Jyotindra Mehta

Drama Thriller

3  

Jyotindra Mehta

Drama Thriller

ઉદય ભાગ ૨૯

ઉદય ભાગ ૨૯

4 mins
322


ઉદય અને દેવાંશી થોડીવાર પછી એક ગુફાના દ્વાર સમીપ પહોંચ્યા. ગુફામાં અંધકાર દેખાતો હતો. ગુફાની દ્વાર નજીક મુકેલી મશાલ દેવાંશી એ ઉપાડી અને બાજુમાં મૂકેલું દ્રવ્ય તેમાં નાખતાંજ મશાલમાં અગ્નિ પ્રગટ થયો પછી ગુફામાં પ્રવેશ્યા. ગુફાનું પ્રવેશદ્વાર સાંકડું હતું પણ જેવા તે આગળ વધતા ગયા તેમાં ગુફા પહોળી થતી ગઈ. થોડા આગળ જઈને તેમને મશાલની જરૂરત ન રહી અંદરનો ભાગ સ્વયંપ્રકાશિત હતો. આગળ જતા ગુફા પૂર્ણ થઇ ગઈ હતી. આગળ વધવાનો રસ્તો ન હતો. દેવાંશીએ હાથમાં કટાર લીધી અને ઉદયને હાથ આગળ કરવા કહ્યું. ઉદયે પૂછ્યું આગળ કેવી રીતે વધીશું. દેવાંશીએ કહ્યું કે ફક્ત તમારા રક્તથી આગળ જવાનો રસ્તો ઉત્પન્ન થશે. તેને ઉદયને હાથ પર એક કાપો મુક્યો અને થોડું રક્ત છાંટ્યું એટલે ત્યાં એક દરવાજો ઉત્પન્ન થયો. દેવાંશી એ કહ્યું કે આ તારા શરીરની રક્ષા માટે કર્યું હતું જેથી અસીમાનંદ અહીં પ્રવેશીને તારા પૂર્વજન્મના શરીરને નષ્ટ ન કરી શકે. પછી તેઓ ગુફામાં પ્રવેશી ગયા અંદર મોટો ખંડ હતો જેના વચમાં એક પેટી રાખેલી હતી જેમાં એક વિશાળ શરીર પડ્યું હતું. ઉદય નજીક જઈને તે વિશાળ શરીરને જોઈ રહ્યો. લગભગ સાડા ૬ ફૂટ લાબું શરીર પહોળા ખભા અને આકર્ષક ચહેરો. જોઈને લાગતું ન હતું કે આ શરીર વર્ષોથી અહીં પડ્યું છે એમ લાગતું હતું કે આ વ્યક્તિ અહીં આરામથી સુઈ રહી છે. ઉદયે પૂછ્યું હવે આગળ શું કરીશું.


દેવાંશીએ અટ્ટહાસ્ય કર્યું અને હવે તેની સામે દેવાંશી નહિ પણ અસીમાનંદ ઉભો હતો. તેને કહ્યું ઉદય તું કેટલો મૂર્ખ છે. તને તો એ પણ ખબર નથી કે કોના પર વિશ્વાસ કરવો, કોના પર નહિ. તારા સિવાય મને અહીં કોઈ પહોંચાડવામાં સમર્થ ન હતું તેથી મારે આટલી મોટી માયાજાળ રચવી પડી. તારા પર હુમલો કરનાર પણ હું હતો અને બચાવનાર પણ હું હતો. મારે તારા પર ફક્ત વાર કરવાનો હતો, મારવાનો ન હતો. તને મારવો હોત તો ત્રીજા પરિમાણમાં જ મારી નાખ્યો હોત પણ પછી આ દરવાજો ન ખુલ્યો હોત અને મહાશક્તિએ કોઈ બીજો રસ્તો કર્યો હોત, ઉદયશંકરનાથને જીવિત કરવાનો. ઉદય અવાચક થઈને જોઈ રહ્યો. સપ્ત પરિમાણોમાં તેના પ્રવેશ કર્યા પછી ઘણા આશ્ચર્યો જોયા હતા પણ આતો તેના માટે મોટો ઝટકો હતો. તેને એ પણ ખબર હતી કે અસીમાનંદ તેનાથી તાકતવર અને અનુભવી હતો છતાં તેને લડી લેવાનું નક્કી કર્યું. તેણે ઉરૃમી કમર પરથી ખોલી અને અસીમાનંદ પર વાર કર્યો. અસીમાનંદ તેના માટે તૈયાર હતો અને તેનો વાર પોતાની તલવાર પર ઝીલી લીધો. અને થોડીવાર પછી ઉદય લહુલુહાન થઈને જમીન પર પડ્યો હતો. પછી અસીમાનંદે નિર્દયતાથી પેટીમાં રહેલ ઉદયશંકરનાથના શરીરના ટુકડે ટુકડા કરી દીધા. તેના ચેહરા પર ભયંકર ક્રુરતાના ભાવ હતા. હવે ખંડમાં એક ખૂણામાં ઉદય લહુલુહાન થઈને પડ્યો હતો અને પેટીમાં ઉદયશંકરેનાથનું ક્ષત વિક્ષત શરીર.


અસીમાનંદે ઉદયની હત્યા ન કરી અને અટ્ટહાસ્ય કરતો પ્રવેશદ્વારમાંથી નીકળી ગયો. હવે તેણે રોકનાર કોઈ બચ્યું ન હતું. લોહીની ગળતી અવસ્થામાં ઉદય જાગૃત રહ્યો પણ પછી તેની આંખો મીંચાઈ ગઈ. તે આહત હતો પોતાની હારથી અને પોતાની થયેલ છેતરપિંડીથી. તેણે મૃત્યુ નજીક દેખાતું હતું.

