STORYMIRROR

Jitendra Padh

Romance

3  

Jitendra Padh

Romance

વહાલપની વાંસળી -પ્રેમપત્ર

વહાલપની વાંસળી -પ્રેમપત્ર

16 mins
481


પ્રિય હૃદયેશ્વરી .........

વહાલપની વર્ષા સાથે ખુબ ખુબ યાદ

આજે હૈયામાં તારી સ્મૃતિના વાવાઝોડાએ મારા મૌનના દ્વારે ટકોરા મારી હચમચાવી મૂકયું છે અને તારી યાદ વિતાવેલાં સમયમાં સર્જાયેલી ઘટનાઓના એકેએક પ્રસંગને પુનઃ સજીવન કરી મને ભાવવિભોર કરી મૂક્યો છે, ઘણું ભૂલ્યો છું પણ તારી હર અદા અને મુશ્કરાટ મારો પીછો ક્યાં છોડે છે !" હમ હર બાત ભૂલે તુમ્હારા પ્યાર ના ભૂલે "--ભૂલાય તે યાદ ના હોય સ્મરણ નહિ વિસ્મરણ હોય ! તું તો સતત આત્મીયતાના અહેસાસ કરાવે છે, મારા દિલમાં તારો નિવાસ અને તું જ મારો શ્વાસ છે.

આજે યુગ પરિવર્તનથી હૃદયની વાતો કરવા માટે અવનવા વિજાણું ઉપકરણો શોધાયા, વપરાશ વધ્યો અને પ્રેમનું મૂલ્યાંકન બદલાયા, પત્ર અભિવ્યક્તિએ કલેવર બદલ્યું, છતાંયે મને આજે તને લખેલો પ્રથમ "પ્રેમ પત્ર" યાદ આવે છે અને તારો ટચૂકડો જવાબ પણ ગમતીલો સંગાથ બની ગયો હતો. પત્ર એ તો ભીંજાયેલી લાગણીનો દસ્તાવેજ છે, ભીતરની ધડકનનો સંવાદ છે. બે દિલો વચ્ચેના પ્રેમ સેતુની જરૂરત પૂરી કરી આપતો સાચો સહચર છે.. યુવાન વયમાં દરેક પોતે મિત્રોની સલાહ લઇ સર્જક બની પોતાના પ્રિય પાત્રને પત્ર લખે જ ! શબ્દો, ઊર્મિ, કલ્પના, સપના, આનંદ, અનુભૂતિ, કૈક કહેવાની અધીરાઈ પત્રનું હૃદય કેટ તારી વાતોના પડઘા અહી ચારે દીવાલોમાં અવાજ બનીને ગુંજે છે, આજે ભલે ચામડી ઉપર ઉંમરનાં હસ્તાક્ષર વંચાતા હોય ; નજરની ઝાંખપથી

ધૂંધળાશ વળી હોય કે શરીરની ઊર્જામાં ઘટાડો થયો હોય, તેમ છતાં તારી હૂફ અને અરસપરસનો પ્રેમ એક બીજાના ચૈતન્યને થનગનાવે છે. તું આજે પણ મને એટલી જ વ્હાલી લાગી છે -પ્રથમ દ્રષ્ટિની નજાકત ભૂલ્યો નથી આદિલ મન્સૂરીનું મુક્તક :--પ્રથમ પ્રેમ પત્રમાં લખેલું અને તું વાંચીને ઝૂમી પડેલી / એ આંખ ઉઘાડે ને શરમાય ગઝલ /એ કેશને ગૂંથે ને બંધાય ગઝલ /કોણે કહ્યું કે લયને કોઈ આકાર નથી /એ અંગ મરોડે ને વળ ખાય ગઝલ /લય અને આકાર વચ્ચે ડોલતી તારી કમનીય સદા અને રૂપ ઉપર ફિદા થઇ ગયેલો !

અજબની. .નજાકત અને મારી ઉછળતી ઊર્મિઓ તને સત્કારવા કેવી પાગલ બની હતી. મૌન વાચા બને કે શબ્દના સહારે લખાણ બની અભિવ્યક્ત થાય ત્યારે એમ થાય કે સમય થંભી જાય તો સારું ! "સૌન્દયનું ગાણું મુખે મારે હજો "મકરંદ દવે ની વાત સાચી હતી ને ?(વધુ ;-20)

મિલનનો આનંદ માણ્યો ના માણ્યોને જુદા પડવાની ક્ષણો કેવી વસમી બની જતી ? 24 કલાકનો ગાળો વરસોના વિરહ સમો લાગતો, ભીજે દિવસે મળવાના હોવા છતાં તારા મિલનનો કેફ, આંખોની ચમક ભરી મસ્તી, ખળખળ વહેતું સ્મિતનું ઝરણું, ભૂલી જ ના શકાય ! આપણે સ્વપ્નમાં વાતો કરતાં તોયે ધોધમાર લાગણી તો આખરે પત્રમાં ઢળી જતી.

