Kalpesh Patel

Drama

4.9  

Kalpesh Patel

Drama

વારસદાર

વારસદાર

4 mins
1.3K


'ચાંદનો ટુકડો  ઘરમાં લાયો તો છે , પણ  આતો પેટની તો ઊણી નીકળી  !' ઘરડી મા બબડતી હતી :

માં ના વેણ સાંભળતા , જીણો  ગમાણે બાંધેલા ડોબા જેવુ ભાંભળ્યો ..

જીણીયા સાંભળી લે આ વખતે તો પાકું કામ કરેલું છે , ચામુંડા માના દરબારે ઘા નાખી છે તે ખાલી નૈ જાય , તું  આ કમુરતા ઉતરે એટ્લે ઉપડ અને જીવલી ને તેડીયાવ .  

'મા, આમ ક્યાં સુધી  ? કોઈને દોષ ના આપ ,. એમાં એ  બિચારી શું કરે? એ તો જ્યારે આપણો ઈશ્વર જ રૂઠયો છે . આપણે તો ભીમજી  ભૂવા થી  ચાર વાર દાણા નંખાવી જોઇ તેડાવી  પણ એકેય વખત વચન ન પડ્યું . દોરા ધાગા કર્યા પણ આપણાં તો , તેખડ ને તેખડ જ પડ્યા. ભાગ્યમાં વારસદાર આપનાર  લખ્યો હોત તો પછી તારા પછીતના મહેણાં  શું કામ ખાત બાપડી?

જીણો કંટાળ્યો. ઘરડી મા અને અને તેના બળાપાને છોડીને ખેતરમાં ગયો. ટાઢ વાવા લાગી. છાણું-પાંદડું એકઠું કર્યું ને દેવતા ચાંપ્યો. રતૂમડી ઝાળ ઊંચી થઈ થઈને છોકરો આલતી હોય એમ ચહેરા ભણી વળવા લાગી.

જીવી  અંહી હોત તો એના હાથને  છાબત પણ ખરો. આ બળીજળી ઝાળને તે કેમની છબવી ? આંસુડાં વગરનું તીણું રડ્યો.ભરેલા  બાજરાના ડુંડિયા  પર ભૂખ્યા  તીડ જેમ વળગ્યો … તોય,. જીવી  ભરાતી જ નહોતી. ગયે મહિને માને લેવા મોસાળ ગયો ત્યારે મામાએ જીવલીના  સારા દિવસ વિશે પૂછ્યું હતું. એ વખત  પોતે સૂકા પાંદડા જેમ ધ્રૂજયો હતો અને બદન આખાનો  રંગ રૂની પૂણી જેમ ધોળો થઈ ગયો હતો.

ઓચિંતી 'પેલી  કડવી ચચ્ચાઈ' એના સડેલા ખોરા મગજમાં ઊભરી આવી, છેલ્લા ત્રણ  વર્ષથી પોતે હવાત્યા મારે છે અને તોય જીવલીની ડાળ પરનું ફળ પડતું નથી. પછી, ઘરડીમાએ જ્યારે આ વખતે ચામુંડાએ નાળિયેરનું પચાસી તોરણ માન્યું. બાધા લીધી અને જીવીને પિયરથી તેડાવી લાવવા કીધું , એ ટાણે  એને શું કહેવું  તેની જીણાને વીસમણ હતી .

આખરે ઉતરાયણ પછી , તેણે ખરી માથી સિંગ કાઢી અને સ્કૂટર ઉપર તેનો બાચકો મૂકી સાસરીએ હંકારી ગયો .સાસરે મોડી રાત્રે  પહોચ્યો અને રાત ઓસરીમાં વીતી  બીજા  દિવસની સવાર પડી. આવતી કાલે પરત ઘેર જવાનું હતું આમ આજનોફાજલ હતો. ઓસરીમાં અંજામ્પા માં રાત વિતાવી જીણાએ જાગીને  ઓરડામાં જોયું તો નિત્ય સૌ પહેલી જાગી જનારી જીવી  હજી ઊઠી નહોતી. 'ભલે સૂતી' વિચારતાં એ બહાર આંગણે આવી સસરા સાથે બેઠો  અને હુકાના દમ માં જોડાયો પણ મન તો અંદર સૂતેલી જીવલીમાં જોડાયેલુ હતું , એ ફરી ઓરડામાં ગયો . સવારના ટાઢા અજવાળામાં નિરાંતે સૂતી જીવલીના મોઢા પરની શાંતિ જોઈને એનો  ઊંચકાયેલો જીવ ઠર્યો ને એ બબડ્યો  – 'કાલે  તો જીવી મારી સાથે  આયા વના નીં રે'

બપોરે સાસુમે છેડેલા વિવાદ થી સરું થયેલી વારસદાર અંગેની ચર્ચાને અંતે  સાસરાની વાત માની બન્ને જણાં દવાખાને ગયાં.ડોકટરે જીવલીને તપાસી , અને પછી  જીણાને તપસ્યો અને  તે હતપ્રભ થયા, અને ,તમને વારસદાર મળે તે અંગે કશું કરી શકું તેમ નથી !! 

