Jyotindra Mehta

Action Classics Thriller

3  

Jyotindra Mehta

Action Classics Thriller

થશરનું રહસ્ય ભાગ ૧૭

થશરનું રહસ્ય ભાગ ૧૭

6 mins
460


પ્રિડાએ સુરંગમાં કૂદકો માર્યા પછી તે ઘણી વખત સુધી શૂન્યમાં તરતી રહી, તે ધીરે ધીરે નીચે જઈ રહી હતી, તેને ખબર ન પડી કે આમ કેમ થઇ રહ્યું છે, અચાનક તેની આંખ આગળનું દ્રશ્ય બદલાઈ ગયું, તેને પોતાના નાનપણના દ્રશ્યો દેખાવા લાગ્યા, તે પછી યુદ્ધના દ્રશ્યો દેખાવા લાગ્યા. અચાનક એક તીર તેની તરફ આવ્યું અને તેણે પોતાની આંખો બંદ કરી દીધી અને તે બેહોશ થઇ ગઈ. થોડીવાર પછી જ્યારે તે ઉભી થઇ ત્યારે તે નરમ જમીન પર પડેલી હતી, હવે તે પોતાના અસલ સ્વરૂપમાં હતી. તેણે પોતાનું શરીર ચેક કર્યું, તેના શરીર પર કોઈ જાતનો ઘા નહોતો. તેણે ઉપરની તરફ જોયું તો તેને કોઈ જાતનો પ્રકાશ દેખાયો નહિ. સામે એક લાંબી ઘુમાવદાર સુરંગ હતી, તે રસ્તા પર આગળ વધી, ઘણીવાર સુધી ચાલ્યા પછી તે એક મોટા ઓરડામાં હતી, ત્યાં કુદરતી રીતે પ્રકાશ ફેલાયેલો હતો, તેણે પ્રકાશનો સ્ત્રોત શોધવાની કોશિશ કરી પણ તે નાકામ રહી. તે ઓરડાને ધ્યાનથી જોવા લાગી. એક ખૂણામાં નોનો ગોખ હતો જેમાં ત્રણ તીર અને એક ધનુષ્ય મુકેલા હતા અને તીરો એકમેકને સહારે ત્રિકોણાકારે ઉભા હતા.


પ્રિડાની આંખમાં ચમક આવી અને તે તીરો તરફ આગળ વધી. પણ જેવી તે નજીક પહોંચી તે દૂર ફેંકાઈ ગઈ જાણે કોઈએ તેને ધક્કો માર્યો હોય. તે ઉભી થઈને જોવા લાગી કે કોઈ અદ્રશ્ય વ્યક્તિ તો ત્યાં નથી. જયારે કોઈ ન દેખાયું તે સાવધાનીપૂર્વક આગળ વધી પણ આ વખતે તે વધુ જોરથી પાછળ ફેંકાઈ. આ વખતે જેવી તે પડી તેને પાછળથી કોઈના હસવાનો અવાજ આવ્યો, તેણે પાછળ ફરીને જોયું પાછળ એલેક્સ અને સર્જીક ઉભા હતા અને સર્જીક તેને જોઈને હસી રહ્યો હતો. તે ક્રોધિત થઇ ગઈ અને તેણે પોતાની છડી સર્જીક તરફ ફેરવી પણ આ વખતે સર્જીક તૈયાર હતો, પ્રિડાના હાથની છડી દૂર ફેંકાઈ ગઈ. સર્જીકે બોલ્યો શું થયું પ્રિડારાણી ? પાછળ કેવી રીતે ફેંકાઈ ગઈ ? પ્રિડાએ કહ્યું કોઈ અદ્રશ્ય વ્યક્તિ ત્યાં ઉભી છે જે મને પાછળ ધકેલે છે.