તને યાદ છે પ્રથમ પ્રેમ પત્ર કોણે ?લખેલો દ્વારકાધીશ રાજા ધિરાજ શ્રીકૃષ્ણ ને, મહારાષ્ટ્રના અમરાવતી વિદર્ભના કુન્દીન્પુરની ભીષ્મ કન્યા રુકમણી એ 7 શ્લોકમાં લખેલો, જેમાં પોતાની પસંદગી દ્વારકાધીશ ઉપર ઉતારી, શ્રી કૃષ્ણના તેજસ્વી, નિત્ય નવીન, યુવા અને વીરતા વાળા વ્યક્તિત્વના ગુણગાન સાંભળી શુદ્ધ પ્રેમથી મોહિત થઇ હોવાનું કબૂલી, આસુરી ત્રાસ માંથી છોડાવી લગ્ન કરી ઉધાડી જવા લખેલું અને આ પ્રેમ પત્ર દ્વારકા પહોચતો કરેલો, ,ભારતનો આ સૌથી પહેલો પ્રેમ પત્ર ગણાય છે, કાલિદાસે પ્રેમની વાત વાદળ દ્વારા સંદેશો મોકલીને વહેતી કરેલી, ,,પાંદડા ઉપર, કપડા ઉપર। પછી કબુતર, ખેપિયા, ટપાલ, ટેલીગ્રાફ, ફોન અને હને આજે વિજાણું ઉપકરણો હૃદયની સંવાદિતા માટે મોબાઈલ, સ્માર્ટફોન આઈ પેડ, ટેબ્લેટ, કોમ્પ્યુટર અને સાવ મફતમાં વ્હોટ્સેપ સેવાયાત્રા પત્ર સંદેશ માટે થઇ,પણ લખેલા પત્રની લિજ્જત અભિવ્યક્તિ કયાંથી મળે ?

તારી વધતી મુલાકાતો મિલન, ક્યારેક ચૂપકીદી અને પત્ર ના લખ્યો તો રિસામણા, એક બીજાને પ્રત્રો માટે કેટલો તલસાટ અને તડપ હતી. શેર તને સંભળાવતો હમ તો ખત લિખેંગે ગરચે મતલબ કુછ ન હો / હમ તો આશિક હૈ તુમ્હારે નામ કે આપણે એક બીજાનાં આશિક. પ્રેમ ના પાગલ જીવન યાત્રાના પ્રવાસી ;--"એ આશિક ના પૂછે જિંદગી કયા હૈ /જિંદગી તો તખલ્લુસ હૈ મોહબત કા "--પ્રેમનું ઉપનામ એટલે જિંદગી આપણે પણ આ બંધનમાં રહી ને ટક્યા.

તું મને કહેતી :--ન જાને કૌનસી દૌલત હૈ/ તેરે લબ્ઝોમેં બાત કરતે હો, દિલ ખરીદ લેતે હો /

આ પ્રેમ પણ ગજબનું ખેંચાણ છે ને ?હું તારા પાગલ અને તું મારા પ્રેમ પત્રોની અધીરાપ ધરાવતી સાદની પ્યાસી પ્રેયસી, , કલ્પના ! મારી પ્રેરણા !હું રહ્યો કવિ જીવ કલમ, કાગળ, કલ્પના અને સપનોનો સોદાગર તું. ...મારા સાથીદારો, ,,,કોઈને કોઈ વગર ના ચાલે, ,હું કહેતા "હૃદયના ધબકાર થી તાલ મેળવી /છાતી ઉપર લાવ તારું નામ લખી દઉં /કોમળ તારા હાથમાં મહેંદી વચ્ચે મારું નામ ચીતરી દઉં / તું કહેતી 'સન્મુખ છો, બસ છે નામ માં શું બળ્યું છે ? રંગ ઉડતા ઉડી જશે /આ આનંદ જાવે તો જાણે તારી હથેળીમાં બંધ થઇ ગયો ?સ્વપ્નની ઘટમાળ માં શોધવા હું દોડું છું

બ્રહ્માજીએ નારીનું કર્યું ત્યારેથી આજ સુધી તે મોહિની બની. ...નારીમાં અને તારામાં પણ ફૂલ જેવી મુગ્ધ કોમળતા, ઝાકળ જેવી ભીજાશ, ઝરણા જેવી નાજુક તરલતા, પહાડ જેવી અડગતા, વૃક્ષ જેવી છાંય -પરોપકારીતા, મોરની જેવો થનગનાટ, પારેવા જેવો ભીરુતા સાથે નો ફફડાટ, બાજ જેવી ઉડ્ડાન, તો હરણ જેવી દોટ, અગ્નિ જેવું તજ, અગિય જેવો ચમકાર, તો વડલા સમો વાત્સલ્યભાવ, સાગર જેવડું ઊંડાણ અને ધરતી જેવી ધીરજ, આવા અનેક લક્ષણો કુદરતી રીતે ઈશ્વર દત્ત ભેટ છે /યુવાનીમાં વધતા કે ઓચ્છા પરમાનમાં મુગ્ધતા હોવાની, આકર્ષણ દેહનું નહિ પણ આધ્યાત્મિક ખેચાણ પ્રેમ રૂપે ના બનાવો /વ થાય ત્યારે જીદગી જીવવા જેવી લાગે.પણ આજનો પ્રેમ, તેનું સ્વરૂપ, ભાવ..

