Prashant Subhashchandra Salunke

Tragedy Fantasy Inspirational

4.5  

Prashant Subhashchandra Salunke

Tragedy Fantasy Inspirational

તફાવત

તફાવત

2 mins
337


“તને બહુ છોકરો છોકરો શું તફાવત છે ? છોકરો હોય કે છોકરી બેય સરખા. મને જ જો, મને પણ એક બેબી છે. મને કોઈ બાબતનું દુ:ખ છે ? છોકરી સારૂ ભણેલી છે. ચાર છોકરા જેટલું સુખ ન આપી શકે તેટલું સુખ મને મારી છોકરી આપી રહી છે. અને તારો છોકરો જો જ્યારે જોઈએ ત્યારે દારૂ પીને પડી રહે છે. નહી ભણતર કે નહી જાતની સારી પ્રવૃતિ ઊલટાનું પ્રશાંતભાઈ તમારુ નામ તમારા છોકરાએ બોળ્યું. આજે મને ગર્વ થાય છે કે હું નમ્રતાનો બાપ છું.”

ઢળતી સાંજે શેઠ જમનાદાસ મને સમજાવી રહયા હતા. જીદગીથી કંટાળેલા અને જમનાદાસના વાક્ય પ્રહારોથી ત્રાસીને મેં હવે મોન તોડયું અને ભારે હદયે જમાનાદાસને સમજાવવાનો પ્રયાસ કરતાં કહ્યું,

“જમનાદાસ બાબો એટલો ખરાબે નથી. આ તો કોલેજની સંગતે....” વચ્ચે જ જમનાદાસ બોલ્યા “ શેઠ છોકરી મારી પણ કોલેજ જતી હતી એ ક્યાં ? બગડી કોલેજ ભણતર આપે છે દુર્ગણ નહિ આ દુનિયા તો એક જમવાની થાલી છે એમાંથી આપણે પસંદ કરવાનું કે શું ખાવું શું ન ખાવું ! કોઈ આપણને જબરદસ્તીથી ખવડાવી જવાનું નથી. આપણે તે જ કહીશું જે આપણને પસંદ છે. તેજ પ્રમાણે આ દુનિયા આપણને તે જ ગુણ આપશે જે આપણને જોઈએ” ભારે હદયે હું બોલ્યો” સાચેજ જમનાદાસ મને આજે તમારા પર ઈર્ષા થઈ છે કે તમે છોકરીના પિતા છો અને આજે એ વાત નું દુ:ખ થાય છે કે હું એક છોકરાનો પિતા છું !"

શેઠ જમનાદાસે આગળ વધાયું ’’ પ્રશાંતભાઈ છોકરી તો પરણીને સાસરે જવાની અને બીજા ઘેર જઈ આપણું નામ ઉજજ્વલ કરવાની, છોકરો તો જીદગી ભર આપણી છાતી પર બેસી રહેવાનો આપણા પર તેનો બોજ જીદગીભરનો રહેવાનો એ પરણશે વહુ લાવશે, વહુ સારી નીકળી તો ઠીક, નહી તો જીદગીભર રોવાનો વારો આવશે. આપણે તો યાર સુખી નમ્રતાને સારા ઘેર પરણાવીશું બાપના ફર્જમાંથી છુટા થઈશું બાકીની જીદગી આરામથી તીર્થયાત્રા કરીશું કોક-દાડે જમાઈને ત્યાં રહી આવીશું .

મેં વચ્ચે જ એમને ટોકતા કહ્યું કે “પણ જમાઈ સારો ન નીકળ્યો તો.....” શેઠ જમનાદાસ ”સારો નહીં હોય તો

બેબી તેને સુધારી દેશે. આખરે આપના સંસ્કાર ક્યાં જવાના? અને હું કાઇ એલફેલના હાથમાં મારા નમ્રતાનો હાથ થોડો આપવાનો?

એક નજર આથમતા સૂર્ય તરફ નાખતા મેં કહ્યું “ચાલો આપની વાતો ક્યારેય પૂરી નહી થાય , ઘેર બધાં વાત જોતા હશે” આમ કહેવાની સાથે અમે બન્ને મિત્રો છૂટા પડયા

હજુ ઘરમાં જમનાદાસે પગ પણ મૂક્યો નથી કે લલિતાબેન બરાડી ઊઠયાં “ક્યાં હતા તમે બપોરથી? આપણી છોકરી એ તો આપણું નામ બોળ્યું. તે બાજુના ગેરેજવાલા બાબુ જોડે ભાગી ગઈ ! અને જતાં જતાં આ ચિઠ્ઠી મૂકી ગઈ છે તે એમાં લખેલું છે “મને શોધતા નહી........” લલિતાબેન સતત બોલતા હતા અને જમનાદાસ શૂન્યમસ્તકે એક જ વાતનો વિચાર કરતાં હતાં કે... “શું તફાવત છે ? છોકરો હોય કે છોકરી બેય સરખા.”


Rate this content
Log in

Similar gujarati story from Tragedy