N.k. Trivedi

Abstract Inspirational

4  

N.k. Trivedi

Abstract Inspirational

સ્વીટ ઈન્ડિયા

સ્વીટ ઈન્ડિયા

5 mins
259


પેસેન્જરોને સૂચના આપવામાં આવે છે કે આપણે ટૂંક સમયમાં મુંબઈ છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એર પોર્ટ પર લેન્ડ કરીશું, આપ આપના સીટ બેલ્ટને બાંધી લેશો અને પ્લેન નો એક્સઝીટ ડોર ખુલ્લે પછી તમારી સીટ છોડશો. ધન્યવાદ. કેટલું લાબું લેક્ચર આપી દીધું જાણે હું પહેલી વખત પ્લેનમાં મુસાફરી કરતો હોવ. એમ સ્વગત બબડતા બબડતા શ્યામે પોતોનો સીટ બેલ્ટ બાંધી લીધો ને પ્લેન ક્યારે ઉભું રહે ને ડોર ક્યારે ખુલ્લે તેની પ્રતીક્ષામાં પડી ગયો. આ પ્લેન બહુ ધીમું ચાલે છે આટલી બધી વાર થોડી લાગે લેન્ડિંગમાં ? શ્યામની વાત સાંભળી બાજુની સીટ વાળાએ શ્યામ સામે જોયું અને કહ્યું "પહેલી વખત ઈન્ડિયા આવતા લાગો છો ?" શ્યામને તેની અજ્ઞાનતા પર મનોમન હસવું આવ્યું અને કહ્યું "હું ઈન્ડિયામાં જન્મીને મોટો થયો છું." આટલા સમયમાં પ્લેનનો એક્સઝીટ ડોર ખૂલ્યોને બધા પોત પોતાની સીટ પરથી જાણે પ્લેન પાછું ટેક ઓફ કરવાનું હોય એમ ઊભા થઈ ગયા.

શ્યામેં પ્લેનમાંથી ઉતરીને ધરતીને નમન કરી ચુંબન કર્યું. બધાંને શ્યામની આ ચેષ્ટાથી નવાઈ લાગી પણ શ્યામ તો ધરતી માતાને સન્માનવામાં મશગુલ હતો કોણ શું માને છે તેની તેને પરવા નહોતી. બહાર નીકળી મમ્મી, પપ્પાને વંદન કર્યું, મિત્રોને ભેટીને આનંદ વ્યક્ત કર્યો સગા, સંબંધીઓને સંબંધ પ્રમાણે માન-સન્માન આપ્યું. બધાં ખુશ હતા. શ્યામ આજે પાંચ વરસ પછી ઈન્ડિયા, વતનમાં આવ્યો હતો.

અઠવાડિયા પછી શ્યામને રમેશભાઈએ પૂછયું," શ્યામ તારો આગળનો પ્રોગ્રામ અને ઈન્ડિયામાં સ્ટે કેટલો છે ?" " પપ્પા મેં હજી કાઈ નક્કી નથી કર્યું, વિચારું છું હવે અમેરિકા પાછો જ ન જાઉં અને અહીં જ રોકાય જાઉં." રમેશભાઈએ આશ્ચર્યથી શ્યામ સામે જોયું. હવે આગળ શ્યામ શું કહે છે એ સાંભળવા માટે શ્યામને નિરખી રહ્યાં. પણ શ્યામ કાઈ બોલ્યા વગર રુમમાં જતો રહ્યો. રમેશભાઈને અત્યારે તેને ડિસ્ટર્બ કરવાનું યોગ્ય ન લાગ્યું. પણ વિચારમાં ચોક્કસ પડી ગયા કે આ શ્યામ અમેરિકા જવા અને અમેરિકા પાછળ પાગલ હતો. આજે આવી વાત કેમ કરે છે ? જે હશે તે પણ શ્યામને તે ન કહે ત્યાં સુધી કાઈ પૂછવું નથી.