તેની આ વાત સાંભળીને સર્જીક જોર જોરથી હસવા લાગ્યો, તારામાં વિજ્ઞાનની સમજ નથી, તેથી જ તમે લોકો અમારી સામે હારતા હતા. તેણે અલેક્સને ઈશારો કર્યો એટલે ખભા પરથી બેગ કાઢી અને તેમાંથી એક ઇન્સ્ટ્રુમેન્ટ કાઢ્યું અને તેને ઓન કરીને તીરોની દિશામાં કર્યું. ૧૫ મિનિટ પછી સર્જીકે તેનું રીડિંગ તપાસ્યું અને કહ્યું, 'ઓહો સ્ટ્રોંગ એનર્જી ફિલ્ડ છે,' પછી તેણે તે ઇન્સ્ટ્રુમેન્ટ નું બીજું બટન દબાવ્યું અને તેમાંથી કિરણો નીકળવા લાગ્યા અને તે અદ્રશ્ય દીવાલ સાથે ટકરાતા હતા પણ જેમ જેમ ટકરાતા જતા હતા તેમ તેમ તે દીવાલ પીગળી રહી હોય તેવું દ્રશ્ય દેખાઈ રહ્યું હતું. અડધો કલાક સુધી આ પ્રક્રિયા શરુ રહી અને તે કિરણો તીર સુધી પહોંચ્યા. તે જેવો આગળ વધવા ગયો ત્યાંજ દૂરથી રાઘવનો અવાજ આવ્યો, 'કોઈ તે પવિત્ર શસ્ત્રો તરફ આગળ નહિ વધે.' સર્જીકના આશ્ચર્યનું ઠેકાણું ન રહ્યું. તેની મુખમુદ્રા કડક થઇ ગઈ અને તેણે પોતાનું હથિયાર કાઢ્યું અને રાઘવ અને તેની ટીમ સામે તાક્યું પણ તે કઈ કરી શકે તે પહેલા તેનું હથિયાર દૂર ફેંકાઈ ગયું. તેણે ફરીને જોયું તો આ કામ એલેક્સે કર્યું હતું. તેની આંગળીઓ એલેક્સની ગાર્ડન ફરતે વીંટળાઈ ગઈ પણ એલેક્સ ચાલાક હતો તેણે ખિસ્સામાંથી શોકર કાઢ્યું અને તેના હાથને અડાડ્યું એટલે તેણે પોતાનો હાથ પાછળ ખસેડી લીધો. એલેક્સ ચાલતો ચાલતો રાઘવ સુધી પેહોચ્યો અને તેની સાથે હાથ મિલાવ્યા અને કહ્યું તું 'અહીં સુધી કેવી રીતે પહોંચ્યો હું તો ફક્ત ખાઁટુશ્યામજીના મંદિર સુધીનો રૂટ બતાવી શક્યો હતો.' રાઘવે કહ્યું 'તે સ્ટોરી ફરી કોઈ વખત પહેલા આ બંને સાથે વાત કરી લઈએ.' સર્જીકે પોતાનો હાથ ઝટકીને કહ્યું 'તમે પૃથ્વીવાસી ઘાતકી છો, તે મને મદદ કરવાનું વચન આપ્યું હતું અને તેજ મારી સાથે વિશ્વાસઘાત કર્યો.' એલેક્સે કહ્યું 'હું તારો વિશ્વાસઘાતકી બનીને જીવી શકું પણ પૃથ્વીનો વિશ્વાસઘાતકી બનીને ન જીવી શકું, તને શું લાગ્યું કે ફક્ત ઉન્નત ટેક્નોલોજીની લાલચ આપીને તું મને ખરીદી શકે. તમારા જેવી ઉન્નત ટેક્નોલોજી ભવિષ્યમાં અમારા ત્યાં પણ બનશે પણ જો ઉન્નત ટેક્નોલોજીનું પરિણામ જો બીજા ગ્રહો સાથે યુદ્ધ અને બીજા ગ્રહનો વિનાશ હોય તો હું તો ઈચ્છીશ પૃથ્વી પછી પ્રીમિટિવ સ્ટેજમાં પહોંચી જાય અને તું મારી પાસે વફાદારીની વાત કેવી રીતે કરી શકે જયારે તે તારા જ ગ્રહવાસીને નિર્દયતાથી મારી નાખ્યો.'


રાઘવે એલેક્સના ખભે હાથ મુક્યો અને શાંત થવાનું કહ્યું અને પ્રિડા તરફ ફરીને કહ્યું, 'શું તને લાગે છે કે તું તે ધનુષ્ય અને તીરથી કઈ કરી શકે છે તો જા નજીક અને તેમને ઉપાડી દેખાડ અને તું જો ઉપાડી લઈશ તો તે તારા. પ્રિડાના ચેહરા પર અસમંજસના ભાવ આવી ગયા. રાઘવે પોતાના હાથમાંની ગન પોતાના હોલ્સ્ટરમાં નાખી અને કહ્યું વધ આગળ. પ્રિડા આગળ વધી અને તેણે ધનુષ્યને ઉપાડવાની કોશિશ કરી પણ ધનુષ્ય તેની જગ્યા પરથી હલ્યું પણ નહિ. તેણે બંને હાથથી કોશિશ કરી પણ તે ધનુષ્ય હલ્યું પણ નહિ, રાઘવે સર્જીકને ઈશારો કર્યો અને કહ્યું 'તું પણ જા'. સર્જીક આગળ વધ્યો અને પ્રિડા સાથે મળીને ઉપાડવાની કોશિશ કરી પણ તે ધનુષ્ય ટસનું મસ ન થયું. રાઘવે કહ્યું આ ધનુષ્ય અને તીર પવિત્ર છે જો તમે કોઈના વિનાશની ભાવના લઈને તેણે ઉપાડવાનો પ્રયત્ન કરશો તો ઉપાડી નહિ શકો. આ શસ્ત્રો પ્રતીક છે બલિદાનના. આ ધનુષ્ય અને તીરના માલિકે ઈશ્વરના કહેવાથી બલિદાન આપી દીધું હતું જયારે કે તે ફક્ત આ ત્રણ તીરોથી આ સૃષ્ટિનો વિનાશ કરવા સક્ષમ હતો. એમ કહીને આગળ વધ્યો અને તે ધનુષ્ય જેમ ફૂલ ઉપાડે તેમ આસાનીથી ઉપાડી લીધું અને તેની પણછ ખેંચીને બાંધી દીધી.


