ઉદય ભાગ ૧૦
ઉદય ભાગ ૧૦


બાબાએ આગળ જણાવ્યું અને દિવ્યશક્તિ અને મહાશક્તિઓ શું કરે છે તે મહત્વનું નથી આપણું નિર્માણ કયા કારણસર થયું છે તે મહત્વનું છે આપણું કર્મ શું છે તે મહત્વનું છે. આપણા જીવનનો ઉદ્દેશ શું છે તે મહત્વનો છે. મહાશક્તિઓનો ઉદ્દેશ શું છે તે આપણે જાણવો જરૂરી નથી. આપણું કર્મ ઉન્નત હશે તો આપણી ઉન્નતિ થશે અને અંતે મોક્ષ મળશે આપણું વિસર્જન દિવ્યશક્તિમાં થશે તે પછી આપણે દિવ્યશક્તિનો ભાગ હોઈશું.
તમારું અને મારુ સર્જન કેવી રીતે થયું અને આખો ઘટનાક્રમ શું છે તે મને કહો પલ્લવે પૂછ્યું.
બાબા એ હસીને કહ્યું તે કથા પર હું આવી રહ્યો છું.
આપણું નિર્માણ છઠા પરિમાણમાં રહેલી મહાશક્તિઓ એ કરેલું છે.
મારુ નિર્માણ વિભૂતિમાંથી થયો હતો, કમળનાથનું નિર્માણ કમળમાંથી, કદંબનાથનું નિર્માણ કદંબના વૃક્ષમાંથી થયો, ઇન્દ્રનાથનું નિર્માણ આકાશી વીજળીમાંથી, નરેન્દ્રનાથનું નિર્માણ હાથીમાંથી, ભવેન્દ્રનાથનું નિર્માણ નૃત્યના ભાવમાંથી, સપ્તેશ્વરનાથનું નિર્માણ સાત જુદી જુદી શક્તિઓના અંશમાંથી થયું, ઢોલકનાથનું નિર્માણ મહાશક્તિના ઢોલકમાંથી, અસીમનાથ નું નિર્માણ સાગરની અસીમ શક્તિમાંથી અને તમારું નિર્માણ સૂર્યના કિરણોમાંથી થયું છે. આપણે દશેય દિવ્યપુરૂષો જુદી જુદી વિદ્યામાં પ્રવીણ છીએ. તમે ત્રીજા પરિમાણમાં સંમોહન વિદ્યામાં પ્રવીણ હતા તેનું કારણ તમે દિવ્યપુરૂષ હતા તે વખતની તમારી સંમોહન વિદ્યાની શિક્ષા અને દીક્ષા જે તમારા શરીર નહિ પણ આત્મા સાથે જોડાયેલ છે.
હું ભભૂતનાથ ગમે ત્યારે મારુ પરિવર્તન વિભૂતિમાં કે માટીમાં કરી શકું. મારી શક્તિ પૃથ્વી સાથે જોડાયેલ છે જમીન પર ઉભો હોઉં ત્યાં સુધી મને કોઈ હરાવી ના શકે હું જમીનમાંથી શક્તિનું દોહન કરી મારામાં લાવી શકું.
કમળનાથનું રાજ જગતના દરેક ફૂલો પર ચાલે સુગંધિત ફૂલને તે દુર્ગંધીદાર ફૂલમાં કે પ્રાણીભક્ષી ફૂલમાં કરી શકે તે હથિયાર તરીકે કમળ નું ફૂલ હાથ માં રાખે છે. કદંબનાથનું રાજ દરેક વૃક્ષ પર ચાલે છે અને વૃક્ષો પાસે તે ધાર્યું કામ કરાવી શકે. ઇન્દ્રનાથ આકાશી વીજળીના સ્વામી છે તે ધારે ત્યારે આકાશમાં વીજળી ઉત્પન્ન કરીને કોઈને પણ ભસ્મ કરી શકે. નરેન્દ્રનાથનું રાજ પૂર્ણ પ્રાણીજગત પર ચાલે છે તે ગમે તેવા નિર્બળ પ્રાણીને સબળ બનાવી કામ ચલાવી શકે. ભવેન્દ્રનાથ દરેક કળા માં પ્રવીણ છે તે નૃત્ય સંગીતના મહાન જ્ઞાતા છે. સપ્તેશ્વરનાથ યુદ્ધકળાના પ્રવીણ તે સાત જુદા જુદા આયુધો કુશળતાથી ચલાવી શકે છે.ઢોલક નાથ જુદા જુદા વાજિંત્રો વગાડી શકે અને તેનો નાદ બ્રહ્માંડ ને ડોલાવી શકે એટલો શક્તિશાળી છે.
અસીમનાથનું રાજ જળ પર ચાલે અને તે જળમાં હોય તો કોઈની તાકાત નથી કે કોઈ તેમને હરાવી શકે. તમારું નિર્માણ સૂર્યના કિરણોથી થયું હોવાથી તમારું રાજ આકાશમાં ચાલે તમે પ્રકાશના વેગથી ગમે ત્યાં જઈ શકો.
આ તો આપણી મહત્વની શક્તિઓની વાત થઈ છે પણ તે સિવાય આપણે હજાર વર્ષની શિક્ષામાંથી ઘણી બધી વિદ્યાઓ ગ્રહણ કરી છે.
પલ્લવે કહ્યું કે આવી કોઈ શક્તિ મારામાં તો નથી. તમારી શક્તિઓ તમારા મૂળ શરીરમાં પ્રવેશ કરશો એટલે મળી જશે પણ તે અત્યારે પાંચમા પરિમાણમાં છે અને ત્યાં કેવું તો ખુબજ મુશ્કેલી ભર્યું છે તેના માટેજ અત્યારે યજ્ઞ કરી રહ્યો છું.
પલ્લવે પૂછ્યું જો આપણે આટલા શક્તિશાળી છીએ તો આવી પરિસ્થિતિ ઉત્પન્ન થવાનું કારણ શું ?