વહાલી જીવન સહચરી ત્હેં મને સંસાર માંડ્યા પછી પણ ઘણું આપ્યું છે ઉપકાર તો ભૂલાય તેમ નથી, મારી વ્યથા એ છે કે આભાર કરી ઋણમુકત થવા ચાહું, કિન્તુ તને ગમતું નથી, તને તો ફરજ અને કર્તવ્ય બજાવી, સંસ્કાર સિંચન કાર્ય કર્યાની સુખદ આત્મસંતોષી પ્રસન્નતા ગમે છે, મારી સર્જકતાની પ્રેરણા બનવાનું સૌભાગ્ય મળ્યું તેનો આનંદ છે, કારણ એમાં તારુજ પ્રતિબિંબ, પ્રેમનો અહેસાસ અને સત્ય અનુભૂતિ અવતરે છે એમ કહી ઉમેરેલું મને તો તમારા પત્રો લખવું બહુ ગમે છે, તે બધું વાંચન અને સંગ્રહ કરતાં ધન્યતા અનુભવું છું, એ કડી અટકવા ના દેતા ! હું તને કેમ સમજાવું ! સ્વપ્ના અને વિચારો શબ્દ દેહરુપે અવતરવા મથે ત્યારે મને ખુબ અકળામણ થાય છે ? મનમાં ધસમસતો વેગ મારી મતિ મૂંઝવી નાંખે, શું કેટલું અને કેવું લખવું અને સારામાં સારું કેવી રીતે લખું દ્વિધામાં પડી જાઉં છું. તારું સ્મરણ કરતાં કાગળ ઉપર તારી છબી પ્રસન્ન વદને સ્ફૂર્તિવંત બનાવી રોમે રોમ ચૈતન્ય જગાડે છે સમાધીવશ તંદ્રા સાથે લખવા બેસી જાઉં છું, એ જ ટેબલ એ જ ખુરશી એ જ તારી છબી, ફ્રેંચ લેખક ગુસ્ટેવ ફેલ્યુબેર્ટની વાત સત્યની નજીક છે :--લખવાની કળા તમારી માન્યતા, ધારણાને વ્યક્ત કરે છે.

અત્યારે તારી જેમ હું પણ વિરહની વેદના અનુભવું છું.તારું વતન જવું, મારું વિદેશમાં રહીને તારા માટે, વતન માટે ઝૂરવું સંતાનોનું પોતાના અલાયદા સંસારમાં અટવાઈ જવું --વસમું બની ગયું છે, એકાંતમાં વારંવાર એમ થાય છે -- તારી યાદમાં નદીના વહેતા જળ ઉપર સ્પર્શ ની આંગળીયે તારી વાર્તા લખું, પુષ્પની કોમળ પાંખડીએ સ્પંદનોની નજાકત ભરી કવિતા લખું. .આપણાં અરસપરસના સાન્નિધ્યમાં માણેલા સહવાસ, સલામતી અને સહકારની અનુભૂતિની વાતો કલમની પાંખે વાયરે વહેતી કરૂં ..

પ્રિયે પ્રેમ સંબંધે બંધાવું તે ઋણાનુબંધ ગણાય, પ્રેમ કયારેય કોઈ ચોક્કસ ઘરેડમાં બીસતો નથી તેની વિવિધતા એ જ તેની ઓળખ છે, બંધનમાં જકડાય અને ફરજ પાડી અમલ કરાવે તેને કાયદો કહેવાય જોહુકમી કદી પ્રેમ પામી ના શકે, પરવશતા પ્રેમને સ્પર્શી ન શકે, પ્રેમની પવિત્રતા અને નાજુક મુલાયમતા ઝીલવાની હેસિયત, લાયકાત દરેકમાં હોતી નથી વળતરની અપેક્ષા હોય ત્યાં હોંશીલી સહજતા કેવી રીતે પામી શકાય ? વ્યવહારને બંધનમાં કર્તવ્ય અને ફરજ ચૂકી -મારુજ નહિ આજે માનવી પ્રેમ વગરનું યંત્ર બની ગયો છે -મારું નહિ સામા પક્ષને ગમતું કરવું તેનું નામ પ્રેમ. ચિંતક ઍરિક ફોર્મ :"-પ્રેમને સર્જનાત્મક પ્રવૃત્તિ માને છે અને ઉમેરે છે કે પ્રેમ એટલે કોઈની માવજત કરવી, તેને જાણવું, તેને સમજવું, તેની ઉષ્માનો પ્રતિભાવ આપવો, સ્વીકૃતિ આપવી અને ખાસ તો પ્રેમ મળે ત્યારે પામવો "

'જીવનમાં કડવાશ, દુઃખ કે અણધારેલી આફતો આવવાની, પરિવારમાં પ્રેમાળ હેતથી સંતાનોને ઉછેર્યા બાદ, કયારેક તેઓના બેહુદા, બે જવાબદાર -વફાદારી ફરજ, કર્તવ્ય વિહોણાં વર્તનનો બળાપો મળે છતાં માતા પિતાની ભીતર તો લાગણીનું ઝરણ વહેવાનું, નવી ઝંખના સાથે, ,! માફીની ઉદારતા સાથે, ,, એનું નામ મમતા, સાચો પ્રેમ -સ્વરૂપો જુદાં અનુભૂતિ એક જ !

