Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Jyotindra Mehta

Drama Thriller

3  

Jyotindra Mehta

Drama Thriller

ઉદય - ભાગ ૧

ઉદય - ભાગ ૧

3 mins
571


ઉનાળાના આકરા તાપમાં તે ખુલ્લા પગે ચાલતા ચાલતા ગામની પાદરે પહોંચ્યો. પગની પાનીમાં ફોલ્લા ઉપડ્યા હતા. તે ધીરે રહીને પીપળાના છાયામાં બેસી પડ્યો. આગળ એક ડગલું પણ ચાલી શકાય તેવી તેની શક્તિ નહોતી. ત્રણ દિવસ પહેલા બે સૂકી રોટલી ખાધાનું તેને યાદ હતું. ત્યાંથી પસાર થનાર વટેમાર્ગુ તેની તરફ ઘૃણાથી જોતા જોતા પસાર થઇ જતા હતા , તેના દીદાર પણ એવાજ હતા મેલું અને ફાટેલું બુશશર્ટ અને ચોળાયેલો લેંઘો. મફાભાઇ જયારે ત્યાંથી પસાર થતા હતા ત્યારે તેમને દયા આવી અને ઉભા રહી પૂછ્યું " ચ્યોંથી આવ સ ભઈ ? નોમ શું સ તારું ? " ત્યારે પેલાએ જવાબ આપ્યો મારુ નામ નટુ છે હું સૌરાષ્ટ્ર ના ભીમપાદરા ગામેથી હાલ્યો આવું છું. ન્યાં મારા પરિવાર હતો પણ ગરીબીએ મારા આખા પરિવારનો ભોગ લઇ લીધો હવે કઈ કામધંધો મળે તેથી ભટકી રહ્યો છું. " તે ચમ તારા ગોમ માં કોય કામકાજ નો મળ્યું તે ઓય હુધી લોબ થવું પડ્યું." મફાભાઇ એ પૂછ્યું " ન્યાંથી તો ગામવાળાઓએ પનોતી હમાજીને કાઢી નાંયખો ને મારી જ્યાં પણ જાતો ન્યાં મારી આગળ મારી ખ્યાતિ પહોંચી જાતિ, કોઈએ મને કામ નો દીધું તે એક દી થયું કે હવે આયા રેવા જેવું નથી એટલે થેલો લઈને નીકળી પયડો પણ થેલોય એક રાતે કોઈ ઉપાડી ગ્યું. એમાં મારી બચત ને કપડાં હતા તેય ગિયા. હવે તો જ્યાં પણ જાઉં છું ત્યાંથી લોકો મને મારીને કાઢી નાખે છે ને કોઈને દયા આવે તે બટકું રોટલો કે રોટલી દ્યે છે. પણ ઘણા દી મારે લાંઘણ થાય છે. હવે તો ભગવાન ઉપાડી લ્યે તો હારું . મફાભાઇ બોલ્યા " અરે એવું ના બોલાય ખરાબ દાડા તો ગમ્મે તેન આવ ઇમુ મારી જવાનું હોય . લે હેડ મારી હંગાથ કોમ એ આલુ ન રોટલો ય આલુ . ભગવોને મન ઘણું બધું આલ્યું સ એક જાણ વધશે તો કોય ખૂટી નઈ પડ લે હેડ "


તેમ કરીને મફાભાઇ નટુ ને લઇ પાદરથી આગળ આવેલ પોતાના ખેતરે પહોંચી ગયા. ખેતરમાં એક નાનીશી ઓરડી બનાવેલી હતી. ત્યાં નજીક જ ખેતરમાં કામ કરતો રામો કામ બંદ કરીને તેમની પાસે આવ્યો અને મફાભાઇ ને પૂછ્યું કાકા ઓન ચ્યોંથી ઉપાડી લાયા કૂન સ આ દેદાર પરથી તો ભિખારી જેવો લાગ સ ? મફાભાઇ બોલ્યા આ ભઈ આજથી આપડા શેતર મોં કોમ કરશે અન આ ઓયડી મોં રેશે વખા નો મારેલો સ તે બે રોટલા આપડા ફાય ખાશે તે કોય ખૂટી નહિ પડ .

મફાભાઇ એ નટુ ને કીધું પેલા બોર ફાય ની કુંડી મોં નઈ લે અન રોમલોઃ તન કપડો આલ એ પેરીન કોક ખઈ લે અન આજે તો હુઈ જજે કાલથી રોમલો તન કોમ બતાવશે એ કરજે . જો કોમ હારું કરીશ તો તન વધારે પૈશા આલીશ .

 

નટુ બોલ્યો કાકા ભગવાન તમારું ભલું કરે તમે એક ગરીબ ને મદદ કરી છે હવે તો હું તમારો ગુલામ. તમે કેશો તેમ કરીશ તમને મારી એકેય ફરિયાદ નઈ આવવા દઉં . તમારો ઉપકાર જિંદગીભર નહિ ભૂલું .

" અલ્યા ભઈ મોણસ જ મોણસના કોમમો આવ ઇમો શી મોટાઈ " મફાભાઇ બોલ્યા અને કલાક પછી ઘરે જતા રહ્યા .

સાંજે વાળું કરતા કરતા રામલા એ નટુ ને બધું પૂછી લીધું જે વાર્તા મફાભાઇ ને કીધી હતી તેજ નટુ એ રામલા ને કહી . પછી નટુ એ રામલા ને પૂછ્યું કે આ ખેતર તો ગામ થી બહુ જ આઘે લાગે છે આયા કોઈ વસ્તી પણ નથી. રોમલો બોલ્યો કે આ શેતર તો ઘણા સમય થી અવાવરું પડ્યું તું પાછલા બે વરહ થી કાકા એ વાવવા લીધું સ પણ પાછલા બે વરહ તો કોરા જ્યાં અન બોરિંગ એ આ સાલ કરાયું સ અવ જોઈએ, નટુ બોલ્યો તે આ ખેતર તો મસ્તમજાનું લાગે હે તે આટલા દી લાગી શીદ અવાવરું પયડું તું કઈ ભૂત પાલિત નો ચક્કર તો નથી ન્યે. રામલો બોલ્યો ના એવું કોય નહિ કેવાય સ કે ઓય ઘણા વરહ પેલા ભભૂતનાથ બાબા નો આશ્રમ હતો એક વાર રાતે બાબા ઝુપડી માં સુવા જ્યાં તે હવારે નીકળ્યા નહિ તે તપાસ કરી તો અંદર કોઈ નઈ બઉ ખોળ્યા પણ પછી બાબા તો મળ્યાજ નઈ એમના ચેલા હતા એ આ જગ્યા સોડીન જતા રયા પછી ઘણા વરસ અહીં કોઈ આવતું નતું પછી મફાકાકા એ હિંમત કરી ન આ શેતર ઓના જુના માલિક ફાયથીન લઇ લીધું . આ આપડી ઓયડી પેલી ઝુપડી ન જગ્યા એ જ બનીસ.


Rate this content
Log in

More gujarati story from Jyotindra Mehta

Similar gujarati story from Drama