"અરે ! શ્યામ તને ઈન્ડિયા આવ્યાને બે દિવસ થયા. તે અમને મળવા આવવા માટેનો ફોન પણ ન કર્યો ? તું પૂરેપૂરો અમેરિકન થઈ ગયો છો." શ્યામના ચાર--પાંચ મિત્રોએ આવતા વેંત શ્યામને ઝાટકવાનું શરૂ કરી દીધું. શ્યામ શાંતિથી સાંભળતો હતો અને મંદ મંદ મુસ્કુરાતો હતો. મિત્રો એ વધારે ગુસ્સે થઈને કહ્યું "તને એમ કે તું અમેરિકા પાછો જતો રહીશ તો પણ અમને ખબર નહીં પડે ? અમે તો તને મળવા માટે કાગ ડોળે રાહ જોતા હતા. પણ તને ક્યાં અમારી લાગણીની કદર છે. હવે પાછો અમેરિકા ક્યારે જવાનો છો ? એ પણ અમને જણાવી દે જે. હવે કાંઈક તો બોલ કે અમારે જ બોલ બોલ કરવાનું છે. ?"

"હા, હવે હું બોલીશ. અમારે અમેરિકામાં વાતમાં વચ્ચે બોલીએ એ અસભ્યતા કહેવાય. એટલે નહોતો બોલતો." "તો, ભાઈ, હવે ઈન્ડિયન બનીને બોલ."

"મિત્રો, તમારી આ મીઠી નોકજોકમાં મજા આવી. ઘણા દિવસે આવી ભાષા પણ હૃદયને, મનને પ્રફુલ્લિત કરી દે એવી સાંભળવા મળી. જેમાં પ્રેમ ભર્યો ગુસ્સો હતો, આત્મીયતા હતી અને મળવાની તડપન હતી. તમે ચોંકતા નહીં, હું હવે અમેરિકા પાછો જવાનો નથી."

આ સાંભળીને મિત્રો ખરેખર ચોંકી ગયા. "શું ! વાત કરે છો તું ? અમારી મશ્કરી કરવાની છોડ અને સાચી વાત કર. અમારે તો વિદેશ નહોતું જવું. અભ્યાસ કરતા હતા ત્યારે જ નક્કી કરી લીધું હતું કે વતનમાં રહી માં ભોમની સેવા કરવી છે. પાળી પોષીને મોટા કરનાર માતૃભૂમિનું ઋણ ચૂકવવું છે. પણ તું તો અમેરિકા જવા માટે પાગલ થયો હતો. અંકલ અને આન્ટીની ઈચ્છા તને અમેરિકા મોકલવાની નહી હોવા છતાં તારી ઈચ્છાને માન આપી તને અમેરિકા જવા દીધો હતો. અને આજે તું એમ કહે છે કે તું હવે અમેરિકા પાછો નથી જવાનો."

"તમારી બધીજ વાત સાચી છે અને તમે જે સાંભળ્યું એ પણ સાચું છે."

"પણ, શું કામ ? હવે તારે અમેરિકા પાછું નથી જવું ?"

ગણાવું તો ઘણા કારણો છે. પણ આપણે તેમાં નથી પડવું. તમે આજે મને ફોન કે જાણ કર્યા વગર અહીં દોડી આવ્યા. મને ઉધડો લઈ નાખ્યો પણ ત્યાં તો મમ્મી, પપ્પાને મળવા જવું હોય તો પહેલા ફોન કરી વાત કરવાની એ જે સમય અને તારીખ આપે એ જ પ્રમાણે મળવા જવાનું. તમે આજે અહીં દોડી આવ્યા એમ તમે ત્યાં જાઉં તો એ અસભ્યતા કહેવાય અને તમારી ગણના અસભ્ય, અશિષ્ઠ વ્યક્તિમાં થાય. ત્યાંનાં રીતરિવાજ, રૂઢી અને સામાજિક પ્રણાલી આપણાથી ઘણી જુદી છે. હા, એ વાત ખરી કે એ લોકો આપણી સંસ્કૃતિને અપનાવવા લાગ્યા છે જેવા કે આપણા ધાર્મિક તહેવારો. પણ કલચર તો વેસ્ટર્ન જ રહેવાનું.