તું તો સમજે છે ને ? સ્નેહનું સરોવર કયારેય સુકાતું નથી, સંસારનો સમુદ્ર કયારેય તોફાની ઘૂઘવાટ બંધ કરતો નથી, ગ્રીષ્મના ઉકળાટ પછી બંધાયેલા વાદળોનો ગડગડાટ કે તોફાની હવામાનમાં ઝબૂકતી વિજળી કયારેય ચમક્યા વગરની રહેતી નથી, બરફના ભયંકર હિમવર્ષા, હિમ તોફાનો વિનાશ કાર્ય બાદ આખરે શાંત થાય છે, ,પ્રકૃતિનો નિયમ છે તોફાનો તો મહેમાનો હોય,વધુ રોકાય નહિ એવુજ જિંદગીની ઘટનાઓનું છે, ,, તેં જીવનમાં બધું સહીને ધીરજ, સહનશીલતા, ઉજળી સવારની દૃઢ શ્રદ્ધા ને ઈશ્વરની ભક્તિ સાથે કપરો સમય વિતાવ્યો, મને હતાશ થવા ના દીધો, સ્નેહ, મમતા ની સંતાનોમાં આંચ આવવા ના દીધી અને એ તારા તપને કારણે સમાજમાં પરિવારને પ્રતિષ્ઠા મળી છે, આશાના આંગણમાં લક્ષ્મીના ઝાંઝરનો રણકાર થયો છે, ઉમંગોને સાચવી તેં ગંભીર બની બધું પચાવ્યું।, મહેમાનોની મહેકથી અને તારી સ્નેહલ સરભરાથી ઘરને નંદન વન બનાવી ખીલવ્યું, હા, કયારેક છે અહંમના અગ્નિએ અરસપરસ ઉગ્ર ક્રોધની જવાળા પ્રજ્જવલિત થઇ ત્યારે બે માંથી એકનું મૌનનું શીતલ જળ બની શાંત વાતાવરણ કરવા ઉપયોગી બન્યું છે, સ્ત્રી પુરુષની સ્વભાવગ્રસ્ત નબળાઈઓ માંથી ઉભા થયેલાં કટુ પ્રસંગે સમાધાની સંવેદના સહિત સમજણ ના ઘૂંટે સંબંધોના જોમ અખંડ રાખ્યા છે, જીવનની વાટિકામાં તારા પ્રતાપેજ સંતાનો સાથેની બોલાચાલી માંથી ખરેલાં તણખાથી વણસેલી પરિસ્થિતિ તેં વાત્સલ્યથી બાજી સંભાળી, માણસાઈના મોરલાને ટહુકતો રાખ્યો છે.

આજીવિકા -સંસારની આંટી ઘૂંટી ગડમથલ વચ્ચે મેં અનેક વાર તને દુભવી છે, તારાં કોમળ હૈયાને તીવ્ર આક્રોશ સાથે હતાશ કર્યું છે, મારાં શોખ, ધુને મને પાગલ બનાવી બનાવેલો, આજે મારા અહંમ ત્યાગ નું તર્પણ કરુ છું, આજે બધું યાદ આવે છે ત્યારે ભીની આંખોમાંથી વેદના આંસુ બની ટપકે છે, તેં કદીયે ઘર છોડવાનો કે છુટાછેડાંનો વિચાર સુદ્ધા કર્યો નથી, ભાગ્ય સામે રડીને નહિ લડીને તેં વીરાંગના સમી વીરતા દાખવી છે.

એક શાયરનો શેર છે:-- મિટા દે અપની હસ્તીકો અગર કુછ મર્તબા ચાહે /દાન ખાકમેં મિલકર ગુલે ગુલઝાર હોતા હયે / તપીને દાગીનો બને છે ને ? તારા ત્યાગ પ્રેમ અને સંસાર પ્રત્યેની વફાદારી બજાવી તૃપ્તિનો ઘૂંટ પીધો અને જ્ઞાતિ, સમાજ અને સંસારમાં માન, યશ પ્રતિષ્ઠા આપણને મળી તેની સાચી હકદાર તું છે. સમજણ, સંપ અને શાંતિ માટે ત્યાગ, એ તારો મંત્ર અને શ્રદ્ધેય બની ઈશ્વરની આસ્થા, જવાબદારીનું પાલન કરવું એટલે ભક્તિ,અરે ! હું તો યાદોના મધુવન માં ખોવાઈ ગયો.

હવે એકાંત અને ખાલીપાના અવકાશને એક બીજાનાં સહિયારા સાથથી વિતાવવાના છે આપણી વચ્ચે ખટરાગ નહિ ખુશી માત્ર છે, પ્રેમ છે, સાચો પ્રેમ કયારે સાથ છોડતો નથી, સંબધ તૂટે તો પણ સ્મરણમાં પણ પીછો ના છોડે ! કશું જ ભુલાતું નથી જીવનની આ તો મઝા છે।. . તું હો ત્યારે તારું સાન્નિધ્ય, હૂફ અને સહિયારો સાથ વિતાવેલાં સમયની ચાદર ઓઢીને પ્રસંગોની ગુફ્તગુ કરે તું પડખામાં હોય।. .અને બારીમાંથી ચન્દ્ર પણ શરમાઈ જાય, વાયુનો શીતલ વીંઝણો ઠંડી લહેરખી થી આપણને કેવા નિદ્રાધીન કરે છે આપવું લેવું તેના કરતા કહુક પામીને આપણે એક એક બીજાના પુરક બની રહીએ.

