Kaushik Dave

Drama Inspirational

4.5  

Kaushik Dave

Drama Inspirational

ઊંચી બિલ્ડિંગમાં દસમા માળે ઘર

ઊંચી બિલ્ડિંગમાં દસમા માળે ઘર

2 mins
225


ના. . ના. . મને વાંધો છે. તમારા ભાઈએ શહેરમાં મકાન લીધું છતાં પણ આપણને બોલાવ્યા નથી.

પણ એણે ઘરનું વાસ્તુ કર્યું નથી. ફક્ત સત્યનારાયણની કથા કરી હતી એ પણ જાતે જ. કોઈને બોલાવ્યા નહોતા.

તો શું થયું. તમે મોટાભાઈ છો. તો તમને તો બોલાવવા જોઈએ. ને પાછી આપણને જાણ પણ નથી કરી કે ઊંચી બિલ્ડિંગમાં દસમા માળે ઘર લીધું છે. તમારે એમને ઉછીના રૂપિયા આપવાના નથી.

જો આ મારા અને મારા ભાઈ વચ્ચેની વાત છે. ભાઈ ભાઈની વાતમાં ઘરની સ્ત્રીઓએ માથું મારવું નહીં.

એટલે હું માથું મારું છું ? આમને આમ રૂપિયા ઊડાવી દો. આપણા છોકરા ભીખ માંગશે. થોડા રૂપિયા બચાવીશું તો છોકરાના લગ્નમાં કામ આવશે.

જો ભાગ્યવાન, તારી વાત સાચી છે છતાં પણ તને કહું છું કે ભાઈ ભાઈ વચ્ચેની વાત છે. ને નાના ભાઈ એ ઘર લીધું હતું એ મને કહ્યું હતું. ને તને ખબર ના હોય તો કહી દઉં. ભાઈ કેટલાય વર્ષોથી ભાડાના મકાનમાં રહેતો હતો. એને શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર મળ્યું છે. ખુશ થવાની વાત છે. અત્યારે એને એના છોકરાની ફી ભરવાની છે. કોલેજના છેલ્લા વર્ષમાં છે. મકાનના હપ્તામાં અને શહેરના ખર્ચામાં કદાચ બચત થતી નહીં હોય. આ પહેલી વખત માંગ્યા છે એટલે ના પાડી શકું નહીં.

તો પછી ઘર ના લેવું જોઈએ. દેવું કરીને ઘર લીધું પાછું, હવે ઉછીના માગ્યા. તમારે આપવાના નથી.

જો તને ખબર છે કે આ ગામડાનું આપણું ઘર બાપદાદાની મિલકત છે. અને ખેતર પણ. એટલે એમાં પણ મારા ભાઈનો ભાગ છે. મારા બાપુજીએ એ માટે વિલ પણ કર્યું હતું. આજ સુધી ભાઈએ મકાનમાં ભાગ માંગ્યો નથી. અને ખેતરની આવકમાંથી પણ ભાગ માંગ્યો નથી. એક વખત આપણને રૂપિયાની કટોકટી હતી ત્યારે એણે જ મને મદદ કરી હતી. ભાઈએ કહ્યું હતું કે ભાભીને કહેશો નહીં. એટલે મેં તને કહ્યું નહોતું. તારે વચ્ચે પડવાનું નહીં. આવતી કાલે જ શહેરમાં જવાનો છું. થોડી ખરીદી પણ કરવી છે, એ વખતે ભાઈના ઘરે જવાનો છું અને એની જરૂરિયાત મુજબના રૂપિયા આપીશ. એ બહાને ભાઈના હાલચાલ પૂછાશે અને ઘર પણ જોવાશે.

હમમ. . તો પછી ઠીક છે. તમે જાણો અને તમારા ભાઈ જાણે. હું તો બોલીને બુરી બનું છું. ને તમે એકલા ના જતા. મારે પણ ઘર જોવું છે. એકલા જવાની વાત ના કરો. એ બહાને દેરાણીને અને એના સંતાનને પણ મળાશે. આ આપણા છોકરાનું ઠેકાણું પડી જાય તો સારું. . ચાલીસનો થયો પણ કોઈ છોકરી મળતી જ નથી. દેરાણીને પૂછીશ કે શહેરમાં આપણા નાતની કોઈ છોકરી છે ? કાલે સાથે લઈ જવા માટે નાસ્તો પણ બનાવવો પડશે. ખાલી હાથે જવાય નહીં.


Rate this content
Log in

Similar gujarati story from Drama