'Sagar' Ramolia

Abstract Inspirational

4.9  

'Sagar' Ramolia

Abstract Inspirational

વહુની વાર્તા - 21

વહુની વાર્તા - 21

3 mins
308


બીજો દિવસ થઈ ગયો. સવાર પડી ગયું. રજાનો દિવસ હોવા છતાં સૌ વહેલા જાગી ગયા હતા. ઘરનું કામકાજ જલદી જલદી પતાવવા લાગ્યા. આ બધું પત્યું પછી દવાખાને જવાની તૈયારી થવા લાગી. સુવર્ણાને તેમની દવાઓ ચાલુ હોય તે, ફાઈલ, દવાના કાગળિયા વગેરે લેવાનું યાદ કરાવી દીધું. ડ્રાયવર મગનભાઈને પણ વહેલા આવવાની સૂચના આપી દીધી હતી. પણ રવિએ કહ્યું, આજે હું પણ સાથે આવીશ અને આપણે મારી ગાડીમાં જ જશું. આ સાંભળી સુવર્ણાને ખૂબ આનંદ થયો. જાણે આજે ઘરમાં હરખનો વાયરો વાયો હતો. બધા આનંદમાં હતા. રવિને પણ થયું હતું કે સમય ને હું સાથે ભણતા, પછી મળી શકયા નથી, તો આજે મળી પણ લેવાશે.

સૌ તૈયાર થઈ ગયા. સમય જલદી ભાગતો હતો. ૧૦ વાગવા આવ્યા. મગનભાઈ પણ આવી ગયેલ. ત્યારે કહેવામાં આવ્યું કે, મગનભાઈ, તમે અહીં રહીને ઘરનું ધ્યાન રાખજો. અમે રવિની ગાડીમાં જ જતાં આવીએ છીએ. સૌ ગાડી લઈને નીકળ્યા. સુવર્ણાની રવિની બાજુમાં આગળની સીટમાં બેઠી હતી અને કંચનબેન તથા શશી પાછળ બેસી ગયેલ. સુવર્ણાએ રવિને કહ્યું, તમને ખબર તો છે ને આપણે કયાં જવાનું છે ? ત્યારે રવિ બોલ્યો, વાહ, શું વાત છે ? મારું તો ખૂબ ધ્યાન રાખવામાં આવે છે ને ! પણ મેડમ, તમને ખબર છે ? ગાડીને ચલાવનાર ડ્રાયવરે ગાડીમાં બેસનારે કયાં જવાનું છે તે અગાઉ જ જાણી લીધું હોય છે અને એ રીતે રસ્તા-રીડરને ગોઠવી પણ દીધું હોય છે. આ રસ્તા રસ્તા-રીડર જ્યાં જવાનું હોય ત્યાંનો રસ્તો દેખાડયા કરે છે. અને જ્યાં જવાનું હોય તે સ્થળ નજીક આવી જાય એટલે લાલ-પીળી લાઈટથી સંકેત પણ આપતું જાય છે. એટલે જ્યાં પહોંચવાનું હોય ત્યાં જ ગાડી પહોંચી જાય છે. આ રસ્તા-રીડર ડ્રાયવરને ભૂલ કરવા દેતું નથી. અને આવી વાતોમાં ડો. મયૂરનું દવાખાનું આવી પણ ગયું. ગાડીને પાકિઁગમાં પાર્ક કરી સૌ નીચે ઊતર્યા. દવાખાનું ત્રીજા માળે હતું, એટલે લીફટમાં બેસીને ત્રીજા માળે ગયા.

લીફટમાંથી ઊતરતા સામે જ ઓફિસ હતી. સૌથી પહેલા રીશેપ્શન પાસે ગયા. ત્યાં થોડીવાર બેસવાનું કહ્યું. અંદર કહેવાઈ ગયું કે, સુવર્ણાબેન આવી ગયા છે. ત્યારે સાહેબે એક દર્દીની તપાસ પૂરી કરી બીજા દર્દીઓને ન મોકલવાનું કહી સુવર્ણા અને તેમના પરિવારને ગેસ્ટરૂમમાં લઈ ગયા. ઓફિસની બાજુમાં જ આ રૂમ રાખેલ હતો. સૌને આવકાર આપ્યો. પછી બેસવાનું કહ્યું. શું લેશો ઠંડું કે ગરમ ? પૂછીને સાહેબ રવિની બાજુમાં જ બેસી ગયા. નોકરને બોલાવી ઠંડું લાવવા કહ્યું. થોડી વાતો કરી. પછી સુવર્ણાની તપાસ કરવા કેબિનમાં જવા કહ્યું. એ દરમિયાન પોતાના ભાઈ સમયને પણ ફોન કર્યો અને કહ્યું કે, જલદી આવી જાય. જે કામ હોય તે પડતું મૂકી દે. સુવર્ણા અને તેનો પરિવાર આવેલ છે. તે લોકોને મળી લે એવું કહ્યું. સમયે પણ 'હમણાં જ આવું છું' કહીને જલદી આવવા નીકળી ગયો. પછી રવિને પણ કહ્યું કે, સમય નજીકમાં જ છે. હમણાં જ આવી જશે. તમે લોકો બેસજો. જાણે વાતનો દોર આગળ વધારવાનો ન હોય! રવિએ પણ મમ્મી કંચનબેનને વાત કરી કે સાહેબે સમયને અહીં બોલાવ્યો છે. સાહેબ જ કંઈ વાત કરવાના હોય એવું લાગે છે.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Abstract