Jyotindra Mehta

Drama Thriller

3  

Jyotindra Mehta

Drama Thriller

ઉદય ભાગ ૨૬

ઉદય ભાગ ૨૬

3 mins
358


કલાકો સુધી બંધાયેલ અવસ્થામાં રહ્યા બાદ બે બદસુરત વ્યક્તિઓ આવી અને યુવતીના વેશ માં રહેલ ઉદય ને લેવા આવી. ઉદય બંધનાવસ્થામાં ગુફામાં પ્રવેશ્યો. ગુફામાં અંધકાર અને બદબુનું સામ્રાજ્ય હતું. તેને એક અગ્નિકુંડ પાસે લઇ જવામાં આવ્યો. ત્યાં અસીમાનંદ અને એક વ્યક્તિ ઉભી હતી તે જરખ જ હોવી જોઈએ તેવું ઉદયે ધરી લીધું. અસીમાનંદ જોર જોરથી મંત્ર ઉચ્ચારી રહ્યો હતો અને જરખ અગ્નિકુંડમાં વિવિધ સામગ્રી હોમી રહ્યો હતો. થોડીવાર પછી મંત્રોચ્ચાર બેન્ડ થયા પછી અસીમાનંદ ખડગ લઈને ઉદય તરફ ફર્યા અને જોર જોર થી હસવા લાગ્યા અને કહ્યું કેવી બાલિશ હરકતો કરે છે ઉદય, તને શું લાગ્યું કે ઓળખી નહિ શકું. મને ખબર નહિ પડે કે તે રૂપ બદલ્યું છે પછી જરખ દૂરથી બે વ્યક્તિને પકડી લાવ્યો તે સર્વેશ્વરનાથ અને તે યુવતી હતા. સર્વેશ્વરનાથને ઉદયની બાજુમાં બાંધી દીધો અને તે યુવતીને અગ્નિકુંડની બાજુમાં ઉભી રાખી. ઉદય અગ્નિકુંડમાં હવામાં લટકી રહેલ રાવણનું ઓજાર જોઈ શકતો હતો. થોડીવાર પછી મુખ્ય આહુતિની વિધિ શરુ થયી. અસીમાનંદ જોરજોરથી મંત્રોચ્ચાર કરવા લાગ્યો. ઉદયે બંધનમાંથી છૂટવાના પર્યત્નો શરુ કર્યા પણ તેમાંથી છૂટવું આસાન ન હતું. તે ઘણા પ્રયત્નોના અંતે બંધન થોડા ઢીલા કરવામાં સફળ થયો પણ છૂટી શક્યો નહિ. પછી એક ક્ષણ આવ્યો જયારે ઉદયને આંખો મીંચી દેવી પડી. તે યુવતીનું મસ્તક અગ્નિ કુંડમાં પડ્યું હતું અને ધડમાંથી રક્તધારા વહી રહી હતી તે અગ્નિકુંડની બાજુમાં બનેલી નિકમાં જઈ રહી હતી. પછી એક રૌદ્ર ચેહરો અગ્નિકુંડમાં દેખાયો અને તે ખડખડાટ હાસ્ય સંભળાણું. પછી ઓજાર ઉડતું ઉડતું અસીમાનંદના હાથમાં આવી ગયું. તે ચેહરા એ કહ્યું કે આને રક્ત રંજીત કરીને પાછું અગ્નિમાં પવિત્ર કર. અસીમાનંદે વિધિ દોહરાવી એટલે નેનો દેખાતો સળીયો લાંબો ભાલો બની ગયો અને પાછું ચેહરા એ કહ્યું કે ડાબી તરફની દીવાલ પાર તેનાથી વાર કર એટલે પાંચમા પરિમાણનું પ્રવેશદ્વાર ખુલી જશે. અસીમાનંદે ડાબી તરફની દીવાલ પર વાર કર્યો અને ત્યાં એક પ્રવેશદ્વાર આવી ગયું પણ ઉદય ત્યાં સુધીમાં બંધનમાંથી મુક્ત થયી ગયો હતો અને તેને કપડામાં છુપાવેલ તલવારથી ઓજાર પર વાર કર્યો એટલે તે ઓજારના બે કટકા થઇ ગયા. અસીમાનંદ આશ્ચર્યચકિત થઈને જોઈ રહ્યો. તે ઓજાર નષ્ટ થવું એટલે તેનું સૌથી મોટું નુકસાન હતું કારણ પાંચમા પરિમાણમાંથી છઠામાં પ્રવેશવા પણ તે ઓજાર વાપરવાનું હતું. ઉદયે તે તલવાર સર્વેશ્વરનાથ તરફ ઉછાળી અને કમર ફરતે વીંટાળેલી ઉરૃમી કાઢી પણ ત્યાં સુધીમાં અસીમાનંદ પાંચમા પરિમાણમાં પ્રવેશી ગયો હતો. જરખ પણ તેની પાછળ પ્રવેશ કરવા જતો હતો પણ ઉદય ઉરૃમીથી જરખનું મસ્તક ધડથી અલગ કરી દીધું અને પોતે પાંચમા પરિમાણમાં પ્રવેશી ગયો અને તેના પ્રવેશ્યા બાદ દરવાજો અલોપ થઇ ગયો. પાંચમા પરિમાણમાં પ્રવેશ્યા પછી જોયું તો ત્યાં અસીમાનંદ દેખાતો ન હતો. તે ખુબ ઝડપથી અલોપ થઇ ગયો હતો. થોડીવાર ત્યાં ઉભા રહીને તેને પાંચમા પરિમાણનું નિરીક્ષણ કર્યું. ત્યાં આજુબાજુ રણ દેખાતું હતું તેને આભાસ થયો કે પાછો ક્યાંક ત્રીજા પરિમાણમાં તો નથી આવી ગયો. કચ્છના સફેદ રણ જેવું જ લાગતું હતું ફક્ત એક જ ફરક હતો કે સફેદીમાં થોડી લાલાશ ભળેલી હતી. દરવાજો બેન્ડ થઇ ગયો હતો એટલે ત્યાં કોઈની રાહ જોવાની ન હતી એટલે અજાણ્યા પાંચમા પરિમાણમાં આગળ વધી ગયો.


તેને ખબર ન હતી કે કઈ દિશામાં આગળ વધવું પણ તેના અંતરમને જે સૂઝ આપી તે પ્રમાણે ઉગતા સૂર્યની દિશામાં વધી ગયો. તેને ખબર ન હતી કે આગળ કોઈ મદદગાર આવશે કે મુસીબત. કારણ મદદગાર તો ચોથા પરિમાણમાં બેઠા હતા. અને હવે પાંચમા પરિમાણમાં હતો તો તેને હવે અંદાજો આવી ગયો હતો કે સૂર્ય આગળ ૪૫૦ દિવસ સુધી નહિ આથમે કારણ અહીં તો સમય ચોથા કરતા પણ ધીમો વહેવાનો હતો. તેને એકલતા ખટકવા લાગી તેને થયું કે કાશ કોઈ તેની સાથે આવત.


પણ અચાનક તેને એક અવાજ સંભળાણો અને તે અવાજ દેવાંશીનો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Drama