તને આજે પત્ર લખી મનની વાતો મોજ સાથે લખી કારણ તારું

અને મારું મિલન તને મારા પત્રો ગમતા તેમાંથી થઈ અને મને તેં કહેલું "- તું પત્ર લખવાનું બંધ ના કરતો મને તારા પત્રો ખુબ ગમે છે,તારું લખાણ મને સાવ નજીક રાખે છે." તું પ્રેરણા બની, તને મારા પત્રો ગમતા તને વાંચવા ગમે અને તું મારા શબ્દોમાં, તારી અંગડાઈ ના અને વ્યવહાર બદલાઈ ગયા છે, માત્ર એક મ્ર્ગી તરફી બની જતી કંકાસ છુટા ચેડા / વધ્ય.

વહાલી જીવન સહચરી ત્હેં મને સંસાર માંડ્યા પછી પણ ઘણું આપ્યું છેઉપકાર તો ભૂલાય તેમ નથી, મારી વ્યથા એ છે કે આભાર કરી ઋણમુકત થવા ચાહું, કિન્તુ તને ગમતું નથી, તને તો ફરજ અને કર્તવ્ય બજાવી, સંસ્કાર સિંચન કાર્ય કર્યાની સુખદ આત્મસંતોષી પ્રસન્નતા ગમે છે, મારી સર્જકતાની પ્રેરણા બનવાનું સૌભાગ્ય મળ્યું તેનો આનંદ છે, કારણ એમાં તારુજ પ્રતિબિંબ, પ્રેમનો અહેસાસ અને સત્ય અનુભૂતિ અવતરે છે એમ કહી ઉમેરેલું મને તો તમારા પત્રો લખવું બહુ ગમે છે, તે બધું વાંચન અને સંગ્રહ કરતાં ધન્યતા અનુભવું છું, એ કડી અટકવા ના દેતા !હું તને કેમ સમજાવું ! સ્વપ્ના અને વિચારો શબ્દ દેહરુપે અવતરવા મથે ત્યારે મને ખુબ અકળામણ થાય છે ? મનમાં ધસમસતો વેગ મારી મતિ મૂંઝવી નાંખે, શું કેટલું અને કેવું લખવું અને સારામાં સારું કેવી રીતે લખું દ્વિધામાં પડી જાઉં છું. તારું સ્મરણ કરતાં કાગળ ઉપર તારી છબી પ્રસન્ન વદને સ્ફૂર્તિવંત બનાવી રોમે રોમ ચૈતન્ય જગાડે છે સમાધીવશ તંદ્રા સાથે લખવા બેસી જાઉં છું, એ જ ટેબલ એ જ ખુરશી એ જ તારી છબી, ફ્રેંચ લેખક ગુસ્ટેવ ફેલ્યુબેર્ટની વાત સત્યની નજીક છે :--લખવાની કળા તમારી માન્યતા, ધારણાને વ્યક્ત કરે છે.

અત્યારે તારી જેમ હું પણ વિરહની વેદના અનુભવું છું.તારું વતન જવું, મારું વિદેશમાં રહીને તારા માટે, વતન માટે ઝૂરવું સંતાનોનું પોતાના અલાયદા સંસારમાં અટવાઈ જવું --વસમું બની ગયું છે, એકાંતમાં વારંવાર એમ થાય છે -- તારી યાદમાં નદીના વહેતા જળ ઉપર સ્પર્શ ની આંગળીયે તારી વાર્તા લખું, પુષ્પની કોમળ પાંખડીએ સ્પંદનોની નજાકત ભરી કવિતા લખું. .આપણાં અરસપરસના સાન્નિધ્યમાં માણેલા સહવાસ,સલામતી અને સહકારની અનુભૂતિની વાતો કલમની પાંખે વાયરે વહેતી કરૂં.

પ્રિયે પ્રેમ સંબંધે બંધાવું તે ઋણાનુબંધ ગણાય, પ્રેમ કયારેય કોઈ ચોક્કસ ઘરેડમાં બીસતો નથી તેની વિવિધતા એ જ તેની ઓળખ છે, બંધનમાં જકડાય અને ફરજ પાડી અમલ કરાવે તેને કાયદો કહેવાય જોહુકમી કદી પ્રેમ પામી ના શકે, પરવશતા પ્રેમને સ્પર્શી ન શકે, પ્રેમની પવિત્રતા અને નાજુક મુલાયમતા ઝીલવાની હેસિયત, લાયકાત દરેકમાં હોતી નથી વળતરની અપેક્ષા હોય ત્યાં હોંશીલી સહજતા કેવી રીતે પામી શકાય ? વ્યવહારને બંધનમાં કર્તવ્ય અને ફરજ ચૂકી -મારુજ નહિ આજે માનવી પ્રેમ વગરનું યંત્ર બની ગયો છે -મારું નહિ સામા પક્ષને ગમતું કરવું તેનું નામ પ્રેમ. ચિંતક ઍરિક ફોર્મ :"-પ્રેમને સર્જનાત્મક પ્રવૃત્તિ માને છે અને ઉમેરે છે કે પ્રેમ એટલે કોઈની માવજત કરવી, તેને જાણવું, તેને સમજવું, તેની ઉષ્માનો પ્રતિભાવ આપવો, સ્વીકૃતિ આપવી અને ખાસ તો પ્રેમ મળે ત્યારે પામવો "