રાઘવે પ્રિડા અને સર્જીકને ઉદ્દેશીને કહ્યું 'આ કોઈ સામાન્ય અસ્ત્ર નથી આ મહાઅસ્ત્ર છે અને કંપન માત્રથી બ્રહ્માંડમાં ઉત્પાત મચી જશે અને આ ત્રણ તીરોથી હું અહીં હાજર કે ગેરહાજર દરેક પ્રિડાનીડવાસી અને સોરારીસવાસીને ખતમ કરી શકું છું. પૂર્ણ પ્રજાતિના વિનાશ માત્રના વિચારથી બંને ધ્રુજી ઉઠ્યા અને બંને બોલી ઉઠ્યા, 'એવું ન કરશો.'


રાઘવે કહ્યું, 'પૃથ્વી પર ઘણાબધા એલિયાનો વસે છે અને તે બધા અહીંની ટેક્નોલોજી અને જીવન પદ્ધતિ શીખી રહ્યા છે અને શીખવી રહ્યા છે. પણ કોઈએ તમારી જેમ કોઈના વિનાશ વિશે વિચાર્યું નથી. આ ધનુષ્ય અને તીરો બલિદાનની નિશાની છે. આ ધનુષ્ય અને તીરોનો મલિક યુદ્ધને થોડીજ વારમાં પૂર્ણ કરવામાં સક્ષમ હતો પણ ઈશ્વર શ્રીકૃષ્ણના કહેવાથી પોતાનું બલિદાન આપી દીધું અને તેને પણ ખબર હતી કે માતાને આપેલા વચનને અનુસર્યો હોત તો યુદ્ધને અંતે તે ફક્ત એકલોજ જીવિત બચ્યો હોત અને લોક કલ્યાણ માટે બલિદાન આપ્યું હતું. તે યુદ્ધ પછી નવા યુગની શરૂઆત થઇ હતી, ધર્મની સ્થાપના થઇ હતી જેમાં સ્વામી બર્બરિકનું મહત્વનું યોગદાન હતું.


તમે એક બીજા સાથે યુદ્ધ કરવાને બદલે સહયોગનો માર્ગ અપનાવ્યો હોત તો આજે તમારે અહીં આવવાની જરૂર ન પડી હોત. તે વખતનું યુદ્ધ પણ સત્યની શોધ માટે હતું અને અંતે એકજ સત્ય બહાર આવ્યું કે યુદ્ધ હંમેશા વિનાશ વેરે છે અને સહયોગ બધાને આગળ લઇ જાય છે.' પ્રિડાની આંખમાં આસું હતા હવે તે પોતાના મૂળરૂપમાં આવી ગઈ હતી. તેણે કહ્યું 'મારા માટે અન્ય કોઈ માર્ગ બચ્યો ન હતો, મારા ગ્રહવાસીઓ મારી રાહ જોતા હશે અથવા હું પહોંચું ત્યાં સુધીમાં કદાચ સોરારીસવાસીઓએ તેમને ખતમ કરી દીધા હશે, મારા ગ્રહની કુદરતી સંપત્તિ યુદ્ધને ભેટ ચડી ગઈ.' સર્જીકે શાંતિથી કહ્યું 'અમારી દુશ્મની ફક્ત તારી સાથે અને તારી મહત્વાકાંક્ષા સાથે હતી, હું વિશ્વાસ સાથે તને કહું છું કે તારા ગયા પછી અમારી તરફથી એક પણ હુમલો નહિ થયો હોય.' રાઘવે કહ્યું, 'સહયોગ તમને આગળ લઇ જશે અને યુદ્ધ પાછળ નિર્ણય તમારો છે.' સર્જીકે કહ્યું 'હું સહયોગ માટે તૈયાર છું. રાઘવ પ્રિડા તરફ ફર્યો એટલે તેણે કહ્યું હું મારી પ્રજાતિ માટે કઈ પણ કરવા તૈયાર છું.' રાઘવ નિખિલ તરફ ફર્યો અને કહ્યું બધાને બહાર લઇ જા હું થોડી વાર પછી આવું છું.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Action