થોડીવાર પછી જયારે તે ભાનમાં આવ્યો ત્યારે તેણે જોયું કે તેના આખા શરીર ફરતે કપડું વીંટાળેલું હતું અને અંદર કોઈ જાતનો લેપ લગાડેલો હતો. તે હાથ પગ પણ હલાવી શકવાની અવસ્થામાં ન હતો. ઇજિપ્તમાં મમીની જેમ બંધાયેલ અવસ્થામાં હતો. તેને ફક્ત છત દેખાતી હતી. તેને એટલો ખ્યાલ આવી ગયો કે બાજુમાં કોઈ બેસેલું છે પણ કોણ છે તેને ખબર ન પડી.


બાજુમાં ભભૂતનાથ પદ્માસનની મુદ્રામાં બેઠા હતા. તે ઉદયના હોશમાં આવવાની રાહ જોતા હતા. ઉદય ભાનમાં આવ્યો છે તે જોતાજ તે ઉભા થયા અને ઉદયને પૂછ્યું આ કેવી રીતે થયું ? ઉદય હોઠ પણ હલાવી શક્યો નહિ અને ફરી પાછો બેહોશ થઇ ગયો.


ભભૂતનાથ ત્યાંથી બીજા ખંડમાં ગયા જ્યાં એક જ્યોત દીવામાં સળગતી હતી તેની સામે ગયા અને બે હાથ જોડી નમસ્કાર કર્યા અને મહાશક્તિ આવાહન મંત્ર બોલ્યા. થોડી વાર પછી જ્યોત તીવ્ર પ્રકાશથી ઝળહળી ઉઠી અને તેમાંથી અવાજ આવ્યો ફરીથી સ્વાગત છે તમારું પાંચમા પરિમાણમાં ભભૂતનાથ.

ભભૂતનાથે હાથ જોડીને નમસ્કાર કર્યા અને કહ્યું કે ખુબ આશા હતી કે ઉદયશંકરનાથ જીવિત થશે અને અસીમાનંદનો વિનાશ કરશે પણ વ્યર્થ અને ઉદય પાસેથી પણ મને કોઈ આશા નથી રહી. જ્યોત થોડી હલી અને તેમાંથી અવાજ આવ્યો વિશ્વાસ તે ખુબ જ મોટી શક્તિ છે. તમે જયારે પોતાનામાંથી વિશ્વાસ ખોઈ બેસો ત્યારે જ તમે બીજા પર અવિશ્વાસ કરવા લાગો છો. તમે પોતાનામાં વિશ્વાસ રાખો અને ઉદયમાં પણ તમે હજારો વર્ષની સાધના પછી શક્તિશાળી થયા છો અને તમે ઉદય પાસે થોડા સમયમાં શક્તિશાળી થવાની આશા રાખો તે ખોટું છે.


ઉદયશંકરનાથનું ફક્ત શરીર નષ્ટ થયું છે તેની આત્મા તો ઉદયના શરીરમાં છે તમે તેની અંદરની ચેતના જગાડો એટલે તે ઉદયશંકરનાથ બની જશે. ઉદયશંકરનાથનું શરીર નષ્ટ કરીને અસીમાનંદે ઉદયનો ઉદયશંકરનાથ બનવાનો માર્ગ મોકળો કર્યો છે. યાદ રાખો કે ઉદય તમારી જેમ મારી નિર્મિત નથી તે ગર્ભમાંથી ઉત્પન્ન થયેલ વ્યક્તિ છે. તેની શક્તિ તેની ભાવનાઓ સાથે જોડાયેલ છે.


તેને થોડો સમય આપો. કાળી શક્તિઓ એ શરુ કરેલ યુદ્ધ ફક્ત તે ખતમ કરી શકશે. તમે તમારું ધ્યાન બાકીના ભાઈઓને છોડાવવા તરફ આપો. તેઓ ક્યાં છે તે મારી દિવ્યદૃષ્ટિ પણ જોઈ નથી શક્તિ અને દિવ્યશક્તિ એ મારી મદદ કરવાનો ઇન્કાર કર્યો છે. દિવ્યશક્તિનું કહેવાનું છે કે તમારું કામ તમે પોતે કરો.


તો હવે હું પણ તમારી મદદ નહિ કરી શકું. એકબીજા પર વિશ્વાસ રાખો. ફકત એટલું જ કહી શકું કે દેવાંશી નામની યુવતી ઉદયની શક્તિ બની શકે. જો તેને તમે અહીં લાવશો તો ઉદય ઉદયશંકરનાથ બની જશે. પણ ધ્યાન રહે તેને ખબર ન પડે કે આ પાંચમું પરિમાણ છે. જો કે દેવાંશી ઉદયને ક્યારેય મળી નથી પણ અસીમાનંદે પોતે દેવાંશી બનીને જે કઈ કર્યું તેની યાદો દેવાંશીના મનમાં રોપી દીધી છે તેથી હવે દેવાંશી ઉદયને મનોમન પ્રેમ કરે છે અને તેની મદદ કરવા તે તૈયાર થઇ જશે. તો ભભૂતનાથ હવે તમે પધારો.


Rate this content
Log in

Similar gujarati story from Drama