PRAVIN MAKWANA

Comedy Fantasy

4  

PRAVIN MAKWANA

Comedy Fantasy

તકલીફ

તકલીફ

3 mins
304


લગ્ન નક્કી થાય અને લગ્ન વચ્ચેનો સમય પ્રેમાળ ગાંડપણ સાથે મળતો આવે.

હું ઘેર ગિરનાર જવાનું કહી સાસરીએ ભાવી પત્નીને મળવા (વિસ્તાર નહીં જણાવું) એ બાજુની બસમાં બેસી ગયો. બસ ધીરી ચાલે કે મારી અધીરાઈ એ જજમેન્ટ કરતો હતો અને મારી બે સીટ આગળ એક જણો ઉલટીએ ચઢયો. બારી બાજુ ઉભો થવા જાય એ પહેલાં એની જોડે બેઠેલાં ને એણે અડધા પેન્ટ અને શર્ટ બગાડી રંગી કાઢયો. ઉલટીઓ ચાલુ વચ્ચે જોડેવાળો ઉભો થઈ પેલાંને મારવા મંડયો. એકબાજુ બસ ડ્રાઈવર "મૈ નશે મેં હું" ગીત સાંભળ્યું કે ગમે તે પણ અમારે સીટ પકડીને ઝઝુમવું પડયું. બસ આખી પેક એટલે પેલો ઉલટીઓ કરનાર ને ઘવાનાર બંને થોડીવાર ચૂપ થઈ ગયાં. બસ જેવી ધીમી પડી એટલે ઘવાનારને યાદ આવ્યું કે 'મારા કપડાં ઉલટીઓ વાળા'ફરી પાછો પેલાને મારવા મંડયો.એક મોટું પાછળ ' વાડા ' શબ્દવાળું સ્ટેશન આવ્યું એટલે કંડકટરે એક કોથળો લાવી આપ્યો.. પેલાં "ઓ.એ " જાતે ઉલટી સાફ કરી.

મારે ત્યાંથી લોકલ પકડવાની હતી.. એટલે હું પેલા ઘવાનાર સામે જોઈ નીચે ઉતર્યો. એ નીચે ઉભો રહી એનો શર્ટ, બોટલના પાણીથી નિચોવતો હતો. પેન્ટ પણ ઉપર ઉપરથી ધોતો હતો. મેં નિયમ કર્યો કે કોઈની ત્યાં સવારે જઈ સાંજે પાછા આવવાનું હોય તો પણ બે જોડી કપડાં ફરજિયાત.

હવે નામ વગરની લોકલ બસ આવી. એટલે અંતરયામીઓ તમામ ચઢી ગયાં. એકલો ફૂટલો હું બચ્યો. કંડકટર આવ્યો મેં પુછયું અને હું દોડી ચઢી ગયો. ખિસ્સાને થોડી અસર થઈ. એ બળ્યું દરવાજા સાઈડનો ખીલો ભરાતાં "કાઉવાઉ" રડી ફાટી ગયું. મારી આમેય છેલ્લી સીટ જ જીવનમાં. ઘણી વાર 'છેલ્લી બસનો છેલ્લો પેસેન્જર બનું.' પછી ડેપો ખાલી.

મારી આગળની સીટમાં એક જણો બકરીનું બચ્ચું લઈ બેઠેલો. એની જોડે મરઘાંના બચ્ચાંનો ટોપલો લઈ બીજો એક જણો. મનમાં થયું આમાં જમાવટ પડશે. કંડકટર આવ્યો. આવી પેલાં બકરીના બચ્ચાંવાળા ઉપર ગુસ્સે ભરાયો." આ બધું ના ચાલે બસમાં..નિચે ઉતરી જાવ." એટલે પેલો કહે "બચ્ચાંની ટિકિટ આપી દો." ત્યાં પાછળ મરઘાંવાળો કહે "બચ્ચું ત્રણ વરસનું કયાં છે હજી ? એની ટિકિટ ના હોય." પેલો કંડકટર કહે તમે બંને નીચે ઉતરો છો કે પોલીસને બોલાવું.માંડ માંડ બંને નિચે ઉતર્યા. ઉતરતી વખતે બચ્ચાંએ પગથિયાંને પાવન કર્યા. એટલે પેલો ગર્વથી ' લે ..આલે..લે..લે..' કરતો ઉતરી ગયો. કંડકટર રાતોપીળો અને એક જણાંએ રૂપિયા ત્રણની ટિકિટ માટે પાંચસોની નોટ આપી. કંડકટરે બધો ગુસ્સો એની ઉપર ઠાલવ્યો.

બસ બે કિમી જેટલી જ આગળ ગઈ હશે અને ઢાળ ચઢતાં વૃદ્ધ હાંફી જાય એમ એનામાંથી અવાજ આવવા લાગ્યાં. જોતજોતામાં આખી બસ ખાલી. એકલો હું અને ડ્રાઈવર બે જ જણાં. બધાં મારી સામું ગુસ્સે થઈ જોવે. પછી બસને ધક્કો મારી ટેકરીએ ચઢાવી. બધાં પોતપોતાની જગ્યાએ પાછા ગોઠવાઈ ગયાં. ઠીક મને પછી સમજાયું કે જે બસનો આવરદા પૂરો થાય એ અહીંયા વૃધ્ધાશ્રમમાં આવે એ રીતે આવી જાય. વચ્ચેથી ચિરો ,બારીઓ તુટેલી અને હાંફતું એન્જિન બીજી ટેકરી આવી અને પુનરાવર્તન શરૂ. પણ આ વખતે હું પણ ઉતર્યો. મનમાં થયું કે બસ પેસેન્જરને લઈ જાય છે કે પેસેન્જર બસને જે હોય તે વાઈડાવેડાં ઘેર ચાલે. આ તિરકામઠાં વાળા વચ્ચે પરસેવો પાડવો પડે. એમાં.. મારી ડાબી ચપ્પલ આગળથી નિખાલસ બની. મેં કહ્યું. હવે ધક્કો જવા દો. એક સેવાભાવીએ મને બાવળિયાંનો કાંટો લાવી આપ્યો.. પણ લગાડતાં ના ફાવે એટલે એણે બસમાં લગાડી આપ્યો.

હવે સાસરે પહોંચ્યો. બપોરે બધાં નસકોરા બોલાવી સૂતાં હતાં. મને જોઈ જાગ્રત બન્યાં. એમાં ઘરના જેવા જ સૌથી અંગત પડોશી વડીલ આવી મને કહે કે "પેલી રમાની કાળી ભાગી ગઈ."

મનમાં થયું. કુતરીની વાત તો નહીં હોયને. હજી પાણી પીધાં વગર માહિતી છે. હવે ભાવી પત્ની, ઘરના બધાં સમજું એટલે મોંઢેથી થાક દેખાઈ ગયો. સહેજ ભાનમાં આવી પત્નીને પુછયું, કે, "આ કાકા તો કહે એમના એક સગાની છોકરીએ ભાગીને લગ્ન કર્યા એની વાત કરતાં હતાં.

મનમાં થયું એ પાછી આવી ફરી ભાગી જાય તો પણ હું તો જોવાનો નથી જ. આમને આમ સાંજ પડી ગઈ. મનમાં થયું હજુ કોઈએ પુછયું નથી કે "આવતા તકલીફ તો નથી પડીને ?"


Rate this content
Log in

Similar gujarati story from Comedy