Rahul Makwana

Inspirational

4.8  

Rahul Makwana

Inspirational

વેપાર નિતી

વેપાર નિતી

2 mins
376


કરીયાણાની દુકાનનાં શેઠ રવજીભાઈ રાબેતા મુજબ તેની દુકાને આવી પહોંચ્યા, એ આવી પહોંચ્યા એ પહેલાં તેની દુકાન પર કામ કરતાં રાજુભાઈએ દુકાન વ્યવસ્થિત સાફ સુફ કરી નાખેલ હતી.


શેઠ આવ્યાં અને ભગવાનની પૂજા - અર્ચના કરી, દિવા - અગરબત્તી કર્યા, એટલીવારમાં એક ગ્રાહક દુકાને આવી પહોંચ્યો, તેના પહેરવેશ પરથી તે કોઈ ગરીબ પરિવારમાંથી આવતો હોય તેવું લાગ્યું. તેના કપડાં પણ થોડાક મેલાં હતાં, વાળ પણ એકદમ વ્યવસ્થિત હતાં નહીં. ત્યારબાદ તે વ્યક્તિએ એક નાનકડી કાપલીમાં લખેલ લિસ્ટ રવજીભાઈને આપ્યું. રવજીભાઈએ તેની દુકાન પર કામ કરતાં રાજુભાઇ પાસે આ બધી સામગ્રીઓ પેક કરાવી ત્યારબાદ રવજીભાઈએ બધી સામગ્રીનું બિલ બનાવ્યું.


ટોટલ બિલ હતું. 700 રૂપિયા, સાતસો રુપિયા એવું સાંભળીને ગ્રાહકની આંખોમાં ઉદાસી છવાઈ ગઇ. આથી તેણે શેઠ રવજીભાઈને કહ્યું કે

"શેઠ ! આમાંથી થોડીક વસ્તુ કાઢી લો...મારી પાસે એટલા બધાં રૂપિયા નથી.!" - ઉદાસી સાથે ગ્રાહક બોલ્યો.

"તો ! તમારી પાસે કેટલાં રૂપિયા છે...?" - રવજીભાઇએ પૂછ્યું.

"500 રૂપિયા જ છે મારી પાસે.!" - ખચકાતાં અવાજે ગ્રાહક બોલ્યો.

"કંઈ ! વાંધો નહીં...બધી વસ્તુ ભલે એમ જ રહી. આજે અમારી દુકાનના પાંચ વર્ષ પુરા થયાં છે. એ ખુશીમાં તમને 200 રૂપિયાનું સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મારા તરફથી આપું છું...!" - રવજીભાઈ ગ્રાહકની સામે જોઈને બોલ્યાં.


ત્યારબાદ તે ગ્રાહક રાજીનો રેડ થઈ ગયો. ઉદાસી ભરેલી આંખોમાં ખુશીઓ છવાઈ ગઈ અને ખુશ થતાં થતાં પોતાનાં ઘર તરફ ચલવાં માંડ્યો.

થોડીવાર પછી રાજુભાઈએ રવજીભાઈને પૂછ્યું.

"શેઠ..! તમે શાં માટે જુઠું બોલ્યાં...આપાણી દુકાનના પાંચ વર્ષ તો બે મહિના પહેલાં જ પુરા થયાં છે, આજે નહીં...?" - અચરજ પામતાં રાજુભાઈએ રવજીભાઈને પૂછ્યું.


"રાજુભાઇ...સુદામા જ્યારે પોતાના ઘરે ખાવા માટે અન્ન - દાણા ખૂટી ગયાં હતાં, ત્યારે તેનાં મિત્ર કૃષ્ણ પાસે મદદ માંગવા ગયાં હતાં. પરંતુ સુદામાં કૃષ્ણ પાસે મદદ નહોતા માંગી શક્યાં અને કૃષ્ણ ભગવાને પણ સુદામાની જાણ બહાર તેને મદદ કરી જ હતી. એવી જ રીતે હમણાં આપણી દુકાનેથી જે ગ્રાહક ગયો એ બીજું કોઈ નહીં પરંતુ મારો નણપણનો મિત્ર કરશન હતો એ મને નહીં ઓળખતો પરંતુ હું એને ઓળખું છું. આપણે ભલે તેની મોટી મદદ ના કરી શકીએ પરંતુ આપણાથી જેટલી શક્ય હોય એટલી તો મદદ કરવી જ પડે..નહીંતર મારા દ્વારકાધીશને ખોટું લાગી જાય.!" - રવજીભાઈ મનમાં આનંદ સાથે હસતાં - હસતાં બોલ્યાં.


આ જોઈ રાજુભાઈની આંખોમાં પણ પાણી આવી ગયું અને બોલ્યાં..."ધન્ય ! છે શેઠ...તમારી મિત્રતા કે દોસ્તીને...કળિયુગમાં પણ મિત્રતા જો જીવંત હોય તો તે માત્રને માત્ર તમારા જેવાં જ માણસોને આભારી છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational