Heena Dave

Children Stories

4.0  

Heena Dave

Children Stories

વિજ્ઞાન કથા

વિજ્ઞાન કથા

1 min
212


"દીદી ,તું આ ડિસ્કવરી ચેનલ જ કેમ જુએ છે ? કાર્ટૂન મૂકને ! તારા જેવી ઘણી બધી છોકરીઓ તો વુલ્ફૂસ જુએ છે."

" મને નથી ગમતું. મને તો અવનવું જાણવાનું ગમે છે. પૃથ્વી વિશે, નવા ગ્રહો વિશે, મંગળ, બુધ, ગુરુ, ચંદ્ર વિશે જાણવાનું ગમે છે."

" આ ચંદ્ર એટલે રાત્રે આપણી બાલકનીમાંથી દેખાય છે તે ને ?'

"હા ."

"મને કહે ને એના વિશે !"

 "ખૂબ બધા વર્ષો પહેલા ચંદ્ર પર માનવો ગયા હતા. તને ખબર નહીં હોય નિલ આરમસ્ટ્રોંગ નામની વ્યક્તિએ ચંદ્રની ધરતી પર પહેલું માનવ પગલું મૂક્યું હતું."

 "ઓહો .."

"ત્યાર પછી તો ઘણા બધા ગયા. એકસો એંશી દિવસ સુધી અવકાશમાં રોકાવાના વિક્રમ પણ થયા અને ત્યાં વાનરો, પશુઓ, પક્ષીઓ ઉંદરોને પણ મોકલ્યા હતા."

" હેં "

"ત્યાં જીવન છે. એવું પહેલા કહેવાતું હતું. પણ પછી ખબર પડી ત્યાં જીવન નથી. ત્યાંનું વાતાવરણ ગુરુત્વાકર્ષણ વગરનું જ છે."

" ઓહો..! એટલે આપણે હવામાં કૂધ્યા કરવાનું. ઊડવાનું.. આપણને ભાર નહીં લાગે ?"

"હા .તને ખબર છે ? હમણાં થોડા વખત પહેલાં ભારતના પ્રથમ મુન મિશન ચંદ્રયાન એક દ્વારા ચંદ્રની જમીન ઉપર પાણી હોવાના સમાચાર સાંભળવામાં આવ્યા છે."

" તો હવે આપણે ચંદ્ર પર રહેવા જઈશું નહીં ને ?"

" ના..ના.. ચાંદા મામાને ત્યાં વેકેશનમાં મજા કરવા જઈશું."


Rate this content
Log in