The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Jyotindra Mehta

Drama Thriller

3  

Jyotindra Mehta

Drama Thriller

થશરનું રહસ્ય ભાગ ૧૮

થશરનું રહસ્ય ભાગ ૧૮

4 mins
308


નિખિલ બધાને લઈને બહારની તેઓ જે ગુપ્ત દ્વારમાંથી આવ્યા હતા તે દ્વારમાંથી નીકળી ગયો. બધાના ગયા પછી રાઘવ એક ખૂણામાં ગયો જ્યાં એક ચાંદીનો ઘડો હતો તેમાંથી જળ લઈને તેણે ધનુષ્ય અને તીર પર છાંટ્યું, તે શસ્ત્રોની પવિત્રતાને સમજતો હતો. તે પછી તેણે શસ્ત્રોને જ્યાં મુકેલા હતા ત્યાં ફરી ગોઠવ્યા અને પછી તેણે શ્રીકૃષ્ણનું ધ્યાન ધર્યું અને અચાનક તેના હાથમાંથી શક્તિ પ્રવાહ વહેવા લાગ્યો જે શસ્ત્રોની આજુબાજુ પોતાનું સ્થાન લેવા લાગ્યો. જયારે તેને લાગ્યું કે પર્યાપ્ત સુરક્ષાચક્ર રચાઈ ગયું છે તે પ્રિડા જે મારગથી આવી હતી તે દિશા તરફ આગળ વધ્યો, સુરંગના નીચેના ભાગમાં પહોંચીને તેણે પોતાના બે હાથ ઉપરની તરફ ફેલાવ્યા, તેવોજ તે ઉડવા લાગ્યો અને તે સાથેજ થોડીવાર પહેલા જેવો શક્તિપ્રવાહ તેના હાથમાંથી વહેતો હતો તેવો તેના શરીમાંથી વહેવા લાગ્યો અને સુરંગમાં સુરક્ષાચક્ર રચાવા લાગ્યું. ઉપર પહોંચ્યા પછી તેણે પ્રિડાએ ખસેડેલો પથ્થર ફરી સુરંગના મુખ પર મૂકી દીધો અને ફરી પોતે જે ગુપ્ત પ્રવેશદ્વારથી ગયો હતો ત્યાં જઈને સુરક્ષાચક્ર રચી દીધું અને થોડીવાર પછી તે ગાડી પાસે પહોંચ્યો.


            પરાગે પૂછ્યું ક્યાં રહી ગયો હતો, ત્યાં શું ભજીયા તળવા બેસી ગયો હતો, રાઘવે ફક્ત સ્મિત આપ્યું એટલે શ્રીધર મુકેશ ખન્નાની સ્ટાઈલમાં બોલ્યો ઇસ તુચ્છ જીવ કે છુંને સે શસ્ત્ર અપવિત્ર હો ગયે થે ઉન્હેં ગંગાજલ સે પવિત્ર કરનેમે સમય તો લગતા હૈ. રાઘવે હસીને કહ્યું સહી પકડે હૈ. તેનો આ ભાભીજી સ્ટાઇલ નો ડાયલોગ સાંભળીને બધા હસી પડ્યા. રાઘવે શ્રીધર તરફ જોયું એટલે શ્રીધરે તેને આંખ મારી. ત્યાંથી બધા દિલ્હી ગયા.


             પ્રિડા અને સર્જીકનું નીલકંઠના ડિપાર્ટમેન્ટમાં સ્વાગત કરાયું અને તેમની બધી માહિતી લઈને તેમનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું, બીજે દિવસે તેમની મુલાકાત પ્રધાનમંત્રીશ્રી સાથે કરાવવામાં આવી. થોડા દિવસની મહેમાનગતિ માણીને પ્રિડા, સર્જીક અને તેમના બાકીના સાથીદારો તેમના ગ્રહ જવા રવાના થયા ફક્ત વિતારને છોડીને, જેટલા દિવસ તેઓ રહ્યા તે દરમ્યાન પ્રિડાને વિતારે કરેલી ચાલબાજીની ખબર પડી, તેને વિશ્વાસ નહોતો આવતો કે તેનો સેનાપતિ આવું કરી શકે. તેણે રાઘવને વિતારને શોધવાની વિનંતી કરી પણ તેને ખબર હતી કે વિતારને પકડવો આસાન નથી, પાછલી વખતે તે એટલા માટે પકડાઈ ગયો હતો કે તે પોતે પકડાવવા માંગતો હતો. પ્રિડાએ લક્ષ્ય સુધી પહોંચવા માટે ફેલાવેલા જુઠ્ઠાણાં બદ્દલ નીલકંઠ અને રાઘવની માફી માંગી અને પોતાના ગ્રહની સુખાકારી માટે પ્રયત્નશીલ રહેશે અને બીજા ગ્રહો સાથે સહયોગનો માર્ગ અપનાવશે એવી ખાતરી આપી જેનું સર્જીકે સ્વાગત કર્યું.


           નિખિલ અને ટીમ ને વિતારને શોધવાની જવાબદારી સોંપવામાં આવી. રાઘવે પૂછ્યું શું હવે મારી કોઈ જરૂરત તો નથી ? નિખિલે કહ્યું ના સર આ મિશન દરમ્યાન તમારી પાસેથી ઘણું બધું શીખ્યો છું તે ઉપરાંત હવે હું દોડવાની પણ પ્રેક્ટિસ કરી રહ્યો છું. પ્રધાનમંત્રીશ્રીએ આ પૂર્ણ કિસ્સાની ફાઈલ બનાવીને ટોપ સિક્રેટ શ્રેણીમાં મુકવા કહ્યું હતું.