'જીવનમાં કડવાશ, દુઃખ કે અણધારેલી આફતો આવવાની, પરિવારમાં પ્રેમાળ હેતથી સંતાનોને ઉછેર્યા બાદ, કયારેક તેઓના બેહુદા, બે જવાબદાર -વફાદારી ફરજ, કર્તવ્ય વિહોણાં વર્તનનો બળાપો મળે છતાં માતા પિતાની ભીતર તો લાગણીનું ઝરણ વહેવાનું, નવી ઝંખના સાથે, ,! માફીની ઉદારતા સાથે, ,, એનું નામ મમતા, સાચો પ્રેમ -સ્વરૂપો જુદાં અનુભૂતિ એક જ !

તું તો સમજે છે ને ?સ્નેહનું સરોવર કયારેય સુકાતું નથી, સંસારનો સમુદ્ર કયારેય તોફાની ઘૂઘવાટ બંધ કરતો નથી, ગ્રીષ્મના ઉકળાટ પછી બંધાયેલા વાદળોનો ગડગડાટ કે તોફાની હવામાનમાં ઝબૂકતી વિજળી કયારેય ચમક્યા વગરની રહેતી નથી, બરફના ભયંકર હિમવર્ષા, હિમ તોફાનો વિનાશ કાર્ય બાદ આખરે શાંત થાય છે, ,પ્રકૃતિનો નિયમ છે તોફાનો તો મહેમાનો હોય, ,,,વધુ રોકાય નહિ એવુજ જિંદગીની ઘટનાઓનું છે, ,, તેં જીવનમાં બધું સહીને ધીરજ, સહનશીલતા, ઉજળી સવારની દૃઢ શ્રદ્ધા ને ઈશ્વરની ભક્તિ સાથે કપરો સમય વિતાવ્યો, મને હતાશ થવા ના દીધો, સ્નેહ, મમતા ની સંતાનોમાં આંચ આવવા ના દીધી અને એ તારા તપને કારણે સમાજમાં પરિવારને પ્રતિષ્ઠા મળી છે, આશાના આંગણમાં લક્ષ્મીના ઝાંઝરનો રણકાર થયો છે, ઉમંગોને સાચવી તેં ગંભીર બની બધું પચાવ્યું।, મહેમાનોની મહેકથી અને તારી સ્નેહલ સરભરાથી ઘરને નંદન વન બનાવી ખીલવ્યું, હા, કયારેક છે અહંમના અગ્નિએ અરસપરસ ઉગ્ર ક્રોધની જવાળા પ્રજ્જવલિત થઇ ત્યારે બે માંથી એકનું મૌનનું શીતલ જળ બની શાંત વાતાવરણ કરવા ઉપયોગી બન્યું છે, સ્ત્રી પુરુષની સ્વભાવગ્રસ્ત નબળાઈઓ માંથી ઉભા થયેલાં કટુ પ્રસંગે સમાધાની સંવેદના સહિત સમજણ ના ઘૂંટે સંબંધોના જોમ અખંડ રાખ્યા છે, જીવનની વાટિકામાં તારા પ્રતાપેજ સંતાનો સાથેની બોલાચાલી માંથી ખરેલાં તણખાથી વણસેલી પરિસ્થિતિ તેં વાત્સલ્યથી બાજી સંભાળી, માણસાઈના મોરલાને ટહુકતો રાખ્યો છે.

આજીવિકા -સંસારની આંટી ઘૂંટી ગડમથલ વચ્ચે મેં અનેક વાર તને દુભવી છે, તારાં કોમળ હૈયાને તીવ્ર આક્રોશ સાથે હતાશ કર્યું છે, મારાં શોખ, ધુને મને પાગલ બનાવી બનાવેલો, આજે મારા અહંમ ત્યાગ નું તર્પણ કરુ છું, આજે બધું યાદ આવે છે ત્યારે ભીની આંખોમાંથી વેદના આંસુ બની ટપકે છે, તેં કદીયે ઘર છોડવાનો કે છુટાછેડાંનો વિચાર સુદ્ધા કર્યો નથી, ભાગ્ય સામે રડીને નહિ લડીને તેં વીરાંગના સમી વીરતા દાખવી છે.

એક શાયરનો શેર છે:-- મિટા દે અપની હસ્તીકો અગર કુછ મર્તબા ચાહે /દાન ખાકમેં મિલકર ગુલે ગુલઝાર હોતા હયે / તપીને દાગીનો બને છે ને ? તારા ત્યાગ પ્રેમ અને સંસાર પ્રત્યેની વફાદારી બજાવી તૃપ્તિનો ઘૂંટ પીધો અને જ્ઞાતિ, સમાજ અને સંસારમાં માન, યશ પ્રતિષ્ઠા આપણને મળી તેની સાચી હકદાર તું છે. સમજણ, સંપ અને શાંતિ માટે ત્યાગ, એ તારો મંત્ર અને શ્રદ્ધેય બની ઈશ્વરની આસ્થા, જવાબદારીનું પાલન કરવું એટલે ભક્તિ, ,, અરે ! હું તો યાદોના મધુવન માં ખોવાઈ ગયો.

