Prashant Subhashchandra Salunke

Children

4.3  

Prashant Subhashchandra Salunke

Children

ત્રણ વ્યવસાયિકો

ત્રણ વ્યવસાયિકો

1 min
167


એક રાજ્ય પર પડોશી રાજ્યના હુમલાનો ખતરો મંડરાતો હતો. ગમે ત્યારે દુશ્મન હુમલો કરે એવી પરિસ્થતિ હતી. તેથી રાજાએ રાજ્યના તમામ નાગરિકોને રાજ્યની સારામાં સારી સુરક્ષાના ઉપાય સુઝવવા હેતુ બોલાવ્યા. એક ઈંટો બનાવનાર કડિયાએ ભારપૂર્વક કહ્યું કે જો દુશ્મનોના છક્કા છોડાવવા હોય તો રાજ્યમાં વધારેમાં વધારે ઈંટો ઉત્પન્ન કરવી જેથી દુશ્મનો જેવા રાજ્યની સરહદ પર આવે કે ઈંટોના પ્રહાર કરી એમણે ભગાડી શકાય.” આ સાંભળી તુરંત સુથાર ઊભો થયો અને એણે જોશભેર કહ્યું કે “આના કરતાં લાકડાના આપણે હથિયારો તૈયાર કરવા જોઈએ જેથી એના વડે દુશ્મનો સાથે આપણે ટક્કર લઈ શકીએ. બે દિવસમાં હું આવા ઘણા હથિયાર બનાવી શકું છું.”

ત્યાંજ ચમાર પોતાની જગ્યાએ ઊભો થઈ બોલ્યો “મહારાજ, મારો મત આ બંને કરતાં થોડો અલગ છે. લડવા અને મરવા કરતાં આપણે આપણા રાજ્યને જ છૂપાવી દઈએ તો ? અને આના માટે ચામડાથી સારી બીજી કોઈ વસ્તુ નથી !”

વ્યાવસાયિક વ્યક્તિ ગમે તેવી પરિસ્થતિમાં પણ પોતાનો ફાયદો કેવી રીતે થાય પોતાની વસ્તુ કેમ વેચાય એ જ વિચારતો હોય છે !


Rate this content
Log in

Similar gujarati story from Children