Kaushik Dave

Fantasy Children

2.3  

Kaushik Dave

Fantasy Children

તું મારો ચાંદો

તું મારો ચાંદો

2 mins
219


નાનકડું બજાર ભરાયું હતું. લોકો પોતાની જરૂરિયાત માટે બજારમાં દેખાતા હતા. એટલામાં એક બૂમ પડી. "એ... સાચવજો... પોતાના નાના બાળકોને સાથે રાખજો. ઓલી ગાંડી બજાર તરફ આવી રહી છે..."

આ બૂમ સાંભળીને બાળકોના માબાપ સાવચેત થઈ ગયા. પોતપોતાના સંતાનોને સાચવીને એક સાઈડ પર જતા રહ્યા. બાળકોને આ વાતની ખબર નહોતી પડતી. તેઓ કુતૂહલ વશ જોઈ રહ્યા હતા. આ દોડાદોડીમાં એક નાનકડો છોકરો એની માતાથી વિખૂટો પડી ગયો. માતા બાળકને શોધી રહી હતી. માતા બેબાકળી બની ગઈ. એટલામાં ફરીથી બૂમ પડી.

"ઓલી ગાંડી દોડતી આવી રહી છે. એને કોઈ છંછેડતા નહીં."

બધાએ જોયું તો એક ગાંડી સ્રી બજારમાં આજુબાજુ નજર કરતી ગાંડા વેડા કાઢતી હતી. "મારો ચાંદો ખોવાઈ ગયો છે.તમે જોયો છે ?"

લોકો એની મશ્કરી કરવા લાગ્યા. અને કાંકરી મારવા લાગ્યા. એટલામાં પેલી ગાંડી સ્રીએ પેલા વિખૂટા બાળકને જોયો.

દોડતા દોડતા બબડી. મારો ચાંદો મળી ગયો. મારા માટે સોનાનો સૂરજ ઊગ્યો. એ વખતે બાળકની માતાનું ધ્યાન પોતાના બાળક તરફ ગયું. ઓહ્..મારો લાલો..આ ગાંડી એની તરફ જાય છે. મોટેથી બોલી,

"એ લાલા.. જલ્દી મારી પાસે આવી જા."

આ સાંભળીને પેલી ગાંડી સ્ત્રીનું ધ્યાન બાળકની માતા તરફ ગયું. બોલી, "તમારો ચાંદો છે ? હું એને તમારી પાસે લાવું છું."

એ ગાંડી સ્રીએ નાનકડા બાળકને ગોદીમાં લીધો. અને બાળકની માતાને સોંપ્યો. ગાંડી સ્રી બોલી..મારો ચાંદો તમને મળે તો મને આપજો. મારો ચાંદો ખોવાઈ ગયો છે. એમ બોલીને એ ગાંડી સ્રી રડવા લાગી.

નજીક ઉભેલા સજ્જન બોલ્યા..

બિચારી દુખીયારી છે. થોડા વર્ષો પહેલા એ એક મેળામાં એના નાનકડા બાળકને લઈને ગઈ હતી. ત્યાં એનો બાળક ખોવાઈ ગયો હતો ત્યારથી એ પાગલ બનીને પોતાના બાળકને શોધી રહી છે.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy