Prashant Subhashchandra Salunke

Comedy Children

3  

Prashant Subhashchandra Salunke

Comedy Children

ટૂંકો રસ્તો...

ટૂંકો રસ્તો...

1 min
169


અકબર બાદશાહ એકવાર મુસાફરીએ નીકળેલા. લાંબા અને ચઢાણવાળા રસ્તાથી કંટાળી તેઓ બોલ્યા “કોઈ આ રસ્તો ટૂંકો કરી શકશે ?”

આ સાંભળી બીરબલ બોલ્યા “હા મહારાજ હું આપનો રસ્તો ટૂંકો કરી શકું છું.”

બીજા દરબારીઓ આ સાંભળી અવાક થઈ ગયા કારણ તેઓ જાણતા હતાં કે બીજો કોઈ ટૂંકો રસ્તો નથી.

અકબરે કહ્યું “તું રસ્તો ટૂંકો કરી શકીશ ?”

બિરબલે કહ્યું “હા, મહારાજ..”

અકબરે કહ્યું, “તો ચાલ રસ્તો ટૂંકો કરી દેખાડ.”

બિરબલે કહ્યું, “તો જહાંપનાહ મારી આ વાર્તા સાંભળો. એક સમયની વાત છે” બિરબલે એક લાંબી અને રોચક વાર્તા સંભળાવવાની શુરૂ કરી. રાજા તથા દરબારીઓ વાર્તા સાંભળવામાં એવા તલ્લીન થઇ ગયા કે ક્યારે મુકામ આવ્યું એમની એમણે ખબર જ ન પડી. આખરે બિરબલે કહ્યું “લો મહારાજ હજી વાર્તા પૂરી પણ થઇ નહિ અને આપણે નિયત સ્થાને પહોંચી ગયાં.

અકબરે કહ્યું, “વાહ બીરબલ વાહ! તારી વાર્તા સાંભળવામાં ખબર જ ન પડી કે ક્યારે રસ્તો કપાઈ ગયો ખરેખર તે રસ્તો ટૂંકો કરી દીધો.”


Rate this content
Log in

Similar gujarati story from Comedy