના મમ્મી-પપ્પા એ પણ બે વિકલ્પ આપ્યાને પલ્લવીએ બધાથી અલગ થઈ મયંક સાથે રહેવાનો બીજો વિકલ્પ પસંદ કર્યો હતો!


       મયંક સરકારી નોકરી કરતો જયારે પલ્લવી ખાનગી કંપનીમાં કામ કરતી. શરૂઆતમાં બંને વચ્ચે તમામ વાતે હકારાત્મક અભિગમ રહેતો. બંને વચ્ચે એકતા રહે તે માટે મયંકે પણ વિકલ્પ તરીકે કામ કરતા એક બીજાની અનુકૂળતા મુજબ રહેશું તેમજ જ્યારે પણ વિપરીત પરિસ્થિતિ આવે તે દિવસે પોતપોતાની રીતે સ્વતંત્ર રીતે નિર્ણય લેવામાં પોતાની જાતે વિકલ્પ પસંદ કરી લેવો જેથી વાતાવરણ તંગ ન બને આ રીતની સમજૂતીથી સમય પસાર થઈ રહ્યો હતો!

      અને એટલે...


       પલ્લવીએ શાસ્ત્રીનગર ઊતરી મયંકના કહ્યા મુજબ કામ પૂરું કરી બીજા વિકલ્પ તરીકે બહારની લોજમાં જ જમીને રિક્ષામાં ઘરે આવી ગઈ તેમ મયંક તરફ નજર કર્યા સિવાય જણાવ્યું!

       આ તરફ મયંકે પણ બીજા વિકલ્પ તરીકે ઓનલાઈન થાળી મંગાવીને મેં પણ જમી લીધું તેમ જણાવતા બંનેની નજર એક થઈ!

        બંનેની નજરમાં કરુણા તરવરી.


માણસની જીભ કરતા તેની આંખ ઘણું બધું કહી દે છે બસ તે વાંચવાની ક્ષમતા હોવી જોઈએ!

       બંને સમજી ગયા!

        નાનકડી વાતે થયેલી તકરારે બંનેને ભૂખ્યા પેટે રાખ્યા છે. એક બીજાના ભાવને પામી જતા શરત મુજબ પહેલા 'વિકલ્પ' તરીકે મયંક હસતા હસતા રસોડા તરફ જઈ રહ્યો છે ત્યારે પલ્લવી પણ દિવસભરનો થાક ભૂલી મયંકની મદદે દોડી ગઈ!         


Rate this content
Log in