Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!
Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!

Jyotindra Mehta

Drama Thriller

3  

Jyotindra Mehta

Drama Thriller

ઉદય ભાગ ૪

ઉદય ભાગ ૪

3 mins
576


એરંડા નો મબલક પાક ઉતર્યો. મફાકાકા આનંદમાં આવી ગયા બીજા ખેતરોમાં તો સરસ પાક ઉતારતો પણ આ ખેતરમાં પાક ઉતરવો એ તો તેમને મન ચમત્કાર હતો અને તેને માટે નટુના પગલાં જવાબદાર હતા એવું તે માનતા હતા. પછી એક દિવસ સમાચાર આવ્યા કે તેમની દીકરી નયના તેની નણંદ દેવાંશી અને છોકરાને લઇ ગામડે આવી રહી છે. કાકા તો બે દિવસ પહેલાથી તેના સ્વાગતની તૈયારી કરવા લાગ્યા. દીકરીના સ્વાગત માટે તો તેમને ઘર પણ ધોળાવી દીધું. પાડોશમાં રાઘાભાઈ ને ઠંડા પાણીના બાટલા ફ્રિજમાં ભરી રાખવા કહી દીધું. સંતોકભાભીને છાસ રોજ આપવા કહી દીધું. કાકી જીવતા હતા ત્યાં સુધી તો મફાકાકા એ ભેંસ રાખી હતી પણ ઉજળીકાકી ગયા પછી તો ભેંસ વેચી દીધી તેથી દૂધ અને છાસ તો સંતોકભાભીને ત્યાંથી આવતા હતા. નયનને છાસ વગર જરાય ચાલતું નહિ તેની કાકાને ખબર હતી એટલે પહેલાથી સંતોકભાભીને કહી દીધું કે રોજ બે તપેલી છાસ મોકલાવી દેવી તેમના ઘેર વલોવ્યું ના હોય તો બીજાને ત્યાંથી આપી દેવી. કાકાનું માન પણ ગામમાં ખુબ હતું. રસિક પોતાના ઘરેથી નવી નક્કોર ખુરસીઓ મૂકી ગયો અને કેશકાકા ટેબલ ફેન આપી ગયા. કાકાને ઘેર તો જાણે લગ્નપ્રસંગ હોય તેવી તડામાર તૈયારીઓ ચાલી. સાંજની ગાડીમાં આવવાની હતી પણ વિનુ ને બપોરે જ રીક્ષા લઇ રવાના કરી દીધો. રામલાને ય ખેતરેથી બોલાવી લીધો હવે ખેતરે નટુ એકલો રહી ગયો. નટુ ને કહી ગયો કે કદાચ મોટીબેન કાલે નવું ખેતર જોવા આવશે. નયનાને આખા ગામમાં બધા મોટીબેન કહી બોલાવતા અને નયના ગામડે આવતી તોય મોટીબહેનની જેમ રહેતી. સંતોકભાભી હોય કે તેમના છોકરા તેમની માટે કાંઈક ભેટ વસ્તુ કે ખાવાનું લઈને આવતી. સાંજે નટુ ને સમાચાર મળી ગયા કે મોટીબેન આવી ગયા છે. તે દિવસે કાકા ને ઘેર મોડે સુધી ઉજાણી ચાલી. રાત્રે બધા ગયા પછી નયના એ પૃચ્છા કરી કે નવું ખેતર કયું વાવવા લીધું છે. કાકાએ કહ્યું એ તો બે વરહથી લીધું સ પણ પાક તો ઉણ જ ઉતર્યો સ. નયના વિચારમાં પડી ગયી કે જે ખેતરમાં ઘાસ પણ નહોતું ઉગતું ત્યાં બાપા એ પાક કઈ રીતે લીધો. ત્યારે કાકા એ નટુની વાત કરી બીજે દિવસે ખેતરે જવાનું નક્કી કર્યું.


સવારે જયારે મોટીબેન ખેતરે આવ્યા ત્યારે નટુ બધા કામમાંથી પરવારી ચુક્યો હતો અને લીમડાના છાંયડે બેઠો હતો અને આરામ કરી રહ્યો હતો. દૂરથી મોટીબેનને તેમના છોકરાવ અને તેમના નણંદ આવતા જણાય એટલે નટુ એ ઉભા થઇ જે શ્રી કૃષ્ણ કર્યા. મોટીબેને ખુબ પ્રેમથી તેની પૃચ્છા કરી.. પછી છોકરાવ નાહવાની ઈચ્છા જાહેર કરી એટલે નટુ એ બોર ચાલુ કર્યો અને કુંડી માં નાહવાનું કહ્યું. તે દરિમયાન મોટી બેહેને નટુ ને તેના પરિવાર વિષે પૂછ્યું ત્યારે કાકાને કહેલી બધી વાતો મોટીબેનને કહી પણ તેમની પાછળ બેસેલી દેવાંશી એકટક નટુને તાકી રહી હતી. મોટીબેન છોકરાને બહાર નીકળવા કહેવા ગયા ત્યારે તે તક નો લાભ લઇ દેવાંશી એ કહ્યું કે મેં તમને ક્યાંક જોયા હોય તેવું લાગે છે ? તમારો ચેહરો એકદમ પરિચિત હોય તેવું લાગે છે .. યાદ નથી આવતું પણ ક્યાંક તો જોયા હોય તેવું લાગે છે. દેવાંશી ને પૂછતાં ખબર પડી કે તે સાયકોલોજીની સ્ટુડન્ટ છે અને છેલ્લા વરસમાં ભણે છે.


દેવાંશી, એક અદભુત સૌંદર્ય તેની મોટી મોટી આંખો હશે ત્યારે પડતા ગાલમાં પડતા ખંજન, સુંદર કાયા. જાણે બધું જ પ્રમાણસર જાણે સ્વર્ગની કોઈ અપ્સરા હોય તેવું તેનું રૂપ અને લાવણ્ય. આવાજ જાણે કાં મંદિરની ઘંટડીયોનો ઝીણો રણકાર વાગતો હોય તેવો મધુર. નટુ બે ઘડી તેની સામે તાકી રહ્યો પછી તેણે કહ્યું ના જી મને ક્યાંથી જોયો હોય અને ગરીબોના ચેહરા આમેય સરખા હોય.


મોટીબેન છોકરાવને લઈને આવ્યા એટલે નટુ એ બાજુની વાડીમાંથી લાવેલા જાંબુ આપીને છોકરાવને વિદાય કર્યા પણ દેવાંશીના ચેહરા પરનું પ્રશ્નચિહ્ન કાયમ રહ્યું તેણે વિચાર્યું કે આ વ્યક્તિ ની જાણકારી મેળવવી પડશે આમેય ૧૦ દિવસ તો અહીં રહેવાનું છે.


Rate this content
Log in

More gujarati story from Jyotindra Mehta

Similar gujarati story from Drama