STORYMIRROR

Jyotindra Mehta

Drama Thriller

4  

Jyotindra Mehta

Drama Thriller

ઉદય ભાગ ૧૨

ઉદય ભાગ ૧૨

3 mins
425

પલ્લવે પૂછ્યું કે તમે શરૂઆતમાં જણાવ્યું કે મારી પણ કોઈ ભૂલ થઈ હતી તો મેં શું ભૂલ કરી હતી ?


ભભૂતનાથે આગળ વધતા કહ્યું કે આપણે દિવ્ય પુરુષો છીએ અને આપણું કર્મ ફક્ત મહાશક્તિઓના આદેશ પ્રમાણે કાર્ય કરવાનું છે. આપણે સ્વતંત્ર નથી આપણે ફક્ત કર્મથી બંધાયેલ છીએ. આપણને પંચેન્દ્રિયો પર કાબુ કરવાની તાલીમ મળેલી છે અને હજાર વર્ષમાં ૩૦૦ વર્ષ આપણે પંચેન્દ્રિય પર કાબુ કરવાની તાલીમ મેળવવામાં વિતાવ્યા છે. આપણી પોતાની કોઈ ભાવના નથી પણ આપણે વિયેતનામમાં હતા ત્યારે તમે એક સ્ત્રી તરફ આકર્ષાયા હતા અને તમે તેની સાથે સંબંધ પણ બાંધ્યો તેથી તમારી શક્તિઓનો ક્ષય થયો અને અસીમનાથ તેથી જ તમે જે શરીરમાં રહેતા હતા તેનો નાશ કરી શક્યા. તેથી જ તમારી વાસના પૂર્ણ થાય તે માટે તે સ્ત્રીનો પુનર્જન્મ મેં શોભા નામની સ્ત્રી તરીકે કરાવ્યો જે મહાશક્તિઓના આદેશની અવહેલના હતી તેથી જ મને સજા થઈ પણ તમારી વાસના પૂર્ણ થાય અને તમે જયારે તમે મને પાછા માળો ત્યારે પૂર્ણ રીતે મળો તે મારુ પરમકર્તવ્ય સમજીને તે કાર્ય મેં કર્યું.


પલ્લવે પૂછ્યું તો અત્યારે અસીમનાથ ક્યાં છે અને ત્રીજા પરિમાણમાં જે બાબા કટંકનાથ મળ્યા તે કોણ હતા? અસીમનાથ અત્યારે ત્રીજા પરિમાણમાં છે અને ત્યાં બાબા અસીમાનંદના નામથી ઓળખાય છે તે અત્યારે ચોથા પરિમાણમાં પ્રવેશવાનો માર્ગ શોધી રહ્યો છે અને તે પણ કાળી સાધનાથી. કાળી શક્તિઓ ને બલી ચઢાવીને તે તેમને પ્રસન્ન કરીને ચોથા પરિમાણમાં આવવા માંગે છે જેથી તેની શક્તિઓ અનેક ગણી વધી જાય.


ચોથા પરિમાણમાં પ્રવેશવાના સાત માર્ગ છે જે મહાશક્તિઓના કાબુમાં છે. એક તમે આવ્યા ત્યાંથી જ્યાંથી કર્કવૃત્તની રેખા પસાર થાય છે. બીજું પ્રવેશ દ્વાર કાશીમાં છે, ત્રીજું જર્મની નામના દેશમાં છે. ચોથું પ્રવેશદ્વાર બ્રાઝીલ નામના દેશમાં છે. પાંચમું ઑસ્ટ્રેલિયા નામના દેશમાં. છઠ્ઠું યુગાન્ડા નામના દેશમાં અને સાતમું દ્વાર અમેરિકા નામના દેશમાં છે. આ નામો અત્યારના છે બાકી પહેલા અલગ નામથી ઓળખાતા. અને તે સિવાય પણ એક દ્વાર છે કે મહાશક્તિઓના કાબુમાં નથી તે ધરતી પરના એક રાજા રાવણે બનાવેલું તેને ચોથા પરિમાણમાં પ્રવેશ પણ કર્યો હતો તેથી જ તેની શક્તિ અનેક ગણી વધી ગયી હતી. તેણે પાંચમા પરિમાણમાં પ્રવેશ દ્વાર બનાવવાનું શરુ કર્યું હતું પણ આપણે તેને રોકીને ત્રીજા પરિમાણમાં ધકેલી દીધો હતો. અસીમનાથનો ઈરાદો તે પ્રવેશદ્વારથી ચોથા પરિમાણમાં પ્રવેશવાનો અને પાંચમા પરિમાણના પ્રવેશદ્વારનું રાવણે અધૂરું મૂકેલું કાર્ય પૂર્ણ કરીને પાંચમા પરિમાણમાં પ્રવેશવાનો છે. અને આપણું મહત્વનું કાર્ય મહાશક્તિઓને પ્રસન્ન કરીને પાંચમા પરિમાણમાં પ્રવેશીને તમારું મૂળ શરીર મેળવવાનું અને આપણા બીજા દિવ્ય પુરુષોને છોડાવવાનું અને અસીમનાથને રોકવાનો.

પલ્લવને હજી પણ વિશ્વાસ નહોતો કે આ બધું સત્ય છે તેને લાગ્યું કે આ બધી કોઈ માયા છે કોઈ છળ છે.


પલ્લવની આંખમાં જોઈને ભભૂતનાથે પૂછ્યું કે હું તમારી આંખમાં અવિશ્વાસ જોઈ શકું છું. તમે થોડું ભોજન કરી લો અને વિશ્રામ કરો. તમારું શરીર ચોથા પરિમાણની દિનચર્યાથી ટેવાયેલ નથી. કાલથી તમારી તાલીમ શરુ થશે. મનમાં દ્વિધા ના રાખો. પલ્લવ ત્યાંથી ઉઠ્યો અને બહાર નીકળતા જ ભભૂતનાથ ના ચેહરા પર કુટિલ હાસ્ય આવી ગયું તેણે વિચાર્યું કે આ વખતે મારુ કાર્ય પૂર્ણ થશે.


Rate this content
Log in

Similar gujarati story from Drama