Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra
Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra

mariyam dhupli

Children Stories Crime


4  

mariyam dhupli

Children Stories Crime


ત્રિભંગ ભાગ -3

ત્રિભંગ ભાગ -3

3 mins 209 3 mins 209

જન્મદાતા 

કામ પર જવાનો સમય થઇ ગયો હતો. ટેવ પ્રમાણે એણે સાડીનો પાલવ કમર ઉપર ખેંચીને બાંધી દીધો. એના ઘસાયેલા હાથ, બેસેલી છાતી અને લેવાઈ ગયેલું શરીર એનાં મજૂરીકામની તનતોડ મહેનતની ચાડી એકીસાથે ખાઈ રહ્યા હતા. ઓરડીમાં કશે અરીસો ન હતો. પોતાનો ચહેરો નિહાળવાને દિવસો થઇ ગયા હતા. પણ હવે એમાં કોઈ રસ પણ બચ્યો ન હતો. લગ્ન સમયે સજતી વેળા એણે અંતિમવાર અરીસાનું મોઢું નિહાળ્યું હતું. ત્યારબાદ બન્નેનો સંબંધ હંમેશ માટે કપાઈ ગયો હતો. 

સાડીના નીચેના ભાગ તરફથી ખેચમખેંચ થઇ. 


"નહીં, તારાથીનો અવાય. મારો શેઠિયો ત્યાં જીવ પર બેઠો હોય. કામ પર બચ્ચા નો આવે. નહીંતર કામ પરથી કાઢી મેલશે તો પેટ ક્યાંથી ભરશું ?"

નીચે તરફથી સાડી ખેંચી રહેલ હાથોમાં દરરોજ જેવીજ આજીજી હતી. મોઢે ન નીકળી શકતા શબ્દો આમજ ટેવ અનુસાર હાવભાવો દ્વારા બહાર નીકળતા. માતા દ્વારા અસ્વીકૃત થયેલી આજીજીને સ્વીકૃત બનાવવા હાથ વધુ વેગે સાડી ખેંચવા માંડ્યા. 

"હટ તો. આમ જીદે નો ચઢાય. જો હું જોડે લઇ જઈ શકતી હોત તો ન લઇ જાત ? આમ રોજને રોજ એકજ વાતનું રટણ કરતાં જીભ પણ થાકી પણ તું ન થાકે. "

તૈયાર થવામાં વ્યસ્ત શરીર અહીંથી ત્યાં ઓરડીનાં ચક્કર કાપી રહ્યું હતું. જીદે ચઢેલ શરીર પણ જોડે જોડે દરેક દિશામાં અનુસરી રહ્યું હતું.  મોઢા ઉપર ભારોભાર ડર છવાયેલો હતો. હય્યાના ધબકારા અતિ વેગે ઉપર નીચે થઇ રહ્યા હતાં. થોડીજ ક્ષણોમાં માતા કામ ઉપર જતી રહેશે. જાતે અહીં એકલીજ રહી જશે. એ વિચારથીજ એ થરથરી રહી હતી. એને એકલાં રહેવું ન હતું. કેમ પણ કરીને માતા જોડે અહીંથી નીકળી જવું હતું.  શું કરે ?


એણે ઓરડીમાં ચારે તરફ નજર દોડાવી. એની નજર એક અણીદાર છરા ઉપર આવી થંભી. એણે તરતજ એ હથિયાર હાથમાં થામી લીધું. 

"અરે રે..શું કરે છ ? વાગી જાય.....લાવ આ તરફ....." 

સંભાળીને એણે બાળકીના હાથમાંથી છરો લઇ લીધો. 

માતાની સાડી ખેંચી નીચે તરફથી એણે અત્યંત ઝડપપૂર્વક ત્વરિત ઈશારાઓ કર્યા. બહુ સમય હતો નહીં. એ ઈશારાઓનું ઊંડાણ દરરોજ જેમ ન પકડાતા આજે પણ ઉપરછલ્લું પૃથક્કરણ થયું. 

"શું કામ આમ કરછ ? આ તો આપણી સુરક્ષા કાજે છ. એનાથી રમતનો થાય. જો સાંભળ હું જાવ છું. ડાહી થજે. મારું પણ મનનો લાગે તારા વિના. પણ શું કરું ? કામ કર્યા વિના છૂટકોય નથી. હું એકલું માણસ કમાવું નહીં તો ભૂખે મરવું પડે. તને ત્યાં નો લઇ જવાય. તું બોલતી હોત તો શાળાએ મેલી દેત. પણ ઈ લોકો કે છે તારા જેવા માટે જગ્યા નથી ને ખાસ શાળા માટે મારા ગજા નથી. હવે તું બોલ શું કરું ? આ દુનિયા બહાર જીવવાનો દે. બહુ મેલી ને ગંદી. આપણા શું ? પારકા શું ? બધાંજ એકસરખાં. ભૂખ્યા વરુ જેવા. તું મૂંગી જીવ. તારી કેટલી ચિંતા મને રહે. તું અહીં અંદર હોય તો ચિંતાનો રહે. હું જપીને કામ કરું. બે પૈસા લાવ. તારું ને મારું પેટ ભરાય. સમજી કાંઈ ?"

નાની નિર્દોષ આંખો મૂંગી મૂંગી વહી ઉઠી. 


"એ હવે ઉઠવાનો કે નઈ ? આખો દાહડો આમ દારૂ ઢીંચી પડ્યો રે. બાયરી જી બહાર જઈ કામ કરે ને તું અહીં ચુડા ચઢાવી બેઠો, ઉઠ હવે. સૂરજ ક્યારનો માથે પૂગ્યો. ઝટ ઝટ ઉઠ ને કાન ખોલી સાંભળ. હું ની આવ તં સુધી પોયરી પગ બારનો કાઢે. મારો મરદ તો ન બન્યો આનો બાપ તો થા જરા. દીકરી જાત ને એય મૂંગી સાચવજે. " 

સાતેક વર્ષની મૂંગી દીકરીના માથે હાથ ફેરવી એ ઝટઝટ કામ પર ઉપડી. માતાની પાછળ ત્વરિત દોડ મુકતા પગ અટકી પડ્યા. દારૂના નશામાં ચૂર બાપ ઓરડીનાં બારણે ઢાળ સમો ઉભો રહી ગયો. એ સંતોલન વિહીન શરીરનાં આરપાર માતાની ઝાંખી મેળવવા નિર્દોષ શરીર અહીંથી ત્યાં વલખી ઉઠ્યું. માતાને ચીસ પાડી રોકી લેવા એણે ગળાને કામે લગાડ્યું પણ એણે દરરોજ જેમ જ દગો આપ્યો. 

અણીદાર છરો હાથમાં લઇ નશામાં ધુત્ત આંખો એ નાના શરીરને જાણે આરપાર નિહાળી રહી. એ કામુક નજરથી ડરી મૂંગા ડગલાં ધીમે ધીમે દરરોજ જેમ પાછળ હટવા લાગ્યા. આંખોનું પાણી વહેતા વહેતા થાકીને સુકાઈ ગયું. 

ચહેરા ઉપર દાનવ હસ્ય જોડે પિતાએ ઓરડીનો દરવાજો અંદર તરફથી ચુસ્ત વાંસી દીધો. . .


Rate this content
Log in