Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Jyotindra Mehta

Drama Thriller


3  

Jyotindra Mehta

Drama Thriller


ઉદય ભાગ ૧૫

ઉદય ભાગ ૧૫

3 mins 412 3 mins 412

ઉદય ચેહરા પર પ્રશ્નાર્થ લઈને ભભૂતનાથની સામે જોઈ રહ્યો. ભભૂતનાથે ઉદય સામે જોઈને પૂછ્યું મનમાં કોઈ શંકા છે ? ઉદયે પૂછ્યું તમે ટાઈમ મશીનની વાત કરી રહ્યા છો જેનાથી ભૂતકાળ અને ભવિષ્યકાળમાં જઇ શકાય. ભભૂતનાથે કહ્યું હું ભૂતકાળમાં જવાની વાત જરૂર કહી રહ્યો છું પણ આ કોઈ ટાઈમ મશીનના સહારે નહિ પણ શારીરિક શક્તિ ને સહારે સમય પરિવર્તનની વાત છે. હું તમને સમજાવું સમય એક અવિરત પરિમાણ છે જેમાં પાછળ તરફ નથી જવાતું સમય હંમેશા આગળ તરફ ગતિ કરે છે અને તે પણ નિશ્ચિત દરથી. મારા પહેલાના એક દિવ્યપુરૂષ બદ્રીનાથએ આના પર તોડ કાઢ્યો. જો તમે પ્રકાશ વેગથી ગતિ કરો તો સમય ને એક જગ્યા પર સ્થિર કરી શકો અને જો તેનાથી વધુ ગતિથી પ્રવાસ કરો તો સમયની વિરુદ્ધ દિશામાં જઈ શકો એટલે કે ભૂતકાળમાં. ઉદયે કહ્યું પણ મારામાં પ્રકાશના વેગથી ગતિ કરવાની શક્તિ નથી. ભભૂતનાથે કહ્યું મને ખબર છે અત્યારે તે શક્તિ તમારામાં નથી પણ કીયંડુનાથમાં છે તે પણ તમારા દ્વારા જ અપાયેલ છે પણ તમને ખબર નથી કારણ તે શક્તિ નો સંબંદ્ધ તમારા જુના શરીર સાથે છે આ શરીર સાથે નહિ.


હવે સમય પરિવર્તનના નિયમ સમજી લો કે તમે ભૂતકાળમાં જશો એટલે તમને ત્યાં પહોંચાડવામાં આવશે જે વખતે તમે ચોથા પરિમાણમાં પ્રવેશ કર્યો. તમારે ચોથા પરિમાણમાંથી ત્રીજા પરિમાણમાં પ્રવેશ કરવાનો છે. તમે પોતે પોતાની સામે નહિ આવતા એટલે કે તમારા ભૂતકાળ ના પલ્લવ ની સામે આવતા નહિ. બીજું ત્રીજા પરિમાણમાં પ્રવેશ કાર્ય પછી કોઈની સાથે મનનું તેમજ શરીરનું બંધન બાંધતા નહિ. તમારું ફક્ત એકજ બંધન તમારું કાર્ય. તમારે કોઈ પણ જાતનો કોઈના પ્રત્યે વેરભાવ રાખવાનો નથી અને કોઈની પણ હત્યા કરવાનો કે નુકસાન પહોંચાડવાનો અધિકાર નથી હા આત્મરક્ષા જરૂર કરી શકો. તમારી શક્તિનું પ્રદર્શન કરવાનું નથી. મારા સુધી કોઈ વાત પહોંચાડવી હોય તો એક કૂતરો છે લાલિયા નામનો તેની સામે કહી દેશો એટલે મને સમાચાર મળી જશે પણ મારો જવાબ તમને કટંકનાથ દ્વારા મળી જશે જો કે મને નથી લાગતું કે તેવી કોઈ જરૂર પડે.


ભભૂતનાથે પૂછ્યું કે હજી મનમાં કોઈ શંકા હોય તો પૂછી લો. ઉદયે પૂછ્યું જો સમયમાં પાછળ જવાતું હોય તો તમે સમયમાં પાછળ જઈને મારુ મૃત્યુ કેમ ન રોક્યું. ભભૂતનાથે કહ્યું કે અલબત્ત કરી શકાય અને મેં મહાશક્તિ ને પૂછ્યું પણ ત્યારે તેમને રજા ન આપી અને કારણ પણ ના આપ્યું. મહાશક્તિ એ ફક્ત એટલું કહ્યું કે તમારું મૃત્યુ પણ એક મોટી યોજનાનો ભાગ છે. મહાશક્તિ અને દિવ્યશક્તિ પર વિશ્વાસ રાખો. તમારે ફક્ત તમારું કર્મ કરવાનું છે. ઉદય બહાર આવ્યો અને કુટિરમાં જઈને દાઢી કરીને આવ્યો હતો તે વખતના કપડાં પહેરી લીધા. હવે તે ઉદયમાંથી નટુ બની ગયો હતો. કીયંડુનાથ તેને એક મેદાનમાં લઇ ગયો અને કહ્યું કે તમે હવે મારો હાથ મજબૂતીથી પકડી લો અને આંખો બંધ અને થોડીવાર શ્વાસ પણ રોકી લેજો થોડી ગુંગળામણ પણ થાય તો પણ મારો હાથ છોડતા નહિ.


ઉદયે કીયંડુનાથનો હાથ મજબૂતીથી પકડી લીધો અને આંખો બંધ કરી લીધી. થોડીવારમાં તેને ગભરામણ થવા લાગી પણ તેને હાથ ના છોડ્યો કે આંખો પણ ના ખોલી. જયારે કીયંડુનાથે કહ્યું કે હવે આંખો ખોલો ત્યારે જ આંખો ખોલી ત્યારે સામે એક દરવાજો હતો. કીયંડુનાથે તરત તેને એક પથ્થરની ઓથે લઇ લીધો અને કહ્યું સંભાળીને હમણાજ તમે સામેથી નીકળશો. ઉદયે જોયું કે દરવાજામાંથી પોતે બહાર આવી રહ્યો છે. ખુબજ વિચિત્ર લાગતું દ્રશ્ય હતું પોતાની નજીકથી પોતે પસાર થયી ગયો. પોતાના ત્યાંથી ગયા પછી ઉદયે પૂછ્યું કે તમે પાછા કેવી રીતે જશો. કીયંડુનાથે કહ્યું જેમ આવ્યો તેમ પાછો જઈશ ફક્ત મારે વિરુદ્ધ દિશામાં દોડવાનું છે અને તમને લેવા પણ ભભૂતનાથના આદેશ પછી આવીશ. હવે જાઓ અને આ મહાકાર્ય પર પાડો.


ઉદયે પ્રકાશિત દરવાજામાં પ્રવેશ કર્યો અને ફરી પાછો ઓરડીમાં આવી ગયો. આવ્યા ના થોડી વાર પછી દરવાજો અદ્રશ્ય થઇ ગયો. પછી ઉદયે પથારીમાં લંબાવ્યું.અને તરત ઘસઘસાટ સૂઈ ગયો.


Rate this content
Log in

More gujarati story from Jyotindra Mehta

Similar gujarati story from Drama