હું, ઘણી વાર વિચાર તો એવું તે શું છે અહીંયા ? જે મારી માતૃભૂમિ માં નથી. મને એવી એક પણ બાબત ન દેખાણી કે જે ત્યાં હોય અને અહીંયા ન હોય. અહીં એક વ્યક્તિ કમાઈને ત્રણ-- ચાર કે વધારે વ્યક્તિનું પોષણ કરી શકે છે. ત્યાં મહદ અંશે પતિ, પત્ની નોકરી કરતા હોય છે અને બાળકો આયા કે કેર ટેકરનાં ભરોસે મોટા થતા હોય છે. આપણા જેવી સુદ્રઢ કૌટુંબિક વ્યવસ્થા નથી. તમે મને ઝાટકી નાખ્યો એવું ત્યાં ન થઈ શકે, સામાજિક ગુનો બની જાય. આવી તો ઘણી બધી બાબતો છે જે આપણને ન સમજાય અને અવ્યવહારુ લાગે.

"શ્યામ, આ બધી બાબત તો એવી છે જેમાં સમય જતાં તેની સાથે એડજસ્ટ થઈ જવાય. અત્યારે ત્યાં જે સેટલ થયા છે તેમણે પણ એડજસ્ટમેન્ટ તો કર્યું જ હશે ને ? તો તે કેમ ન કર્યું ? તને તો અમેરિકાનો બહુ મોહ હતો."

"તારી વાત બરોબર છે. આપણે પણ અહીંયા ઘણી બાબતોમાં થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરવું પડે છે તો એ તો પારકો પ્રદેશ છે એટલે એડજસ્ટ થવું જ પડે. મને એક અનુભવ એવો થયો કે મારો અમેરિકાનો મોહ ઓગળી ગયો."

"એવું તે શું થયું કે તે વતન પાછા આવવાનો નિર્ણય કર્યો ?"

"હું અમારી કંપનીની કેન્ટીનમાં સ્ટાફ મિત્રો સાથે બેઠો હતો. ત્યાં એક અમેરિકન સ્ટાફ મિત્રએ મને પૂછ્યું 'શ્યામ, વ્હાય યોર નેમ ઈઝ શ્યામ ?' મેં કહ્યું "શ્યામ ઈઝ વન ઓફ ધ નેમ ઓફ શ્રી લોર્ડ ક્રિષ્ના.' એટલે તેણે કહ્યું 'નો નો ઇટ ઇઝ રોંગ યોર નેમ ઈઝ શ્યામ બિકોઝ યોર સ્કિન ઇઝ બ્લેક.' મને ઊભા થઈને ખૂબ જ ગુસ્સો કરવાનું મન થયું પણ પારકા પ્રદેશમાં હતો એટલે મજબૂર હતો. હું એમ ન કહી શક્યો કે મારા વતનમાં પણ ધોળા અને કાળા માણસો હોય છે. અને મેં બેક ટુ ઈન્ડિયાનો નિર્ણય કરી નાખ્યો."

રમેશભાઈ રુમમાંથી બહાર આવ્યા ને કહ્યું, "શ્યામ, મેં તારી મિત્રો સાથેની વાત સાંભળી. મારુ એક સૂચન છે અત્યારે સોશિયલ મીડિયા પર યુવાધન ખૂબ જ સક્રિય છે. તું સોશિયલ મીડિયામાં બ્લોગ દ્વારા આપણા યુવાધન અને જ્ઞાનધનને કોઈ પણ જાતની ટિક્કા ટિપ્પણ વગર માર્ગદર્શન આપ. આપણો દેશ વિકાસ પામતો દેશ છે. આપણા દેશને યુવાધન અને જ્ઞાનધનની બહુ જ જરૂર છે. જે વિદેશમાં છે એ જ આપણા દેશમાં છે ફક્ત વિચારસરણી અને પરિભાષા બદલવાની જરૂર છે. જે તું તારી તાર્કિક દલીલોથી સમજાવી શકીશ અને બદલાવ લાવવાનો પ્રયત્ન કરી શકીશ." 

"પપ્પા, તમારા સૂચન સાથે હું સહમત છું. હું ન્યૂઝ પેપરમાં 'વંદે ભારત' નામની કોલમ શરૂ કરીશ અને ડ્રેઈન થતા યુવાધનને જરૂરી માર્ગદર્શન આપીશ."

બધાંએ એકી અવાજે કહ્યું "હેપી બેક ટુ ઈન્ડિયા, સ્વીટ ઈન્ડિયા."


Rate this content
Log in

Similar gujarati story from Abstract