પરંતુ નીરસ ના બનતા , ભાઈ, આ વાત અહીં જ દાટી દો. મેં તમને તપાસ્યા જ નથી એમ સમજીને વર્તો. કશાય વિચાર આગળ-પાછળ કરશો નહીં. બધુંય બરાબર થઈ જશે  છે; આવું  થાય એમાં કંઈ…!...નાસીપાસ ન  થવાય,  જાવ તમારા બન્ને માટે સારું રહે એવી સલાહ હું આપું ,તો કોઈ નવજાતને દત્તક લઈ લેવાની, અને તે માટે  અંહી આવી જવાનું અને ત્રણ મહિના પછી બાળક લઈ પરત જવાનું , મળશે એ ખાત્રી આપું છું.' જીણો બહાર આવ્યો. દરવાજે કાન માંડીને ઊભેલી જીવીએ મારૂ કામ આસન કરી દીધું, જીણાને કોઈ વિવરણ કરવું ન પડ્યું   અને અમે બંને જણ દવાખાનાના કમ્પાઉન્ડમાંથી સડક પર આવ્યાં.

ઘેર આવેથી પહેલે મહિને જીવી   છેટી ન બેઠી અને જીણાની  ઘરડી માં સોળ વર્ષની જીવલીની  સહિયરની જેમ ગોળધાણાની કથરોટ લઈને ગામ આખું ઘૂમી વળી. ત્રણ  મહીના પછી ઘરમાં  સત્યનારાયણની કથા કહેવડાવી. ઓસરીમાં  કીડિયારા જેમ  માણસો ભરાવા લાગ્યા. સીમંત એમ ઊજવાયું, અને યોજના પ્રમાણે જીવીના પિયરની ઇચ્છાઓને અવગણીને પણ એને શહેરના દવાખાને રાખવામાં આવી… 

એક સવારે જીવીના  પિયરથી એક દેખાવડો છોકરો આવ્યો. જીણાની માં એ વખતે દળતી હતી.  એને જીણો ઓળખતો  ન હોઉ એમ ખાટલે પડી રહયો  .

ડોક્ટરના કમ્પાઉન્ડરે , ઉત્સાહથી હાંક મારી બોલ્યો 'જીણા ભાઈ  મજામાં ને?' આગંતુક  ખાટલાની પાંગોથ પર બેઠો અને જીણો ઉભડક બેઠો થઈ ગયો. આવનારે  સ્મિત કર્યું. ખિસ્સામાંથી રૂમાલ કાઢી કપાળ લૂછ્યું અને અને બોલ્યો જીજાજી, તમારી  તો દિવાળી સુધરી ગઈ, ચાલો ફટા ફટ  લાપસીના આંધણ મૂકાવો , વધામણી તમે મુન્નાના બાપ બન્યા છો . આવનાર યુવકની હાંક સાંભળી પહેલ અવિરત દરણું દળતી માના હાથે વેગ પકડ્યો અને પછી અટક્યો , પાણિયારે મુક શીશ નમાવી સાડીના છેડે થી ગાંઠ છોડી તેના ઓવારણાં લઈ તેણે  એક રૂપિયો આવનાર યુવકને આપ્યો :

દોઢ મહિને જીવી બાળકને લઈ આવી ત્યારે , તેની કાંખે રહેલા બાળકને માએ તેના ખોળે લીધો ત્યારે જીવીના ચહેરા પર ફરી વળેલી ઝાંખ , અને બાળક ઉપર અથડાઈને પાછી પડતી જીણાની દૃષ્ટિ માના ખોળે રહેલા બાળકની  માંજરી આંખોમાં ઝૂઝી, ત્રણેયના ચહેરાઓ પર અથડાતી- કુટાતી  નજરું વચ્ચે માં બોલી ઉઠી ખમ્મા મારા વરસદારને , એલા જીણીયા  આ તો અદ્દલ તારા દાદા જેવી માંજારી આંખ લઈ આવ્યો છેને કાઇ ... .

 


Rate this content
Log in

Similar gujarati story from Drama