            આખો ઘટનાક્રમ સમાપ્ત થયા પછી રાઘવે નીલકંઠને પૂછ્યું સર આપણે મારા રહસ્યની ખબર હતી ને કે હું કોણ છું અને ક્યાંનો છું ? નીલકંઠે માથું હલાવીને કહ્યું હા મને ખબર હતી કે તું એલિયન છે જો કે તું મને મળ્યો ત્યારે મને ખબર નહોતી કે તું પ્રિડાનીડવાસી છે. એક દિવસ હું એક ઘટનાની તપાસ કરવા હિમાલય તરફ ગયો હતો ત્યારે એક વિચિત્ર લાગતો વ્યક્તિ મને મળ્યો હતો અને તેણે મને કહ્યું હતું કે આ બરફની પહાડીઓમાં એક રક્ષક દફન છે, તે પરગ્રહવાસી છે અને તેને તારે બચાવીને તારી સાથે જ રાખવાનો છે અને તે જ ત્રયોશરની રક્ષા કરશે અને તું જો તેને નહિ બચાવે તો આ સૃષ્ટિમાં ઉત્પાત મચી જશે અને તે પછી જતા જતા તેને મને તું ક્યાં અને કઈ તિથિએ મળીશ તે પણ કહ્યું. હું પહેલા તે વાતને મજાક સમજીને ભૂલી ગયો પણ તેણે જે તિથિ આપી હતી તે તિથિના ચાર દિવસ પહેલા મને ફરી મળ્યો અને કહ્યું મારુ વચન યાદ રાખજે. હું એક ટીમ લઈને રવાના થયો અને તેણે કહ્યું ત્યાં જ તું મને મળ્યો અને તારો ચહેરો એક સિક્રેટ એજન્ટ રાઘવને મળતો આવતો હતો જે હિમાલયના ટ્રેકિંગ દરમ્યાન ગાયબ થઇ ગયો હતો તેથી મેં તને રાઘવ નામ આપ્યું અને તારા મિત્રોને મદદ કરવા માટે મનાવી લીધા.


         રાઘવે પૂછ્યું શું તે વ્યક્તિએ હજી કઈ કહ્યું હતું ? નીલકંઠે કહ્યું હા તેણે કહ્યું હતું કે સમય આવે તારી યાદશક્તિ પછી આવશે પણ ક્યારે અને કેવી રીતે તે કઈ કહ્યું નહોતું. રાઘવ ત્યાંથી નીકળ્યો તે જાણતો હતો તે વ્યક્તિ કોણ હતી ? તેને તે ચહેરો યાદ આવી ગયો ક્રોધિત શ્રીકૃષ્ણની સામે ધ્રૂજતો ચહેરો. તે જ્યારથી શ્રીકૃષ્ણને મળ્યો હતો ત્યારથી પહેલીવાર તેમને ક્રોધમાં જોયા હતા વધુ કઈ ખબર નહોતી પડી પણ તેણે કોઈ ભયંકર યુદ્ધ અપરાધ કર્યો હતો, અશ્વત્થામા એવું જ કંઈક નામ હતું. શ્રીકૃષ્ણે તેને ભયંકર ઘા સાથે આજીવન અમરતાનો શ્રાપ આપ્યો હતો. પણ પછી દયાળુ શ્રીકૃષ્ણે અશ્વત્થામાને તેની તરફ આંગળી ચીંધીને કયું કે સમય આવે આ રક્ષકની મદદ કરજે.


      રાઘવ ફરી ભૂતકાળમાં સરી પડ્યો હતો. યુદ્ધ પૂર્ણ થયા પછી ડુમલાએ મૃત્યુ ની માંગણી કરી પણ શ્રીકૃષ્ણે કહ્યું કે તું તારું ભવિષ્ય લખી ચુક્યો છે હવે તું આજન્મ રક્ષક નિમાયી ચુક્યો છે બર્બરિકના શસ્ત્રોનો. હા તારા દુઃખોનું નિવારણ હું કરી શકું છું, તારે નિંદ્રાની જરૂરત છે, ચિરનિંદ્રાની તે તને હિમાલયમાં મળશે, અને જયારે જરૂરત હશે ત્યારે તને જગાડવામાં આવશે, તે વખતે તને આ કઈ યાદ નહિ હોય પણ જયારે તું તારા સ્વામીના દર્શન કરીશ તને બધું જ યાદ આવી જશે.


રાઘવને બધું યાદ આવી ગયું હતું હવે તે ડિપાર્ટમેન્ટ ની શાન હતો પણ તે દર મહિને એક વાર સ્વામી બર્બરિકના અને ત્રયોશરના દર્શન જરૂર જતો. મંદિરના દર્શન કરીને દૂરથી જોઈ લેતો કે પહાડી પરનો પથ્થર સલામત છે કે નહિ.


વિતાર ક્યાં છે તે વિશે કોઈને જાણકારી નથી તે ક્યાં હશે કાયા રૂપમાં હશે તે વિશે કોઈ નથી જાણતું.


સમાપ્ત                                             


Rate this content
Log in

More gujarati story from Jyotindra Mehta

Similar gujarati story from Drama