હવે એકાંત અને ખાલીપાના અવકાશને એક બીજાનાં સહિયારા સાથથી વિતાવવાના છે આપણી વચ્ચે ખટરાગ નહિ ખુશી માત્ર છે, પ્રેમ છે, સાચો પ્રેમ કયારે સાથ છોડતો નથી, સંબધ તૂટે તો પણ સ્મરણમાં પણ પીછો ના છોડે ! કશું જ ભુલાતું નથી જીવનની આ તો મઝા છે।. . તું હો ત્યારે તારું સાન્નિધ્ય, હૂફ અને સહિયારો સાથ વિતાવેલાં સમયની ચાદર ઓઢીને પ્રસંગોની ગુફ્તગુ કરે તું પડખામાં હોય।. .અને બારીમાંથી ચન્દ્ર પણ શરમાઈ જાય, વાયુનો શીતલ વીંઝણો ઠંડી લહેરખી થી આપણને કેવા નિદ્રાધીન કરે છે આપવું લેવું તેના કરતા કહુક પામીને આપણે એક એક બીજાના પુરક બની રહીએ.

તને આજે પત્ર લખી મનની વાતો મોજ સાથે લખી કારણ તારું અને મારું મિલન તને મારા પત્રો ગમતા તેમાંથી થઈ અને મને તેં કહેલું "- તું પત્ર લખવાનું બંધ ના કરતો મને તારા પત્રો ખુબ ગમે છે,તારું લખાણ મને સાવ નજીક રાખે છે." તું પ્રેરણા બની, તને મારા પત્રો ગમતા તને વાંચવા ગમે અને તું મારા શબ્દોમાં, તારી અંગડાઈ પત્ર (અનુસંધાન )

તારી અંગડાઈ અક્ષરદેહે અવતરે છે, મને લખવું અને તને વાંચવું ગમે, તારી નિતનવી કમનીય, અદા, મારકણી ઘાયલ કરતી નખરાળી નજાકત, મેચિંગ ડ્રેસ, પ્રસંગ અનુરૂપ કેશ કલાપ ડોલતી તારી કાયા અને રૂપ સાથે અડપલાં કરતી તારી સ્પેશ્યલ અલક લટ શોભામાં જાણે અભિવૃદ્ધિ !,આવેગોની ઉછળતી ઊર્મિઓને મારા આગોશમાં બંધાઈ જવાની કેવી અધીરપ થતી ! વાત વાતમાં મારી પસંદગી જાણી લઈને તે મુજબ સજી ધજીને આવતી, ,,,રોજનો એક જ સવાલ "હું કેવી લાગુ છું ?"હું નવા નવા વિશેષણોથી તને નવાજતો, ,,તું કહેતી " જીત તને ખબર છે ?સુંદર રહેવું, સુંદરતાને સાચવવી એ તો ઈશ્વરે સ્ત્રીઓને આપેલું વરદાન છે, રૂપ અને તેજ બ્રહ્માજીની કૃપા દૃષ્ટિ નો પ્રસાદ છે। "ઘણી વાર તારી વાણી માંથી કવિતા સરી પડતી, ,,તું કહેતી એ તો સંગ જેવો રંગ, ,,,મારાં રોજ તારી કલ્પના સ્મરણ માંથી સર્જાતા પત્રો।. એમ લાગતું પત્રો એટલે હૃદયની ધડકન, એકેક અક્ષર જાણે ધબકતા શ્વાસ !આ બધું કેમ ભૂલાય ?

આ સમય વહી ગયો આપણું અક્સ્માતી મિલન માવજત અને સમજદારી સથવારો, મિલન, સંસાર, સંતાનોનો જન્મ બધાજ સમયમાં અરસપરસ સમજવામાં, સાચવવામાં સંતાનોની પરવરિશમાં, સંબધી,જ્ઞાતિજનો, સમાજની પળોજણમાં ગાળ્યાં, જીવનને સાચી રીતે માણવું, જાણવું અને પામવું હોય તો એક બીજામાં ખ્યાલ, સમજ અને ત્યાગ સાથેનું વ્યવહારુ જ્ઞાન જોઈએ એમ શાસ્ત્રો કહે છે જે આપણે અપનાવ્યાં, સાથ, સંગાથ અને સહકાર ભરેલી હૂંફે કપરા સમયે સહારો આપેલો અંગત મિત્રો, આપ્તજનો,. માયાળુ પરિવાર, મદદમાં આવતો પડોશ, ,આપણને બધુજ મળ્યું હા, સાથોસાથ અપેક્ષાભંગ, અનાદર અને અંજપો કર્તવ્ય, ફરજ બજાવ્યા બાદ અપયશ અને વણ નોતરેલાં દુઃખો પણ આવ્યાં આપણે તો બધાને સત્કાર્યા।. અબધુઆ બધુંસ્વભાવ મેળથી શક્ય બન્યું ને /

આજે તારી ઉદારતાને દાદ અપૂ છું, પ્રિયે 1 તું હમેશા મને કહેતી કે "મને પ્રેમ મળ્યો એટલે બધુ જ ભુલાઈ ગયું, કારણ તે આનંદ ના ઘૂઘવતા સાગર જેવો વહાલનો દરિયો મને આપ્યો છ મને તારો સાચૂકલો પ્રેમ મળ્યો એ જ મારી મારી સાધનાનો પ્રસાદ 1 ભૂલવું અને ત્યજવું જીવનની મોટી કળા છે (સંસાર તરવાના જીવન નાવના બે હલેસાં છે ) અને તે ઉમેરેલું આ કળા જીવનમાં ઊતરતી નથી એટલે દુઃખ જન્મે છે, ,,પ્રેમ પામવા કરતા પ્રેમ આપવામાં વધુ મીઠાશ છે, લિજ્જત છે, ,,મારે પ્રત્યુતરમાં કહેવાનું કે તારી વાત સાવ સાચી છે, હૃદયની સચ્ચાઈ આંખોમાંથી મસ્તી કે ચંચળતા બની છલકાઈ જાય ત્યારે સ્મિત તેને આવકારે છે અને બાહુ તેને બાથ ભીડવા તલસે તેનું નામ પ્રેમ છે, ,,,જીયા સ્મિત છે ત્યાં ઈશ્વરનો વાસ છે એક શાયરે ખરું કહ્યું છે કે --પૂછા મૈંને રબ કો અપના પતા બતા દે /તો, બોલા કી મૈ લોંગો કિ મુસ્કરાહટ મેં રહેતા હું આજે પણ એક બીજાનો ટુંકો કે લાંબો વિયોગ સતત કહે છે " તારા વિના -બાત ઈતની બઢ ગઈ કિ તુમ બિન કુછ અચ્છા નહીં લગતા ". તારા વિના કંઈ જ ગમતું નથી, ખાલીપાનો ઝૂરાપો આજે પત્ર બનીને વર્ષો બાદ પણ સંસ્મરણના ઉપવનમાં આપણને લઈ જાય છે, ,,આ તાજ્ગી આપે તેવી ક્ષણો જિંદગીની મોંઘેરી મિરાત છે, ,,આ જ અપની વિરાસત છે ! શાયર ઈકબાલ નો શેર યાદ આવે છે --ઈક લબ્ઝ યે મહોબત્ત કા અદના સા ફસાના હય / સિ મ ટે તો દિલ -યે આશિક ફૈલે તો ઝમાના હૈ .

હે, પ્રાણ પ્રિયે !જીવનની મંઝિલનો આપણો આ આખરી મુકામ છે, ગમે ત્યારે ગમે તેને, ઈશ્વરના ધામનો ઘંટારવ વાગે અને આમંત્રણ આવી પડે, આખરી સલામ કરવાની વેળ પણ ના મળે પલ ના વિલંબ વિના જવું પડે ! બે માંથી એકની આગોતરી વિદાય થશે તો પણ આપણી સ્મૃતિ યાદો જીવિત હૈયે સહારો બની ગૂંજતી રહેવાની, ઘણાનું તો એવું બને છે કે --"જીન્દગી તેણે જીવી, મર્યા પછી સ્મૃતિ બની /ઘણાં ચાલ્યા ગયા -ન-યાદ, ના કહાની બની /"જિંદગીનો પડઘો એટલે સ્મૃતિનો સથવારાનો સાદ ! હા, અંતે જીવન શું ?છે ? ફક્ત ચૈતન્ય બે ચાર દિવસનું /મરણ શું ? છે ?કે આદમી તસ્વીર થઈ જાયે, ,(મરીઝ )મરણ બાદ બધાએ તસ્વીર થઇ ને લટકવાનું છે, છતાં -બહુત મુશ્કિલ હો જાતા હયે, મિટાના ઉનકી યાદો કા /જો હર મોડ પર અપના નિશાના છોડ જાતા હૈ.

હે, જીવન સહચરી ! હૃદયનો પટારો ખૂલે ત્યારે, ,,,એકાંત અને એકલતાના અવકાશમાં યાદ, સાદ અને પ્રતિ સાદ પડઘાયા કરે છે, વાતોનો કદી અંત ના હોય ! વાતો તો અનંત યાત્રાનું ભાથું છે, વાતો કડી ના ખૂટે અનંત એનો અંત નહિ પણ વિરામ હોય --ગમે તેટલુ લખો ધરવ ના થાય "લખી લખી થાકવાનો, કિન્તુ શરૂથી જેની મેં ઈચ્છા કીધી /હજી જરાયે નથી લખાતું (રસિક મેઘાણી )કેટલું ?સત્ય છે !........,અંતે।. પ્રેમ લિપિ સંદેશ બની વાયુ થઈ વિહરીયે, શ્વાસે શ્વાસે હૂંફ થઈ ધબકાર બનીને જીવીએ।. ..... વધુ શું લખું, ,,બસ.

હવાઓં કે સાથ અરમાન ભેજા હયે /નેટ વર્ક કે જરિયે પયગામ ભેજા હયે /ફુર્સત નિકાલે -કબુલ કર લેના ઇન્હેં /હમેં રૂહે જવાની કા જજ્બાત ભેજા હૈ

લિ, ,,તારા વિરહમાં તડપતુ --તારા પ્રતિબિંબ સમાવતું જીગરે આલમ, જીવન સહચરનો ધબકાર.


Rate this content
Log in

Similar gujarati story from Romance